દરેક મહિલાઓનુ વજન કેમ ડિલિવરી પછી વધી જાય છે જાણો તમે પણ

ડિલિવરી પછી ભારતીય મહિલાઓ કેમ મેદસ્વી બની જાય છે? અહીં જાણો ડિલિવરી પછી ભારતીય મહિલાઓના મેદસ્વી હોવાના આ 6 કારણો.

image source

માતા બનવું એ દરેક સ્ત્રી માટે એક સૌભાગ્યની વાત છે. ગર્ભ રહેતા જ સ્ત્રીના શરીરમાં ઘણા પ્રકારના ફેરફારો થવા લાગે છે, જે એક કુદરતી પ્રક્રિયા છે. તે પછી પણ, ડિલિવરી પછી મહિલાઓ ઘણી સમસ્યાઓનો સામનો કરે છે, જેમાંથી એક સ્થૂળતા કે મેદસ્વીપણું (મોટાપા) છે.

10 માંથી 6 મહિલાઓ બાળકને જન્મ આપ્યા પછી મોટી કે જાડી થઈ જાય છે. મહિલાઓ લાખ પ્રયાસ કર્યા પછી પણ ડિલિવરી પછી પહેલા જેટલી પાતળી કે સ્લિમ થઈ શકતી નથી. આટલું જ નહીં, કેટલીક મહિલાઓનું વજન તો પહેલા કરતા વધારે વધે છે, ખાસ કરીને ભારતીય મહિલાઓ સાથે જ આવું થાય છે. આનું એક કારણ ક્યાંક ને ક્યાંક તમારી જ બેદરકારી છે.

image source

ચાલો આજે અમે તમને જણાવીએ કે ડિલિવરી પછી તમે કેમ વજન ઓછો નથી કરી શકતા?

ડિલિવરી પછી વજન ન ઘટવાનું એક કારણ એ પણ છે કે તમારી ખાનપાનની ખોટી આદત છે. અનિયમિત સમયે ખોરાક લેવો અથવા વધારે પડતો ખોરાક લેવો એ સ્થૂળતાનું (મેદસ્વી) સૌથી મોટું કારણ છે. જો તમારે પણ વજન ઓછું કરવું હોય તો સમયસર ખોરાક લો અને આહારમાં તાજાં ફળો અને શાકભાજીને સામેલ કરો.

* ગર્ભાવસ્થા પછી શરીર નબળું પડે છે, જેના કારણે સ્ત્રીઓ વધારે શારીરિક પ્રવૃત્તિ કરવામાં અસમર્થ બને છે, જેના કારણે વજન વધતું જાય છે.

image source

* કેટલીક સ્ત્રીઓ સગર્ભાવસ્થા પછી તણાવ અને પોસ્ટપાર્ટમ ડિપ્રેસનનો પણ સામનો કરે છે. આ પણ વજન વધારવાનું આ સૌથી મોટું કારણ છે.

* ગર્ભાવસ્થા પછી વજન વધવાનું કારણ હાયપોથાઇરોડ નામની બીમારી પણ છે.

* સીઝરિયન ડિલિવરીવાળી મહિલાઓ પણ મોટી કે જાડી થઈ જાય છે.

* ડિલિવરી પછી પીરિયડ્સ અનિયમિત થઈ જાય તો પણ વજન વધે છે.

:- જો તમારે વજન ઓછું કરવું હોય તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

1. સ્તનપાન જરૂરથી કરાવો:-

image source

બાળકને સ્તનપાન જરૂરથી કરાવો. જણાવો કે સ્તનપાન દરમિયાન સ્ત્રીનું શરીર લગભગ 500 કેલરી ખર્ચે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ થાય છે.

2. ભરપૂર કે વધારે ઊંઘ અને તાણ કે સ્ટ્રેસથી બચો:-

મહિલાઓએ ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ લેવી જ જોઈએ. તેમજ કોઈ પણ પ્રકારનો તણાવ ન લેવો જોઈએ. ઉપરાંત, તબીબી સલાહ વિના કોઈ પણ પ્રકારની દવા ન લેવી જોઈએ.

image source

3. સરળ અને હળવી રીતની કસરતો:-

ધીરે ધીરે ચાલવાનું શરૂ કરો, હળવી કસરત કરો જેથી શરીરને વધારે તણાવ કે જોર ન પડે. પેટની ચરબી ઘટાડવા માટે, તમે અનુલોમ-વિલોમ, ઉઠક-બેઠક, પેટની નીચેના ભાગની કસરતો કરી શકો છો.

4. આ ચીજોને આહારમાં સામેલ કરો:-

image source

આ સમયગાળા દરમિયાન ઘણી સ્ત્રીઓને કબજિયાતની સમસ્યા પણ હોય છે, તેથી ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ ખાઓ. આહારમાં ઓટમીલ, લીલા શાકભાજી, ફળો, કઠોળ, દૂધ, દહીં, ડ્રાયફ્રૂટ, ઇંડા અને માંસ-માછલી સામેલ કરો. લોહીનું પ્રમાણ વધારવા માટે આયર્ન અને ફોલિક એસિડથી ભરપૂર ખોરાક જેમ કે પાલક, મેથી, અંજીર વગેરે ખાવ.

* ઘરેલું ઉપાય:-

image source

1. સવારે ખાલી પેટે ગરમ પાણી અથવા લીંબુ અને મધ મિક્સ કરીને પીવો.

2. નાસ્તામાં 1 કપ ગ્રીન ટી લો. દિવસ દરમિયાન 2-3 કપ ગ્રીન ટી પીવો.

3. વરિયાળી અને અજમાનું ગરમ પાણી પીવો.

4. 8-10 ગ્લાસ પાણી, નાળિયેર પાણી, વરિયાળીનું પાણી, ફળોનો રસ વગેરે લો.

5. 1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો અને થોડું હળવું થાય ત્યારે પીવો. આનાથી વજન પણ ઘટશે અને હોર્મોન્સ પણ સંતુલિત રહેશે.

image source

6. ગરમ કપડા અથવા પટ્ટાની મદદથી પેટને લપેટેલું રાખો. તે વજન ઘટાડવા સાથે ગર્ભાવસ્થા પછી કમરના દુખાવામાં પણ રાહત આપે છે.

7. તજ અને લવિંગનો ઉકાળો બનાવીને પીવો.

શું ન ખાવું જોઈએ?

1. પેટમાં ગેસ બનાવે એવી વસ્તુઓ જેમ કે, કોબીજ

2. ખાટી, તળેલી, મસાલેદાર વસ્તુઓ ન ખાવી જોઈએ.

image source

3. કોફી અને ચોકલેટ ઓછી ખાવી.

4. કોલ્ડ ડ્રિંક્સ અને સોડા ન પીવો.

5. દારૂ અને સિગારેટથી દૂર રહો.

image source

સામાન્ય કે નોર્મલ ડિલિવરીમાં મહિલાઓ પોતાના પહેલાના આકારમાં પાછા ફરવામાં 4 થી 6 અઠવાડિયાનો સમય લાગે છે જ્યારે સીઝરિયનમાં 4 થી 6 મહિનામાં, મહિલાઓ સંપૂર્ણ આકારમાં પ્રવેશ કરી શકે છે. તેથી ગભરાશો નહીં અને હિંમત છોડશો નહીં, પરંતુ તમારી જીવનશૈલીને યોગ્ય બનાવી રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ