આ 6 સત્ય બાબતોનો સ્વીકાર નથી કરતા કોઇ પણ છોકરાઓ, અને આવે છે શરમ

6 એવી સત્ય બાબતો કે જે છોકરાઓ માનવામાં કે સ્વીકાર કરવામાં શરમાય છે!

image source

પુરુષોનું મહિલાઓ કરતા વધારે કમાવવું એ જાણે કે એક અઘોષિત નિયમ બની ગયો છે. દરેક સંસ્થામાં મહિલાઓ અને પુરુષોના પગારમાં દેખીતો તફાવત જોવા મળે છે.

આજે પણ આપણા સમાજમાં જાતિના આધારે ઘણી બાબતો નક્કી કરવામાં આવે છે. છોકરાઓને જ્યારે ઘર પરિવારમાંથી વધુ ટેકો મળે છે, ત્યારે છોકરીઓને અહીં એ બાબતે ગૌણ માનવામાં આવે છે. સ્ત્રીઓને કમજોર કે નબળી માનવામાં આવે છે અને પુરુષો માટે ‘મર્દ કો દર્દ નહીં હોતા’ એવું લેબલ લગાવવામાં આવે છે. પુરુષોને બહાર કમાવવા માટે મોકલવામાં આવે છે, જ્યારે મહિલાઓને ઘરેલું માનવામાં આવે છે.

image source

પરંતુ સમાજમાં ઘણા એવા પણ પુરુષો છે જેઓ ને રસોડામાં કામ કરવું, ઘરની સાફ-સફાઈ કરવી પસંદ હોય છે, પરંતુ સામાજિક દબાણ હેઠળ તેઓ આ વસ્તુઓ સ્વીકારવાનો ઇનકાર કરતા હોય છે. ચાલો જાણીએ એવી 6 મોટી વસ્તુઓ કે બાબતો જે પુરુષો પસંદ તો કરે છે પરંતુ તેનો સ્વીકારવાનો ઇનકાર કરે છે.

1. આ એક અઘોષિત નિયમ બની ગયો છે કે પુરુષો મહિલાઓ કરતા વધારે કમાય છે. દરેક સંસ્થામાં મહિલાઓ અને પુરુષોના પગારમાં દેખીતો તફાવત જોવા મળે છે. જો કે, આધુનિક સમયમાં ઘણીવાર એવું પણ બનતું હોય છે કે પત્ની તેના પતિ કરતા વધારે કમાણી કરતી જોવા મળે છે. આના લીધે પુરુષોમાં એક પ્રકારની અસ્વસ્થતા કે અસહજતા આવી જાય છે. જો કે, ઘણા પુરુષો આ બાબતનો સ્વીકાર કરવાનો ઇનકાર કરે છે.

image source

2. રસોઈ બનાવવા અંગે પણ સમાજમાં એવી માન્યતા છે કે રસોઈ એ માત્ર સ્ત્રીઓનું જ કામ છે, જ્યારે હકીકતમાં કશું જ એવું હોતું નથી. આ ફક્ત મહિલાઓનું જ કામ નથી અથવા બધી મહિલાઓને રસોઇ બનાવવાનું પસંદ પણ હોતું નથી. ઘણા પુરુષો એવા હોય છે જેમને રસોઇ કરવી ખૂબ ગમતી હોય છે અને તેઓ રસોડામાં પત્નીને મદદ પણ કરતા હોય છે. જો કે, સામાજિક દબાણના હેઠળ, તેઓ આ બાબતનો સ્વીકાર કરવાનો ઇનકાર કરે છે કે તેઓને રસોડામાં કામ કરવાનું પસંદ છે.

image source

3. એવું કહેવામાં આવે છે કે ‘મર્દ કો દર્દ નહીં હોતા’ પરંતુ તે એકદમ ખોટું છે. આ ફક્ત કહેવાની વાત છે. પુરુષોમાં પણ સમાન પીડાનો અનુભવ થતો હોય છે. ભાવનાત્મક કે લાગણીશીલ હોવા વિશે વાત કરીએ તો, ઘણા છોકરાઓ છોકરીઓ કરતાં પણ વધુ લાગણીશીલ (ઇમોશનલ) હોય છે. જો કે, પુરુષો આ વાત સ્વીકારવાનો ઇનકાર કરતા હોય છે.

4. જો છોકરી વારંવાર તેના પતિ અથવા બોયફ્રેન્ડની સામે તેના કોઈ પુરુષ મિત્રની પ્રશંસા કરે છે, તો તેઓ અનુભવે છે કે તેમની તુલના કરવામાં આવી રહી છે. આ બાબતથી દરેક પુરુષોને ઈર્ષ્યા જ થતી હોય છે. જો કે, તેઓ આ વાતનો સ્વીકારવાનો ઇનકાર કરતા હોય છે.

image source

5. આપણે સાંભળ્યું પણ છે અને જોઈએ પણ છે કે છોકરીઓનું ધ્યાન એના પર જ હોય છે કે કઈ છોકરીએ કયો મેક-અપ કર્યો છે અથવા કઈ છોકરીએ શું ડ્રેસ પહેર્યો છે. પરંતુ છોકરાઓ પણ આવું કરતા હોય છે. ઘણા છોકરાઓ અન્ય છોકરાઓની ફેશન સેન્સ જોવાનું પસંદ કરતા હોય છે. જો તેમને એ ફેશન ગમે તો તેઓ તેને અપનાવવામાં જરાય અચકાતા નથી. જો કે, તેઓ આ વાતનો સ્વીકાર કરવાનો ઇનકાર કરતા હોય છે.

image source

6. સારા ફેશનેબલ પોશાક પહેરવા કે શણગાર કરવો, ફક્ત છોકરીઓ જ નહીં, પણ છોકરાઓને પણ ખૂબ પસંદ હોય છે. પરંતુ આ બાબતે હરવખતે છોકરાઓ આ સ્વીકારવાનો ઇનકાર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ