11 ઓક્ટોબરે યોજાઈ રહ્યો છે રવિ પુષ્ય મહાયોગ, શુભ સંયોગમાં ખરીદદારી અને રોકાણથી સમૃદ્ધિ વધે છે

11 ઓક્ટોબર રવિવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. જ્યોતિષમાં તેને રવિ પુષ્ય યોગ કહેવામાં આવે છે. આ યોગમાં ખરીદદારી અને અન્ય શુભ કામ કરવાથી તેનો ફાયદો મળશે. તમે પણ જાણી લો કે કઈ વસ્તુની ખરીદી શુભ ગણાય છે અને કયા મૂહૂર્તમાં આ વસ્તુઓ ખરીદવાથી તેનો લાભ વધુ ઝડપથી મળી શકશે.

image source

આ સ્થિતિ વર્ષમાં ત્રણથી ચાર વાર જ બને છે. એટલે દરેક પ્રકારના શુભ કામ અને નવા કામની શરૂઆત માટે 11 તારીખના રોજ બની રહેલો શુભ સંયોગ ખૂબ જ ખાસ રહેશે. આ શુભ સંયોગમાં કરવામાં આવતું લેવડ-દેવડ, રોકાણ, ખરીદારી અને શરૂ કરેલાં કામથી ધનલાભ થાય છે.

image source

આ વર્ષનો પહેલો અને છેલ્લો રવિ પુષ્ય સંયોગ છે જે આખો દિવસ રહેશે. આ પહેલાં 12 જાન્યુઆરીએ સવારે લગભગ સાડા 4 કલાક માટે આ યોગ બન્યો હતો પછી 13 સપ્ટેમ્બરની રાતે બન્યો હતો. હવે 8 નવેમ્બરે સવારે સાડા 8 વાગ્યા સુધી જ રહેશે.

પ્રોપર્ટીમાં રોકાણ અને ખરીદારી માટે શુભ દિવસ

image source

આ યોગમાં ખરીદારી ખૂબ જ શુભ ફળદાયી હોય છે. રવિવારે પુષ્ય નક્ષત્ર હોવાથી રવિ પુષ્ય યોગ બની રહ્યો છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર સવારે 6.20 વાગ્યાથી શરૂ થશે અને રાતે 1.20 વાગ્યા સુધી રહેશે. આ દિવસે હીરાના આભૂષણ, ઇલેક્ટ્રોનિક સામાન, ઓટોમોબાઇલ, જમીન, મકાન, કપડાં અને અન્ય ખરીદારી કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. આ સિવાય જમીન અને મકાનમાં રોકાણ કરવા માંગો છો તો આ દિવસ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

27 નક્ષત્રોમાં 8મો પુષ્ય નક્ષત્ર છે

image source

જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખવામાં આવતાં 27 નક્ષત્રોમાં 8માં નંબરે પુષ્ય નક્ષત્ર હોય છે. આ નક્ષત્ર ગુરુવાર અને રવિવારના દિવસે હોવાથી મહાયોગ બને છે. રવિ પુષ્ય યોગમાં માંગલિક કાર્ય અને ખરીદારી કરી શકાય છે. સાથે જ, સોમ અને શુક્રવારના દિવસે આ નક્ષત્રનું હોવું શુભ માનવામાં આવે છે. એટલે બધા નક્ષત્રોમાં પુષ્યને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ નક્ષત્રનો સ્વામી શનિ છે.

પુષ્ય નક્ષત્રના દિવસે ખરીદી શુભ ગણાય છે

image source

સોના-ચાંદી, વાહન અને પ્રોપર્ટી ખરીદવા માટે રવિ પુષ્ય નક્ષત્રને પવિત્ર માનવામાં આવે છે. બાર રાશિઓમાં એકમાત્ર કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને પુષ્ય નક્ષત્રના બધા ચરણો દરમિયાન જ ચંદ્ર કર્ક રાશિમાં રહે છે. એટલે પુષ્ય નક્ષત્રને ધન માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ