આટલી સિક્યોરિટી ડિપોઝીટ જમા કરાવીને મેળવી શકશો જીઓ પોસ્ટપેઈડના બધા જ લાભ…

જીયો યુઝર્સે જમા કરાવવા પડશે 1800 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટના – ત્યાર બાદ મળશે જીઓ પોસ્ટપેઇડ પ્લસનો લાભ

રિલાયન્સ જિયો તરફથી તાજેતરમાં પોસ્ટડપેઇડ પ્લસ સર્વિસ અનાઉન્સ કરવામા આવી છે અને તેના પ્લાન્સ 399થી લઈને 1499 રૂપિયા સુધીના છે. આ પ્લાન્સ સબ્સક્રાઇબર્સને અનલિમિટેડ ટોકટાઇમ બેનિફિટ્સ ઉપરાંત ડેટા રોલઓવરની સુવિધા અને ફેમિલી એડ-ઓન સીમ ફેસેલિટી પણ આપે છે. જોકે, TRAIની વેબસાઇટ દ્વારા જાણવા મળ્યું છે કે આ પોસ્ટપેઇડ પ્લાન્સનુ સબસ્ક્રીપ્શન આપનાર જિયો યુઝર્સે સિક્યોરિટિ ડિપોઝિટ પણ જમા કરાવવી પડશે. યુઝર્સે 500 રૂપિયાથી લઈને 1800 રૂપિયા સુધીની સિક્યોરિટી ડિપોઝીટ તરીકે જમા કરાવવી પડશે.

image source

રિલાયન્સ જિયો ગયા મહિને પાંચ પોસ્ટપેડ પ્લસ પ્લાન્સ લાવ્યું છે, જેમાં ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટી પેક્સ અ ઇન્ટરનેશનલ રોમિંગ ઓપ્શંસ પણ આપવામા આવ્યા છે. TRAIની વેબસાઇટ પર દેખાયેલી નવી રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે જિયો પોસ્ટપેડ પ્લસની મેંબરશિપ લેનારા યુઝર્સે એક નક્કી રકમ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવવી પડશે. જોકે, રિલાયન્સ જિયોની વેબસાઇટ પર આવી કોઈ સિક્યોરિટી ડિપોઝિટનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અને TRAIની સાઇટ પર પણ ખૂબ જ નાના અક્ષરોમાં આ વિષે લખવામાં આવ્યું છે.

કયા પ્લાન પર કેટલી સિક્યોરિટી ?

image source

સામે આવેલી વિગતો પ્રમાણે, 399 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનના સબસ્ક્રાઇબર્સે 500 રૂપિયા સિક્યોરિટી, 599 રૂપિયા વાળા પ્લાન લેનાર યુઝર્સે 750 રૂપિયાની સિક્યોરિટી, 799 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન ધરાવનારે 1000 રૂપિયાની સિક્યોરિટી અને 999 રૂપિયાનું રિચાર્જ કરાવનારે 1200 રૂપિયા સિક્યોરિટી જમા કરાવવી પડશે. સૌથી પ્રિમિયમ 1499 રૂપિયાવાળા પ્લાનના યુઝર્સે 1800 રૂપિયા સિક્યોરિટી ડિપોઝીટ તરીકે ભરવાના રહેશે. જો કે એટલુ તો સ્પષ્ટ છે કે આ પ્લાન્સની સાથે જમા થનારી સિક્યોરિટીને યુઝર્સને મળતા લાભો સાથે કોઈ જ લેવા દેવા નથી.

વિવિધ પ્લેટફોર્મનું મફત સબ્સ્ક્રીપ્શન

image source

વોઇસ કોલ્સ અને ડેટા બેનિફિટ્સ ઉપરાંત જિયો પોસ્ટપેડ પ્લસ યૂઝર્સને વિવિધ OTT પ્લેટફોર્મ્સ જેમ કે નેટફ્લીક્સ, એમેઝોન પ્રાઇમ વડિયો અને ડીઝની+હોટસ્ટાર વીઆઈપીનું સબ્સ્ક્રિપ્શન પણ મળશે. આ ઉપરાંત જિયોની બધી જ એપ્લીકેશનોનો ફ્રી એક્સેસ પણ યુઝર્સને ઓફર કરવામા આવી રહ્યો છે. સાથે સાથે કેટલાક સિલેક્ટેડ પ્લાનનો લાભ જિયો પોસ્ટપેડ પ્લસ સબ્સ્ક્રાઇબર પોતાના ફેમિલી મેંબર્સને 250 રૂપિયા એક્સ્ટ્રા આપીને આપી શકે છે. કંપનીનો સૌથી પ્રીમિયમ પ્લાન 1499 રૂપિયા છે. જેમાં 300 જીબી ડેટા, 500 જીબી ડેટા રોલઓવર, ઉપરાંત અનલિમિટેડ વોઇસ તેમજ અન્ય લાભો પણ આપે છે.

image source

જ્યારથી ટેલિકોમ માર્કેટમાં જીઓએ પ્રવેશ કર્યો છે ત્યારથી અન્ય ટેલિકોમ કંપનીઓને રડવાના દિવસો આવ્યા છે. અને તેમની ઇજારાશાહી પણ સાવજ ઘટી ગઈ છે. અને વોડાફોન જેવી કંપનીએ તો ઘણું નુકસાન ભોગવવું પડ્યું હતું.

Source: Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ