રાત્રે સૂતાં પહેલાં આ ટેવો હશે તો તમે નિરાંતે ગાઢ નીંદરમાં સૂઈ જઈ શકશો.

આપણે જ્યારે નાનપણમાં આપણાં વડીલો અને માતાપિતા પાસેથી સૂવા પહેલાં પથારીમાં પડ્યાં પડ્યાં કેટલીય સારી સારી વાર્તાઓ સાંભળી હોય છે. એ સાંભળતાં સાંભળતાં જ આપણને આરામથી ઊંઘ આવી જતી એનો ખ્યાલ પણ ન રહેતો. આ તો એક ખૂબ જ શ્રેષ્ઠ રીત છે બાળકને સૂતાં – સૂતાં બોધપાઠ શીખવાડવાની અને બાળક એકાગ્ર થઈ વાર્તા સાંભળીને સૂઈ જતું હોય છે.

એજ રીતે આપણે મોટાં થઈને અનેક તણાવયુક્ત સંજોગોમાંથી પસાર થવાનું રહે છે પછી તે આખા દિવસનો થાકેલ વ્યક્તિ રાતે પણ પડખું ઘસીને માંડ ઊંઘી શકે છે. વળી પાછું સવારે જાગીને તેને બીજા દિવસની ભાગદોડમાં જોડાઈ જવાનું હોય છે. આ બધામાં એક એવી પ્રક્રિયા આપણે જાતે શોધી લેવી જોઈએ જેથી કરીને નિરાંતે ગાઢ નીંદર કરી શકો અને બીજા દિવસે વહેલાં તાજા થઈને ઊઠી જઈ શકો.

૧ ટી.વી બંધ કરી દેવું જોઈએઃ

નેટફ્લિક્સ અને વેબસિરિઝની લોકપ્રિયતા વધતી જાય છે. ટી.વી સિરિયલ્સ અને ફિલ્મો જોઈને સૂવાની ટેવને લીધે માનસિક રીતે શરીરને વધુ થાક લાગે છે. વળી જે જોયું હોય તેના વિશે વધુ વિચારો આવે છે. એમાંય હોરર કે રહસ્ય જોયું હોય ત્યારે ખાસ વિચરોએ ચડી જવાય છે. તેથી સૂવા પહેલાં ટી.વી બંધ કરી દેવું જોઈએ.

૨ સૂવા પહેલાં પરસેવો પાડોઃ

સૂવા પહેલાં ચાલવા જવું કે હળવી કસરત કરીને પથારીમાં પડવાથી શરીરને યોગ્ય થાક લાગે છે અને નીંદર આવવા લાગે છે.
૩ ચા કે કોફી વિશેઃ

અહીં દરેકનું મંતવ્ય કે ટેવ જુદાં હોઈ શકે. કોઈને સાંજ પછી ચા કોફી પી લીધા બાદ રાતે ઊંઘ ન આવવાની ફરિયાદ હોય છે. તો કોઈને સૂવા પહેલાં જ ચા પીવાની ટેવ હોય છે.
૪ હસવાની ટેવઃ

રાતે સૂવા પહેલાં હસી મજાક ભર્યું વાતાવરણ રાખવું જોઈએ. કોઈ કોમેડી ટી.વી પ્રોગ્રામ જોવું કે પુસ્તક વાંચવું જેથી હળવા ફૂલ થઈને સૂઈ શકાય.

૫ વાંચવાની ટેવઃ

કોઈ ગંભીર નવલકથા કે રહસ્યમયી વાર્તાઓ હોય કે દુખદ ઘટનાઓના સમાચાર વાંચવાને બદલે માહિતી સભર અને જ્ઞાનવર્ધક અથવા તો રોમેન્ટિક વાર્તાઓ વાંચવી જોઈએ. વાંચનથી આંખ ભારે થાય છે અને મન એકાગ્ર થઈ જવાથી ઊંઘ સારી આવે છે.
૬ પથારી સરખી કરોઃ

સૂવા પહેલાં બેડશીટ ઝાટકીને સારી રીતે ફરીથી પાથરો. સળ ન રહે એ રીતે વ્યવસ્થિત ગોઠવેલ બેડશીટ જોઈને જ તમને આરામથી સૂવાની ઇચ્છા થશે. ચાદર, ઓશિકાં અને બ્લેન્કેટ પણ સારી રીતે મૂકીને રાખવાથી નિરાંતે ઊંઘવાનું વાતાવરણ મળશે. રૂમ અસ્તવ્યસ્ત હશે તો ગુસ્સો અને ચીડ ચડશે.

૭ પાલતુ પ્રાણીઓને બહાર મૂકી દોઃ

જેમને ઘરમાં પેટસ હશે તેમને આ સૂચન નહીં ગમે. પરંતુ ઘરમાં નાનું પપ્પી કે બીલ્લી જેવાં પાલતુ હશે તો મોડી રાત સુધી તેની સાથે રમવાનું મન થશે. અથવા તો એ અડધી રાતે તમને જગાડી મૂકશે.
૮ ભૂખ લાગે તો?

જો તમને સૂઈ જવા પહેલાં ભૂખ લાગવાની ટેવ હોય તો ગરમ દૂધ કે કેળાં – સફરજન જેવો તંદુરસ્તી વર્ધક આહાર લેવો જોઈએ. એસીડીટી થાય કે પેટ બગડે અને રાતે જાગવું પડે એવું ખાવું નહીં.

૯ ઓછો પ્રકાશ રાખોઃ

જેમને રાતે સાવ અંધારું ન ગમતું હોય અથવા તો ડર લાગતો હોય અંધારાથી તેમણે કમરામાં કે બહાર પણ આછા પ્રકાશના બલ્બ રાખવા જોઈએ.
૧૦ પ્રણય ચેસ્ટા કરવીઃ

પરણિત યુગલોએ સૂઈ જવા પહેલાં શારીરિક સંબંધ માણીને શરીરને રિલેક્ષ કરીને પણ સૂવાથી અથવા પ્રેમાલાપ કરીને સૂવાથી આરામથી ઊંઘ આવી જાય છે.

૧૧ ધ્યાન ધરીને સૂવાથીઃ

એવું નથી કે માત્ર સવારે નાહી ધોઈને પૂજા – પાઠ કરીને જ ધ્યાન ધરવું જોઈએ એવું નથી. સૂઈ જવા પહેલાં પણ પથારીમાં પડ્યાં – પડ્યાં એકાગ્ર થઈને ધ્યાન ધરવું જોઈએ. શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને ધીમું સંગીત સાંભળવાથી પણ મદદ મળી શકે છે.

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

આપને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા શબ્દો અમારો ઉત્સાહ વધારશે. દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.