લગ્નના ૨૫ વર્ષ પછી પણ આ પત્ની ઝંખે છે પતિનો સાથ, આજે તેની લગ્ન વર્ષગાંઠ છે વાંચો લાગણીસભર વાર્તા…

આજે વિભા અને સુરજ ની 25 મી મેરેજ એનિવર્ષી હતી બંને બાળકો આગળ ભણવા વિદેશ ગયા છે અને આજે વિભા અને સુરજ એકલા જ છે એમણે એમની મેરેજ એનિવર્ષી ક્યારેય ઉજવી નહિ.કારણ સુરજ ને આવું બધું ગમતું નહી ..

પેહલી મેરેજ એનિવર્ષી માં જ સુરજે વિભાને કહી દીધું આવા બધા દિવસો મને યાદ રેહતા નથી એટલે તારે આવા કોઈ ખાસ દિવસ નો પ્લાન બનાવવો નહી અને ત્યાંજ વિભાને થયું કે હવે આમની જોડે વાત કરવી નક્કામી અને એ ત્યારથી પોતાની જન્મ તિથિ કે લગ્ન તિથિ ક્યારેય યાદ કરતી નહિ ..

છોકરાઓ જેમ મોટા થતા ગયા તેમ તેમ એમની જન્મ તારીખ ઉજવવાની પણ સાદાઈ થી કોઈ વધારે ધમાલ નહિ વિભાના બંને બાળકો પણ સારા કોઈ ડિમાન્ડ નહિ બસ ભંણવું અને પોતાની મસ્તી માં રેહવું અને સૂરજની બધી આજ્ઞા નું પાલન કરવું અને એમ ને એમ દિવસો વિતતા ગયા વિભા ઘર સંભાળે બાળકોનું ધ્યાન રાખે અને પોતાની નોકરી તો ખરીજ અને સુરજ બહારગામ નોકરી કરે ત્યાંજ રહે વીક માં એક વાર આવે …ત્યારેજ ઘરમાં ચાર જાણ ભેગા થાય અને બે દિવસ વીભા સૂરજને ગમતું ખાવનું બનાવે.

છોકરાં ઓ કહે પપ્પા આ તમે આવો ત્યારેજ મમ્મી સારું ખાવનું બનાવે બાકી તો અમને તો જે હોય તે ચાલે અને વિભા કહે. જુઠ્ઠાવો. તમને ભાવતું બનાવું છું. અને તમે જે ખાવ એજ હું ખાવ છું.. તોય પપ્પા ને ફરિયાદ ..અને આખું ઘર હસી મજાક બાળકો પણ ખુશ અને સોમવારથી બધા રુટિંગમાં લાગી જતા પણ આ બે દિવસ માં સુરજ વિભાને એટલો બધો પ્રેમ આપતો કે વિભા એની સામેની બધી ફરિયાદ ભૂલી જતી અને એનામાં સમાઈ જતી અને વિચારતી કે આ સમય અહીંજ થભી જાય .

આ આલિગન અને એક બીજા નું સાનિધ્ય એમને એક અઠવાડિયા ની દુરી ને ભુલાવી દેતું બાળકો પણ પપ્પાનો મમ્મી પ્રત્યે નો પ્રેમ જોઈ ખુશ રેહતા .આખું ઘર ખુશ ..જેના માતા પિતા એકબીજાને પ્રેમ કરતા હોય અને ઘર નું વાતાવરણ પ્રેમ ભર્યું હોય ત્યાં એમના બાળકો ખુલ્લા મનથી જીવે છે એમના મગજ ઉપર કોઈ તણાવ હોતો નથી અને એ બાળકો ભણવા માં પણ હોંશિયાર હોય છે. જેમ કે વિભા અને સુરજ ના આજે 25 વર્ષ થયા લગ્ન ને અને આમતો આ બહુ મોટી વાત કહેવાય કે સુખ રૂપ આટલા વર્ષો નીકળી ગયા સવારથીજ બધાની શુભેચ્છાના ફોન આવ્યા કરે આજે વિભા ઓફિસ ગઈ ત્યારે ખુબ સરસ તૈયાર થઈ ગઈ અને અને ઘર પણ ચોખ્ખું કરી પલંગ પર નવી બેડ શીટ પાથરી.

ઘરને સુગંધીદાર કરી ઓફિસ ગઈ બધાના ફોન આવ્યા પણ સવારથી સૂરજનો ફોન નથી અને વિભા મનમાં વિચારે છે કેવો?? માણસ છે કોઈ વાત યાદ રાખતો નથી..આજે તો આવવું હતું હું એકલી શું કરીશ??? વિભા ઓફીસ થી સાંજે ઘરે જાય છે અને ખુબ રડે છે .આજે એને એકલી થઇ ગઇ હોય એવું લાગે છે અને એ સૂરજને ફોન કરે છે સુરજ આજે મને તારી જરૂર હતી .મને એવું લાગે છે કે હું એકલી થઇ ગઈ છું. અનેએ ત્યાંજ સુરજ કહે છે મારે ઓફીસ માં ઓડિટ આવ્યું છે હું ઘરે ના આવી શકું અને વિભા પોતાની ફ્રેન્ડ ને ફોન કરે છે અને બહાર શોપિંગ કરવા જાય છે.અને પોતાની ઉદાસી ને .છુપાવે છે અને ખુશ હોય તેમ બહાર જાય છે.

સાંજે સુરજ નો ફોન આવે છે કાલે તું રજા મૂકી અહીં આવી જા આપણે મારા બધા મિત્રો સાથે ફરવા જવાનું છે અને વિભા કશું પણ વિચાર કર્યા વગર સવારે વહેલા નીકળી જાય છે અધીરાઈ આવી જાય એને સૂરજને મળવાની અને એ સુરજ પાસે બપોર સુધી પોંહચી રહે છે સુરજ એને લેવા આવે છે અને જાણે એકદમ અજાણ રહે છે કે એને એની મેરેજ એનિવર્ષી યાદ નથી એવું અને નોર્મલ જ રીતે વિભા જોડે વાતો કરે છે અને સાંજે એક સુંદર રમણીય જગ્યા ઉપર વિભા ને લઇ જાય છે અને વિભા આ જગ્યા જોઈ ખુશ થઇ જાય છે અને કહે છે સુરજ ખુબ સરસ જગ્યા છે.અને ત્યાંજ સુરજ એક કોટેજ બુક કરાવ્યું હોય છે તેની ચાવી લઇ આવે છે અને રૂમ ખોલી અંદર જતાની સાથેજ વિભા ને ઉંચકી લે છે અને કહે છે કેવી લાગી મારી સરપ્રાઈઝ.

વિભા આશ્ચર્ય પામે છે આ બધું અને તે પણ સૂરજ ..જેને ક્યારેય મારી મેરેજ એનીવર્સરી યાદ નથી રાખી એ આવી સરપ્રાઈઝ આપશે અને વિભા કોટેજની અંદરની સુવિધા અને પોતાની માટે તૈયાર કરેલો રૂમ. જોઈ ખુશ થઇ જાય છે અને સૂરજના આલિગનમાં સમાઈ જાય છે અને કહે છે સુરજ મને લાગે છે કે હું આજે જ પરણીને તમારી પાસે આવી છું એવું લાગે છે અને ગઈકાલનું બધું દુઃખ ભૂલી આજની મજા લે છે..અને સુરજ એનો ચહેરો પોતાના હાથમાં લઇ . કહે છે” મારી જાન” મને ખબર છે તું એકલી થઇ ગઇ છે બાળકોના ગયા પછી તને અહીં ફક્ત મારીજ યાદ આવે એ સ્વાભાવિક છે હવે હું પેહલા જેવો નથી ડાર્લિંગ હવે મને તારી વધારે ચિંતા છે અને વિભા સુરજમાં માં ડૂબી જાય છે અને એ રાત જાણે એ બેયની પ્રથમ રાત હોય તેવો અનુભવ 25 વર્ષે પણ થાય છે અને એની ખુશી બીજાં દિવસે પણ વિભા ના ચેહરા પર દેખાય છે. અને વિભા સૂરજને થેંક્યુ કહે છે આવી સરપ્રાઈઝ આપવા બદલ અને મનમાં વિચારે છે કે એવું કઈ જરૂરી નથી કે જે દિવસે આપણા લગ્ન થયા હોય તેજ દિવસને ઉજવવો જોઈએ..પણ જે દિવસને તમે ઉજવો એજ તમારી મેરેજ એનિવર્ષી નો દિવસ માનવો.

લેખક : નયના નરેશ પટેલ

સુંદર પતિ પત્નીની પ્રેમકહાની. દરરોજ આવી અનેક અલગ અલગ વિષયની વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.