ગુજરાતી રીત રીવાજથી પૂર્ણ થયા અંબાણી પરિવારના લગ્ન, જુઓ વિડીઓ નાક પણ ખેંચવામાં આવ્યું હતું…

શ્લોકા અને આકાશ અંબાણી હાલ લગ્નના બંધનમા બંધાઈ ચૂક્યા છે. આ વર્ષનો જો કોઈ સૌથી ખર્ચાળ લગ્ન પ્રસંગ હોય તો તે છે આકાશ અંબાણીના લગ્ન. જેમાં દેશ વિદેશમાથી નામચીન હસ્તીઑ આવી પહોંચી હતી અને આખું બૉલીવુડ તો ચાર ચાંદ લગાવી રહ્યું સી=હતું. આકાશ અંબાણીના લગ્નના ઘણા ફોટા અને વિડીયો વાયરલ થયા છે જેમાં એક વાયરલ વિડિયોમાં આકાશના સાસુ આકાશનું નાક ખેંચતા જોવા મળ્યા હતા.

સાસુમાં નાક ના ખેંચી શકે એ માટે કરાયા હતા ઘણા પ્રયાસો –

તમને વિડિયોમાં જોવા મળશે કે જ્યારે આકાશના સાસુમાં પોખતાં સમયે નાક ખેંચી રહ્યા હતા ત્યારે જાનૈયાઓએ ઘણા પ્રયાસો કર્યા કે આકાશનું નાક તેમના સાસુમાં ન ખેંચી શકે. પરંતુ સાસુ મોના મહેતા નાક ખેંચવાની આ રસમ નિભાવવામાં સફળ રહે છે.

લગ્ન પછી આંબાની પરિવારે કરાવ્યુ ફોટો શૂટ –

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન પછી એક ફોટોશૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવાર ના ફોટોશૂટ પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની દ્વારા કરવામાં આવ્યા હતા. આ ફોટોશૂટ માં શ્લોકાએ સવ્યસાચીના ડિઝાઇન કરેલ ચોલી પહેર્યા હતા. જ્યારે આકાશે સ્ટેન્ડ પટ્ટીના કોલરવાળો બ્લેક કુર્તા અને સફેદ પાયજામો પહેર્યો હતો.ઉપરાંત વરવધુ સાથે આખા અંબાણી પરિવારે રોયલ ફોટોશૂટ કરાવ્યો છે.

આકાશ ની જ્યારે જાન જતી હતી ત્યારે આખો અંબાણી પરિવાર એક થીમમાં જોવા મળ્યો હતો. આખા પરિવારે પિન્ક કલરના જ કપડાં પહેર્યા હતા. ઉપરાંત આ અંબાણી પરિવાર દ્વારા કરેલ રોયલ ફોટોશૂટમાં નીતા અંબાણી, મુકેશ અંબાણી, આકાશ,શ્લોકા, ઈશા અને આનંદ પીરામલ બધા એક સાથે જોવા મળી રહ્યા છે.

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

આપને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા શબ્દો અમારો ઉત્સાહ વધારશે. દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.