રેલ્વેના બધા ઈમરજન્સી નંબર બંધ, 12 ભાષામાં કામ કરશે ફ્કત આ 1 નંબર, જેમાં મળશે આટલી બધી સુવિધાઓ, જાણો અને નોંધી લો આ નંબર

મિત્રો, આપણા ભારતીય રેલ્વે દ્વારા યાત્રીઓની સુવિધા વધારવા માટે બધા જ ઈમરજન્સી નંબરની સેવાઓને બંધ કરવા માટેનુ કાર્ય હાથ ધરવામા આવ્યુ છે. આ સાથે જ તેમણે માત્ર એક જ નંબર પર ફરિયાદ, સમસ્યા અને સૂચનો માટેની વ્યવસ્થા કરી છે. આજથી હવે તમારે રેલ્વે સાથે સંકળાયેલ કોઈપણ તકલીફમા મદદ મેળવવા માટે ફક્ત એક જ નંબર યાદ રાખવાનો રહેશે અને આ નંબર છે ૧૩૯. રેલ્વે આ નંબર દ્વારા તમારી તમામ સમસ્યાઓને દૂર કરશે.

image source

રેલ્વે મંત્રાલય દ્વારા હાલ ટ્વિટ કરીને એવુ કહેવામા આવ્યુ છે કે, કોઈપણ પૂછપરછ ના કાર્ય માટે, ફરિયાદ માટે અથવા તો મદદ માટે ફક્ત એક જ હેલ્પલાઈન નંબર રહેશે અને એ છે ૧૩૯.

image source

અહી લોકો પોતાની તમામ ફરિયાદ અને સમસ્યાઓનુ સમાધાન મેળવી શકશે. લોકોને નંબર યાદ રાખવા માટે સરળતા રહે તે માટે આ વ્યવસ્થા કરવામા આવી છે. આ ઉપરાંત રેલ્વેએ એ પણ જણાવ્યુ છે કે, આ નંબર સિવાય તે હજુ પણ કદાચ કોઈ એક નવો નંબર બહાર પાડશે.

રેલ્વે મંત્રાલય દ્વારા ટ્વિટમા એ વાત પણ સ્પષ્ટ થઇ હતી કે, ૧૩૯ નંબરને અન્ય તમામ નંબરથી મળતી સુવિધાઓ સાથે જોડી દેવામા આવ્યો છે અને અન્ય નંબરો જેમકે ૧૮૨ નંબર અને ૧૩૮ નંબર વગેરેની સેવાઓ બંધ કરી દેવામા આવી છે. આ નવા નંબર ૧૩૯ પર યાત્રીઓને બાર જેટલી ભાષાઓમા ખુબ જ સરળ માહિતી મળી રહેશે.

image soucre

યાત્રીઓના મનમા એક પ્રશ્ન હમેંશા રહેશે કે, રેલ્વે મંત્રાલય દ્વારા જાહેર કરવામા આવેલા ૧૩૯ નંબરમા કઈ-કઈ સુવિધાઓ મળશે? તો તેનો જવાબ એવો છે કે, અહી આ નંબર પર યાત્રીઓને પી.એન.આર., ટ્રેનની સ્થિતિ, ટ્રેનની અવરજવરનો સમય અને આ સાથે જ એસ.એમ.એસ.ની સુવિધા, ટિકિટ કેન્સલેશનની સુવિધા, ટ્રેનમાં સીટ છે કે નહી તેવી તમામ માહિતી ખુબ જ સરળતાથી મળી રહેશે.

image soucre

જો તમે આ ૧૩૯ પર કોલ કરો છો ત્યારે તમારી પાસે ૧-૯ સુધીના વિકલ્પ રહેશે. તમે ૧ નંબર પર સુરક્ષા અને મેડિકલ ઈમરજન્સી, ૨ નંબર પર પૂછપરછ જેમકે, પી.એન.આર., ભાડાની માહિતી કે ટીકિટ બુકિંગની માહિતી, ૩ નંબર પર કેટરિંગની ફરિયાદ, ૪ નંબર પર સામાન્ય ફરિયાદ, ૫ નંબર પર સતર્કતા અને ભ્રષ્ટાચારની ફરિયાદ, ૬ નંબર પર ટ્રેન દુર્ઘટના અંગેની સૂચના અને ૯ નંબર પર જૂની ફરિયાદની સ્થિતિ જાણી શકો છો. આ સિવાય હેશ દબાવીને તમે કોલ સેન્ટર અધિકારી સાથે પણ વાત કરી શકો છો. તો આ વાતને ભૂલ્યા વગર્ફ નોંધી લેજો, ધન્યવાદ !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ