રસોઈની આ 1 ચીજની મદદથી ચમકાવી લો તમારો ચહેરો, નિખાર જોઈને તમને પણ નહીં આવે વિશ્વાસ

સ્ત્રી હોય કે પુરુષ દરેકને સુંદર દેખઆવવાની ઘેલછા હોય છે. આ માટે તેઓ રોજની સ્ટ્રેસ ભરી લાઈફથી થોડી રાહત ઈચ્છે છે અને સાથે જ તેઓ અનેક બ્યૂટી પ્રોડક્ટસનો ઉપયોગ કરવાની મહેચ્છા રાખે છે. એ એટલા માટે કેતેઓએ ઓફિસમાં આખો દિવસ ફ્રેશ, સુંદર અને પ્રેઝન્ટેબલ રહેવાનું હોય છે.

image source

આ માટે જરૂરી છે કે તેમની સ્કીન સુંદર અને નિખાર વાળી હોય. આ માટે જો તમે બજારના કેટલાક મોંઘા પ્રોડક્ટ્સ પણ લાવો છો તો તમારી સ્કીન થોડો સમય સારી રહે છે પણ લાંબા ગાળે તેને મુશ્કેલી થઈ શકે છે. તમારો ચહેરો થોડા દિવસ સુંદર દેખાય છે પણ તમે તે પ્રોડક્ટ નહીં વાપરો તો તમારી સ્કીન ખરાબ દેખાય છે.

તો આજે તમે આ મોંઘી પ્રોડક્ટ વાપરવાનું બંધ કરો અને સાથે જ જાણી લો તમારી રસોઈમાં રહેલી હળદરનો ઉપયોગ કરવાની રીત. તેની મદદથી તમે સસ્તામાં અને સરળતાથી તમારો ચહેરો ચમકાવી શકો છો.

image source

હળદરની મદદથી તમે સસ્તામાં ઘરે જ તમારા ચહેરા પર ગજબનો નિખાર લાવી શકો છો. તેનો પેક બનાવીને તમે તેને ઉપયોગમાં લઈ શકો છો.

હળદરનો સ્ક્રબ સન ટેન અને ત્વચાની સફાઈ કરવામાં મદદ કરે છે. તેને બનવવા માટે અડધી ચમચી હળદર પાવડક, 1 ચચમચી દહીંમાં મિક્સ કરો. આ પેસ્ટને ફેસ પર 15 મિનિટ માટે લગાવો અને તેને ઠંડા પાણીથી ધોઈ લો. હળદર સ્કીન સાફ કરશે અને દહીંથી સ્કીન નરમ રહેશે.

image source

આ પેસ્ટ બનાવવા માટે મધ અને હળદરમાં થોડા ટીપા ગુલાબજળના મિક્સ કરો. પછી આ પેસ્ટને ગરદન અને ચહેરા પર લગાવો. આ પેસ્ટ ફેસ પરની કરચલીઓ હટાવે છે અને સાથે તેને અઠવાડિયામાં 2 વાર લગાવવાથી તમને જાતે જ તેનું ખાસ પરિણામ જોવા મળી શકે છે.

હળદરને લોટની સાથે મિક્સ કરો. શક્ય હોય તો બેસન લો તો સારું. તેમાં મધ અને દૂધને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને ફેસ પર લગાવો. આ પેસ્ટને લગાવ્યા બાદ તે સૂકાય એટલે તેને સારી રીતે ધોઈ લો. તમે સ્કીન પરનો ફરક જાતે જ જોઈ શકશો.

image source

અન્ય પેકમાં તમે એક વાટકીમાં હળદર, ચંદન અને દૂધને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો અને ફેસ પર એપ્લાય કરીને 3 મિનિટ સુધી તેની મસાજ કરો. આ પછી તેને ફેસ પર લગાવો. આ પેસ્ટ સૂકાઈ જાય એટલે તેને ધોઈ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત