વેક્સિનેશન 2.0: વેક્સિન લીધા બાદ શરીરમાં શું થાય છે અસર, કોણે ના લેવી જોઇએ આ રસી, જાણો કંપનીએ જણાવેલી આ તમામ સાઇડ ઇફેક્ટ વિશે

દેશભરમાં 1 માર્ચથી બીજા તબક્કાનું વેક્સીનેશન શરૂ થયું છે જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો જેમને સરકારે નક્કી કરેલી 20 બીમારીમાંની કોઈ પણ ગંભીર બીમારી છે તો તેમને વેક્સીન મળી શકે છે. આ માટે દેશમાં 50 લાખ લોકોએ વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાંથી 6.44 લાખ લોકોને સોમવારે વેક્સીનની અપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી.

image source

પહેલા દિવસે પીએમ મોદીએ કોવેક્સીનની વેક્સીન લીધી. અન્ય દિવસે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અનેક મંત્રીઓએ વેક્સીનના પહેલા ડોઝ લીધા છે. તેઓએ કહ્યું કે વેક્સીનને લઈને લોકોમાં હજુ પણ અનેક પ્રકારના ડર છે. લોકો વેક્સીનને લગાવતા પહેલા કન્ફર્મ કરવા ઈચ્છે છે કે કોવિશીલ્ડ કે કોવેક્સીન લગાવ્યા બાદ શરીરમાં કયા લક્ષણો દેખાઈ રહ્યા છે.

સરકારે કહ્યું છે કે કોવિશીલ્ડ અને કોવેક્સીન બંને વેક્સીન સેફ છે. પણ તેના કેટલાક સામાન્ય સાઈડ ઈફેક્ટ છે. આ વેક્સીન બનાવનારી કંપનીઓએ વેક્સીનેશન બાદ શરીર પર સંભવિત સાઈડ ઈફેક્ટને વિશે પોતાની વેબસાઈટ પર ફેક્ટ શીટ શેર કરી છે.

image source

કોવેક્સીન કોણે ન લેવી જોઈએ

  • જે લોકોને એલર્જી, તાવ, લોહીની સાથે જોડાયેલી બીમારી છે કે લોહી પાતળું રહે છે તેઓએ વેક્સીન લેવી નહીં.
  • એવા લોકો જે કોઈ દવા કરાવી રહ્યા છે જેનાથી તમારી ઈમ્યુન સિસ્ટમ પ્રભાવિત થાય છે તેઓએ પણ વેક્સીન લેવી નહીં.
  • પ્રેગનન્ટ મહિલાઓ, બ્રેસ્ટ ફિડિંગ કરાવતી માતાઓ અને હાલમાં કોઈ વેક્સીન લીધી હોય તેવી મહિલાઓ કે વ્યક્તિઓએ કોવેક્સીનની વેક્સીન લેવી નહીં.
  • વેક્સીનેશનની દેખરેખ કરનારા વેક્સીન અધિકારી દ્રારા નક્કી કરાયેલા સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ મળે તો પણ વેક્સીન લેવી નહીં.

શું છે કોવેક્સીન વેક્સીનની સાઈડ ઈફેક્ટ

image source

કોવેક્સીનની સામાન્ય સાઈડ ઈફેક્ટ છે. તેમાં ઈન્ફેક્શનની જગ્યા પર દર્દ, સોજા, લાલ નિશાન, ખંજવાળ, ઉપરના ભાગમાં ગટ્ઢા અનુભવવા, ઈન્જેક્શન વાળા હાથમાં નબળાઈ, શરીરમાં દર્દ, માથુ દુઃખવું, તાવ, અસ્વસ્થતા, ચકામા પડવા, જીવ મચલાવવો અને ઉલ્ટી સામેલ છે.

કંપનીએ કહ્યું કે ઘણી ઓછી શક્યતા છે કે વેક્સીન ગંભીર એલર્જી રિએક્શનનું કારણ બને છે. આ ગંભીર પ્રતિકૂળ ઘટનાના સંકેતમાં શ્વાસ લેવામાં તકલીફ, ચહેરા અને ગળામાં સોજા, ઝડપથી ચાલતી હાર્ટ બીટ્સ અને આખા શરીર પર ચકામા, ચક્કર આવવાનું અને નબળાઈ સામેલ છે.

image source

કોવિશીલ્ડની વેક્સીન કોણે ન લગાવવી

  • સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની ફેક્ટ શીટ કહે છે કે જે લોકોને ક્યારેય કોઈ દવા, ભોજન, કોઈ વેક્સીન બાદ એલર્જીનું ગંભીર રિએક્શન હોય છે તેઓએ આ વેક્સીન ન લેવી.
  • જે લોકોને તાવ કે લોહીની બીમારી કે લોહી પાતળું થવાની તકલીફ છે તેઓએ વેક્સીન લેવી નહીં.
  • ઈમ્યૂનો કમ્પ્રોમાઈઝ્ડ લોકો જે એવી દવા પર હોય છે જે ઈમ્યૂન સિસ્ટમને ઈફેક્ટ કરે છે તેઓએ પણ વેક્સીન લગાવવી નહીં.
  • જે ગર્ભવતી કે ગર્ભવતી થવાનો પ્લાન કરી રહ્યા છે અને બ્રેસ્ટ ફીડિંહ કરાવનારી મહિલાઓને પણ વેક્સીન લેવી નહીં.
  • જે લોકોને એક અને એન્ટી કોવિડ વેક્સીન લીધી છે તેઓએ કોવિશીલ્ડ લેવી નહીં.
  • જે લોકોને આ વેક્સીનના પહેલા ડોઝ બાદ રિએક્શન થયું છે તેઓએ પણ દવા લેવાનું ટાળવું જોઈએ.
image source

કોવિશીલ્ડની શું છે સાઈડ ઈફેક્ટ – આ વેક્સીનની સામાન્ય સાઈડ ઇફેક્ટમાં દર્દ, ગરમી, લાલ નિશાન અને ખંડવાળ કે સોજા આવી શકે છે.

વ્યક્તિ અસ્વસ્થ, થાક અનુભવે છે. ઠંડી લાગવી કે તાવ આવવો કે માથું દુઃખવું, સાંધામાં દુખાવો થવો, ઈન્જેક્શન વાળી જગ્યા પર ગાંઠ, બીમારી થવું ઉલ્ટી, તાવ, હાઈપર ટેન્શન, ગળામાં ખારાશ, નાક વહેવું, ખાંસી કે સામાન્ય ઠંડી જેવા લક્ષણો છે. અસામાન્ય સાઈડ ઈફેક્ટમાં ચક્કર આવવા, ભૂખ ઘટી જવી, પેટમાં દર્દ, વધેલા લિમ્ફ નોડ્સ, વધુ પરસેવો, સ્કીન પર ખંજવાળના કારણે દાણા થવા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!