2020નું વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવું રહેશે 12 રાશિઓ માટે જાણો અહીં

2020નું વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવું રહેશે 12 રાશિઓ માટે જાણો અહીં

નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરવાનો ઉત્સાહ ચરમસીમાએ હશે. 2019ના વર્ષને અલવિદા કહી લોકો 2020ને આવકારશે. તેવામાં લોકો નવા વર્ષમાં પોતાનું ભવિષ્ય કેવું રહેશે તે જાણવા પણ ઉત્સુક હોય છે.

image source

નવા વર્ષમાં આર્થિક સ્થિતિ કેવી રહેશે, સ્વાસ્થ્ય કેવું રહેશે વગેરે વિશે જાણવા લોકો આતુર હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે વર્ષ 2020 બાર રાશિઓના જાતકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવું સાબિત થશે.

મેષ રાશિ

આ જાતકોએ વર્ષ દરમિયાન સ્વાસ્થ્યને લઈ સાવધાન રહેવું જરૂરી છે. ખાસ કરીને ઘરના વડીલોનું સ્વાસ્થ્ય ખાસ ધ્યાનમાં રાખવું. ઘરમાં સફાઈનું ખાસ ધ્યાન રાખવું, જેથી બીમારી તમારાથી દૂર રહે.

વૃષભ રાશિ

આ રાશિના જાતકોનું આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્રિત ફળ આપશે. જે જાતકોને કબજિયાત જેવી પેટની તકલીફો છે તેમને 23 ડિસેમ્બર સુધી સ્વાસ્થ્ય બાબતે સતર્ક રહેવું. નિયમિત દિનચર્યાનું પાલન કરવું અને શરીરને આરામ આપવો.

મિથુન રાશિ

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ રાશિના જાતકોનું વર્ષ નરમ-ગરમ પસાર થશે. એસિડિટી, ગેસ જેવી તકલીફોથી બચવાનો પ્રયત્ન કરો. નાના-મોટા અકસ્માત થઈ શકે છે. કારણ વિના ટેન્શન લેવાનું પણ ટાળો.

કર્ક રાશિ

સ્વાસ્થ્ય સંબંધી બાબતોમાં આ વર્ષ સામાન્ય રહેશે. આ વર્ષે સાંધાના દુખાવા જેવી તકલીફો થશે. આ વર્ષે કામમાં વ્યસ્તતા પણ રહેશે જેનાથી સ્વાસ્થ્ય નબળુ થઈ શકે છે. સ્પોર્ટસ સાથે જોડાયેલા લોકો માટે વર્ષ ઉત્તમ છે. ફાસ્ટફૂડ લેવાનું ટાળજો.

સિંહ રાશિ

નવા વર્ષમાં સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. ખાણીપીણીની આદતો બદલો તે જરૂરી છે. ફિટનેસ વધે તે માટે તેલ-મસાલા અને બહારની વસ્તુઓનું સેવન કરવાનું ટાળો. બેદરકારીથી પેટની તકલીફો થઈ શકે છે.

કન્યા રાશિ

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ કાયાકલ્પ કરનારું હશે. તમે ફિટનેસ પ્રત્યે સજાગ રહેશો અને સ્વાસ્થ્યનું ધ્યાન પણ સારી રીતે રાખી શકશો. જો કે વર્ષ દરમિયાન માથાનો દુખાવો, શરદી, તાવ જેવી તકલીફો થશે પણ વધારે સમસ્યા નહીં સર્જે.

તુલા રાશિ

આ વર્ષે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. ખાણીપીણીની આદતોમાં ફેરફાર કરો નહીં તો પસ્તાવો થશે. સ્વાસ્થ્યને સુધારવા માટે તેલ-મસાલાનો ઉપયોગ ઘટાડો. બેદરકારીથી મોટી તકલીફમાં પડી જશો.

વૃશ્ચિક રાશિ

આ વર્ષે સ્વાસ્થ્ય સંબંધી બાબતોમાં સાવધાની રાખો. વધારે પડતા મસાલાવાળા ખોરાક લેવાનું ટાળો. ખોરાક પર ધ્યાન નહીં આપો તો એસિડિટી, બીપી જેવી બીમારી થઈ શકે છે. 10 સપ્ટેમ્બર પછીના ચાર માસ દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે.

ધન રાશિ

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષમાં પેટ, માથું, કમર તકલીફ કરાવી શકે છે. અન્યથા વર્ષ દરમિયાન શરીરમાં ઊર્જા જળવાઈ રહેશે અને તરોતાજા રહી શકો છો.

મકર રાશિ

શરીરમાં જૂના રોગ હશે તો પરેશાન થઈ શકે છે. પરંતુ સમયસર સારવાર લેશો તો તમારી સમસ્યાનું સમાધાન જરૂર મળશે. પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ રાશિ

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ સતર્ક રહેવા સુચવે છે. જીવનસાથીની ખાણીપીણીની આદતો પણ સુધારો. કમરનો દુખાવો સતાવી શકે છે, જો કે વર્ષાંતે તેનાથી તમને મુક્તિ મળશે.

મીન રાશિ

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફિટ રહેશો. ખાણીપીણી પર વિશેષ ધ્યાન આપો. જીવનસાથીને પણ સ્વસ્થ્ય ખાણીપીણી લેવા પ્રોત્સાહન આપો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ