વાંદરાનો અને પોલીસકર્મીનો આ વિડીયો જોઇને તમે નહિં રોકી શકો તમારું હસવાનું

ઈન્ટરનેટની દુનિયામાં ઘણા પ્રકારના વીડિયો અને ફોટો વાઇરલ થઈ જાય છે, જેને સોશિયલ મીડિયામાં પસંદ કે નાપસંદ કરવામાં આવે છે.

ટ્વીટર પર થોડાક દિવસોથી એક ૫૩ મિનિટની કલીપ ખૂબ વાઇરલ થઈ રહી છે. જેમાં એક વાંદરો એક પોલીસકર્મીના ખભા પર બેઠું છે અને આ વાંદરૂ તેના માથામાંથી જુઓ કાઢી રહ્યું છે.

ત્યાંજ તે પોલીસકર્મી પોતાના કામમાં વ્યસ્ત દેખાઈ રહ્યો છે. આ વીડિયો ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાના એક પોલીસ સ્ટેશનનો છે.

image source

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોલીસકર્મી કેટલીક ફાઇલ તપાસી રહ્યા છે અને વાંદરાને કહે છે કે હવે ઉતરી જા, જવું છે તેને, ચલો ઉતરો ભાઈ, ઉતરો ભાઈ ઉતરો. આ વીડિયોને અતિરિક્ત પોલીસ અધિક્ષક રાહુલ શ્રીવાસ્તવે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે.

તેમણે આ વીડિયો શેર કરતા લખે છે કે પીલીભીતના આ ઇન્સ્પેકટર સાહેબનો અનુભવ જણાવે છે કે જો આપ કામ કરવામાં વ્યવધાન નથી ઇચ્છતા તો અરીઠા, શિકાકાઈ કે કોઈ સારા શેમ્પુનો ઉપયોગ કરવો.

આ વીડિયોમાં કેટલાક પોલીસકર્મી આ વાંદરાને ઇન્સ્પેક્ટરના ખભા પરથી ઉતારવા માટે કેટલાક પ્રયોગો વિશે વાત કરી રહ્યા છે. તેમાંના એક પોલીસકર્મી કહે છે કે વાંદરાને કેળું બતાવો, તે ત્યાંથી તરત જ હટી જશે. બીજો પોલીસકર્મી કહે છે કે આ બધા વાળ સાફ કરી દેશે.

આપ પણ વીડિયો જોવો.:

પીલીભીતના આ ઇન્સ્પેકટર સાહેબનો અનુભવ જણાવે છે કે જો આપ કામમાં કોઈ વ્યવધાન નથી ઇચ્છતા તો અરીઠા, શિકાકાઈ કે સારા શેમ્પુનો ઉપયોગ કરવો.

આ વીડિયોને ૮ ઓક્ટોબરના દિવસે ટ્વીટ કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં ૨૭ હજારથી વધારે વખત જોવાઇ ચુક્યો છે. તેમજ આ વીડિયોને ૨૧૦૦થી વધારે લોકોએ લાઈક કર્યો છે જ્યારે ૫૦૦ થી વધારે લોકોએ આ વીડિયોને રિટ્વીટ કર્યો છે.

image source

એક ટ્વીટર યુઝર એન આર કદમ લખે છે કે સકારાત્મક પક્ષ પણ જોવો સર. માથા પર મુસીબત બેઠી છે તો પણ કામમાં તલ્લીન છે. નહિતર આજકાલ નેતાઓ, બાબાઓના મસાજવાળા વીડિયો વધારે સામે આવી રહ્યા છે.

image source

અનુપમ તિવારી લખે છે કે કંઈપણ હોય ઇન્સ્પેકટર સાહેબ આટલી વાર સુધી સહન કરી લીધા બજરંગ બલીને. એનાથી દેખાય છે કે ઇન્સ્પેકટર સાહેબ જનતાની સમસ્યાઓને ગંભીરતાથી લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ