રણવીરે ભાડે લીધેલા ફ્લેટનુ ભાડુ જાણશો તમને થશે કે પૈસાની છે રેલમછેલ!

દીપીકાના ફ્લેટની નજીકના ફ્લેટ માટે રણવીર મહિનાના લાખો રૂપિયાનું ભાડુ ચૂકવે છે

દીપિકા અને રણવીર ઓફ સ્ક્રીન અને ઓન સ્ક્રીન હંમેશા તેમના ફેન્સના માનસપટ પર છવાયેલા રહે છે. તેમની ફિલ્મોમાં તેઓ સતત સફળતા મેળવી રહ્યા છે તો તેમણે સફળ રીતે પોતાના લગ્નજીવનનું પ્રથમ વર્ષ પણ પૂરુ કર્યું છે અને આજે પણ જાહેરમાં જાણે નવા-નવા પ્રેમી પંખીડા હોય તેવી હુંફ એકબીજા માટે ધરાવે છે અને તેને છતી કરતાં પણ સંકોચાતા નથી.

image source

આ જોડીએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામ લીલામાં પ્રથમવાર કામ કર્યું હતું. બસ ત્યારથી જ રણવીર દીપિકાનો દીવાનો થઈ ગયો હતો અને છેવટે દીપિકા પણ તેના પ્રેમમાં પડી હતી. અને બસ પછી તો તેઓ એકબીજાની કેમેસ્ટ્રીથી એક પછી એક હીટ ફિલ્મો આપતા ગયા અને સાથે સાતે એકબીજાની નજીક આવતા ગયા.

image source

છેવટે છ વર્ષના ડેટીંગ પિરિયડ બાદ તેમણે 14 નવેમ્બર 2018ના રોજ ઇટાલીના લેક કોમો ખાતે લગ્ન કરી લીધા. તેમના લગ્નમાં માત્ર અંગત કુટુંબીજનો તેમજ મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું જો કે તેમણે લગ્ન બાદ મિત્રો માટે ભવ્ય રીસેપ્શન પણ આપ્યું હતું.

image source

બોલીવૂડ સ્ટાર્સની જેમ આ જોડી પણ મુંબઈમાં કેટલીક પ્રોપર્ટી ધરાવે છે. દીપીકા પદુકોણ મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં 33 માળની લક્ઝરિયસ બિલ્ડિંગ બ્યોમોન્ડે ટાવર્સ માં 26માં માળે એક 4બીએચકે ફ્લેટ ધરાવે છે જે તેણે લગભગ દસ વર્ષ પહેલાં 16 કરોડમાં ખરીદ્યો હતો.

image source

મળેલા અહેવાલ પ્રમાણે, રણવીર સિંઘે તે જ બિલ્ડિંગમાં બીજો એક 4 બીએચકે ફ્લેટ ભાડે લીધો છે. જે તે આવતા ત્રણ વર્ષ માટે રાખશે. અને આ ફ્લેટ માટે તે શરૂઆતના બે વર્ષ દર મહિને 7.25 લાખનું ભાડું ચૂકવશે અને છેલ્લા વર્ષમાં તે દર મહિને 7.97 લાખનું ભાડુ ચુકવશે.

image source

રણવીરે આ ફ્લેટ શા માટે ભાડે લીધો છે તેનો કોઈ ઉદ્દેશ હજુ સુધી સામે નથી આવ્યો. પણ મહિનાનું આટલુ બધું ભાડુ જાણીને લોકોની આંખો પહોળી થઈ ગઈ છે. સામાન્ય લોકોના ફ્લેટની સાતમાં ભાગની કીંમતનું તો તે માત્ર મહિનાનું ભાડુ જ ભરી રહ્યો છે.

image source

રણવીર-દીપીકા ફરી એકવાર પરદા પર સાથે જોવા મળશે અને તે પણ પતિ-પત્ની તરીકે. રણવીર – દીપિકા કબીર ખાન દીગ્દર્શીત ફિલ્મ ’83 કરી રહ્યા છે જે ભારતીય ક્રીકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપીલ દેવ પર આધારીત છે. તેમાં રણવીર કપીલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે જ્યારે દીપીકા કપીલ દેવની પત્ની રોમી દેવનું પાત્ર ભજવી રહી છે. થોડા સમય પહેલાં રણવીર – દીપિકા – કબીર ખાનની ક્રીકેટ રમતી વિડિયો તેમ તસ્વીરો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી જે લોકોને ખૂબ પસંદ આવી હતી.

image source

જો કે હાલ દીપિકા પોતાની આવનારી ફિલ્મ છપાકના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 10 જાન્યુઆરીના રોજ રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં દીપિકાની ઓપોઝિટ વિક્રાન્ત મેસી પણ જોવા મળશે. આ ફિલ્મનું ડીરેક્શન મેઘના ગુલઝારે કર્યું છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગરવાલના સંઘર્ષ પર આધારીત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ