આ ટાપુની ખાસિયત વાંચીને તમને પણ થશે આશ્વર્ય

તાજેતરમાં જ આપણે અહીં જેન્તીલાલ ડોટ કોમનાં જાણવા જેવું વિભાગમાં એક અજબ-ગજબ હોટલ વિષે જાણ્યું હતું જે બે દેશો વચ્ચે આવેલી હતી. જે લોકોને એ આર્ટિકલ વાંચવાનો ચૂકાય ગયો હોય તેમને જણાવી દઈએ કે એ હોટલનું નામ અર્બેજ હોટલ છે અને તે ફ્રાન્સ અને સ્વિત્ઝર્લેન્ડ એમ બન્ને દેશોની બરાબર વચ્ચે આવેલી છે.

image source

જયારે આજે પણ અમે તમારા માટે એવી જ વધુ એક રસપ્રદ માહિતી લઈને આવ્યા છીએ. આપણે વાત કરીશું એક એવા ટાપુ વિષે જેનો વિસ્તાર તો નાનો એવો છે પણ ટાપુની માલિકી બે દેશોની છે. નવાઈ લાગીને ?

તો થી જાવ તૈયાર અમે આપને જણાવીશું કે આ ટાપુ ક્યાં સ્થિત છે અને ટાપુ પર ક્યા ક્યા બે દેશની માલિકી છે ?

image source

વિશ્વના લગભગ ટાપુઓ પર કોઈ એક દેશની માલિકી હોય છે પણ ફ્રાન્સ અને સ્પેન વચ્ચે આવેલા એક ટાપુ પર બન્ને દેશો એટલે કે ફ્રાન્સ અને સ્પેન બંનેનો માલિકી હક છે. એટલું જ નહિ પરંતુ આ જગ્યાને લઈને બન્ને દેશો વચ્ચે વાળ-વિવાદ પણ નથી થતો. ઉલ્ટાનું બન્ને દેશો વચ્ચે એવા કરાર થયેલા છે કે બંને દેશોએ 6 – 6 મહિના સુધી વારાફરતી આ ટાપુની માલિકી જાળવવી.

image source

ફીજેન્ટ નામથી ઓળખાતો આ ટાપુ બહુ મોટો નથી. ટાપુની કુલ લંબાઈ માંડ 200 મીટર અને પહોળાઈ 40 મીટરની છે. દર વર્ષના ફેબ્રુઆરીથી જુલાઈ મહિના સુધી ટાપુ સ્પેનનો ગણાય છે જયારે ઓગસ્ટથી આવનાર વર્ષના જાન્યુઆરી મહિના સુધી ટાપુ ફ્રાન્સનો ગણાય છે. નવાઈની વાત એ છે કે ટાપુની આ રીતે માલિકી હક્કની અદલા-બદલીની પરંપરા આજકાલની નહિ પરંતુ 350 વર્ષ જૂની છે.

image source

હાલમાં તો બન્ને દેશો વચ્ચે ટાપુની માલિકી હક્ક વિષે કોઈ વાળ વિવાદ નથી પણ એક સમય એવો પણ હતો કે આના માટે ફ્રાન્સ અને સ્પેન વચ્ચે લડાઈ થઇ હતી. જો કે ત્યારબાદ ત્રણ મહિના સુધી ચાલેલી મંત્રણાના પરિણામે વર્ષ 1659 માં બંને દેશો વચ્ચે એક સંધી થઇ. પાઇનીસની સંધી તરીકે ઓળખાતી આ સંધીમાં બન્ને દેશોએ ફીજેન્ટ ટાપુ પર વારાફરતી 6 – 6 મહિના માલિકીહક્ક ભોગવવાની વાતનો સ્વીકાર કરી હસ્તાક્ષર કર્યા હતા.

image source

સાથે સાથે બન્ને દેશોની સરહદો પણ નક્કી કરવામાં આવી હતી. આ સંધીની સાથે બન્ને દેશો વચ્ચે શાહી સંબંધો પણ શરુ થયા કેમ કે એ જ સમયે ફ્રાન્સના રાજા કિંગ લુઈસ XIV અને સ્પેનના રાજા કિંગ ફિલિપ IV ની દીકરીના એકબીજા સાથે લગ્ન કરવામાં આવ્યા હતા.

image source

ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ અને સ્પેન વચ્ચે સ્થિત બિદાસો નદી પર સ્થિત આ ટાપુને સ્થાનિક લોકો ફેંસેન્સ ટાપુના નામથી પણ ઓળખે છે. ટાપુનો વિસ્તાર નાનો હોવાથી અહીં કોઈ રહેતું નથી. તેમજ નદીના પાણીના વહેણ અને ટાપુની યોગ્ય જાળવણીના અભાવે ટાપુનો અડધાથી વધુ વિસ્તાર ધોવાઈ થઇ ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ