નોન વેજ વાનગીઓ છોડી બોલિવૂડના આ સ્ટાર્સે બન્યા વેજીટેરિઅન, ખરેખર કારણ છે જાણવા જેવા

બોલીવૂડના આ સ્ટાર્સ બન્યા નોનવેજીટેરિયનમાંથી – વેજીટેરિયન જાણો શા માટે ?

તાજેતરમાં જ એક આંકડો જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં 30 ટકા કરતાં વધારે લોકો વેજીટેરિયન છે. જે વિશ્વમાં વેજીટેરિયન વસ્તી ધરાવતો સૌથી મોટો આંકડો છે. ભારત માટે આ એક ગર્વની વાત છે. જો કે એવું નથી કે નોન વેજીટેરિયન ખોરાક યોગ્ય નથી પણ તે તમારા મન અને તન પર ચોક્કસ અસર કરે છે તે વાત તો માનવી જ પડશે.

અને આ વાત બીજા કોઈએ નહીં પણ બોલીવૂડ સ્ટાર અક્ષયકુમારે કરી હતી. તેણે જણાવ્યું હતું કે તે છેલ્લા ઘણા સમયથી વેજીટેરિયન છે અને તેની તેના શરીર તેમજ માનસ પર ઘણી હકારાત્મક અસર થઈ છે. તો ચાલો જાણીએ કે બોલીવૂડના કયા કલાકારો માંસાહારથી શાકાહાર તરફ વળ્યા.

આમીર ખાન

image source

આમીર ખાન શાકાહાર તરફ 2005માં વળ્યો તેણે જીવને જોખમમાં મુકતા કેટલાક ગંભીર રોગોથી બચવા માટે શાકાહારી ભોજન અપનાવ્યું છે. આમીર ખાને માત્ર માંસાહાર જ નથી છોડ્યો પણ તેણે દૂધ તેમજ ડેરી પ્રોડક્ટ લેવાનું પણ છોડી દીધું છે આમ તે પ્યોર વેજીટેરિયન બની ગયો છે.

શાહીદ કપૂર

image source

શાહીદ કપૂરે 2003થી માંસાહાર છોડી દીધો છે અને ત્યાર બાદ તેણે માત્ર શાકાહારી ભોજન જ લીધું છે. તેણે આ નિર્ણય એક ફ્લાઇટ દરમિયાન ‘લાઇફ ઇઝ ફેર બાય બ્રેઇન હાઇન્સ’ પુસ્તક વાંચ્યા બાદ લીધો હતો.

અક્ષય કુમાર

image source

અક્ષય કુમારે માંસાહાર છોડ્યે હજુ વર્ષ જ થયું છે પણ તે પોતાના આહારમાં આ પ્રકારનો મોટો ફેરફાર થવાથી ઘણા બધા હકારાત્મક ફેરફાર જોઈ શકે છે. તેણે હોલિસ્ટિક લાઇફસ્ટાઇલ માટે આમ કરવાનો નિર્ણય લીધો છે.

અમિતાભ બચ્ચન

image source

અમિતાભ બચ્ચન 2000ની સાલથી એક પૂર્ણ શાકાહારી છે. તેમને આ નિર્ણય પોતાની સ્વાસ્થ્ય સમસ્યાના કારણે લેવો પડ્યો હતો. જો કે તેમણે એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તેણે આ નિર્ણય સ્વાસ્થ્ય, કે પછી કોઈ જાતના ધાર્મિક દબાણમાં આવીને નથી લીધો પણ તેણે સહજ રીતે જ નોનવેજ ખોરાક છોડી દીધો અને ત્યાર બાદ ફરી ક્યારેય તેમને તે ખાવાનું મન નથી થયું.

જોહ્ન અબ્રાહમ

image source

બોલીવૂડનો હેન્ડસમ અભિનેતા જોહ્ન અબ્રાહમને પ્રાણીઓ ખુબ વાહલા હોવાથી તેણે વેજિટેરિયન ડાયેટ અપનાવ્યું છે. તે ઘણીવાર અસ્વસ્થ સ્ટ્રે ડોગ્સને પણ મદદ કરતાં જોવા મળ્યો છે.

વિદ્યુત જામવાલ

image source

વિદ્યુત જામવાલ તેના મસલ્સ માટે લોકોમાં ખુબ જ પ્રિય છે. અને આપણે બધા જાણીએ છે તેમ શરીરને મસ્ક્યુલર બનાવવા માટે પ્રોટીન મહત્ત્વનું છે અને પ્રોટીનનો મુખ્ય સ્રોત ફીશ તેમજ ઇંડામાં રહેલો છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે વિદ્યુત જામવાલ એક વેજીટેરિયન છે. અને તે પણ એક દાયકા કરતાં પણ વધારે સમયથી. તેનું માનવું છે કે વેજીટેરિયન ડાયેટથી તે પોતાની જાતને વધારે સ્ફુર્તિલો અનુભવે છે.

સોનમ કપૂર

image source

સોનમ કપૂર 2013થી શાકાહાર અપનાવ્યો છે. તેણીએ આ નિર્ણય એટલા માટે લીધો હતો કારણ કે તેણીના માનવા પ્રમાણે માંસાહાર તેના સ્વાસ્થ્યને કોઈ જ લાભ નથી પહોંચાડતું. માટે પોતાના સારા સ્વાસ્થ્ય માટે તેણીએ વેજીટેરિયન લાઇફસ્ટાઇલ અપનાવી.

અનુષ્કા શર્મા

image source

અનુષ્કા શર્માએ 2015માં માંસાહાર છોડી દીધો હતો કારણ કે તેના પેટ ડોગને માંસની ગંધ નહોતી ગમતી. તેણીએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે મારા માટે માંસાહાર છોડવો અઘરો હતો પણ આ નિર્ણય મારા માટે ઘણો યોગ્ય સાબિત થયો છે.

કરીના કપૂર ખાન

image source

કપૂર ખાનદાન તેના ખોરાકના શોક માટે આખાએ બોલીવૂડમાં જાણીતુ છે. અને પોતાના કુટુંબની જેમ કરીના પણ એક બીગ ફૂડી છે. તેણી પોતાના વેજિટેરિયન હોવા પર જણાવે છે, “મેં ઘણા વર્ષો પહેલાં મીટ છોડી દીધું છે અને હવે મને તેની લાલચ પણ નથી થતી. વેજીટેરિયન હોવું એક પુષ્કળ સ્વસ્થતા આપે છે. હું સાદું ઘરનું બનાવેલું ભોજન એન્જોય કરું છે. શાક, રોટલી, દાળ, ભાત વિગેરે.”

સની લીયોને

image source

સની લીયોને નોનવેજિટેરિયન ફુડથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી રહેતી હતી પરિણામે તેણે ડોક્ટરની સલાહથી નોનવેજ ખોરાક છોડવો પડ્યો. બસ ત્યાર બાદ તો સનીએ વેજીટેરિયન ખોરાક અપનાવ્યો તેણીએ દારૂ છોડી દીધો, કોફેન દ્રવ્યો પણ છોડી દીધા.

સોનાક્ષી સિન્હા

image source

સોનાક્ષી સિન્હા જ્યારથી પ્રાણીઓ સાથે થઈ રહેલી ક્રૂરતા વિરોધ અવાજ ઉઠાવતી થઈ છે ત્યારથી જ તેણી એક શાકાહારી બની ગઈ છે.

જેક્લીન ફર્નાન્ડીઝ

image source

જેક્લીન ફર્નાન્ડીઝ 2013થી વેજીટેરિયન છે. તેણીના માનવા પ્રમાણે વેજીટેરિયન ખોરાક તેને સુંદર, સ્વસ્થ અને ફીટ દેખાવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેણી પ્રાણીઓનું રક્ષણ કરતી એક એજીઓ પણ સપોર્ટ કરે છે. તેણીને ઓર્ગેનિક ફુડ ખુબ પસંદ કરે છે અને તેણી મુંબઈમાં પોતાનું એક વેજીટેરિયન રેસ્ટોરન્ટ પણ ખોલવા માગે છે.

વિદ્યા બાલન

image source

વિદ્યા બાલન તેનું આખું જીવન એક વેજીટેરિયન રહી છે. જો કે તેના પતિને નોન વેજીટેરિયન ફૂડ અત્યંત પ્રિય છે.

કંગના રનૌત

image source

કંગના રનૌત બોલીવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે તેણી પણ એક શાકાહારી છે અને કદાચ તેના કારણે જ તે આટલુ સુંદર આકર્ષક અને સ્વસ્થ બોડી ધરાવે છે.

ઇશા ગુપ્તા

image source

બોલીવૂડની એજેલિના જોલી એટલે કે ઈશા ગુપ્તા 2013થી વેજીટેરિયન બની છે તેણીને ખોરાક માટે પ્રાણીઓને મારવા પસંદ નથી અને માટે જ તેણીએ માંસાહાર છોડ્યો છે.

રીચા ચઢ્ઢા

image source

રીચા ચઢ્ઢાના માનવા પ્રમાણે માનવ શરીર માટે વેજિટેરિયન ડાયેટ જ યોગ્ય છે. અને બસ તેણીની સમજમાં આ આવતા જ તેણીએ 2014થી માંસાહાર છોડી દીધો.

આલિયા ભટ્ટ

image source

આલિયા ભટ્ટ 2015થી એક વેજિટેરીયન છે અને તેણીને પોતાના આ નિર્ણય પર ગર્વ છે. તેણીના માનવા પ્રમાણે વેજીટેરિયન આહાર તેણીને હળવી, ખુશ અને કૂલ હોવાનો અનુભવ કરાવે છે. આલિયા ભટ્ટ એક સમયે માંસાહારની શોખીન હતી પણ હવે તે શાકાહારથી ખુબ જ આનંદ અનુભવે છે.

આર માધવન

image source

આર માધવને પોતાના વેજિટેરિયન હોવા પર જણાવ્યું હતું કે જ્યારે તમે કોઈ સ્લોટર હાઉસ એટલે કે પ્રાણીઓને ખોરાક માટે મારવામાં આવતી જગ્યાને અંદરથી જુઓ છો ત્યારે તમને એક મોટો ઝાટકો લાગે છે અને તે વખતે તમે વેજીટેરિયન બનવાનો નિર્ધાર કરો છો. તેણે પણ તેમ જ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ