રણવીર થયો દિપીકા પર જબરજસ્ત ગુસ્સે, અને આ મામલો નોંધાવી ફરિયાદ, ખબર છે તમને?

રણવીર ફેમીલી વ્હોટ્સ એપ ગૃપમાં દીપીકાની ફરિયાદ કરી રહ્યો છે – તેણીને કહે છે ‘ફટ-ફટ’

લોકડાઉન દરમિયાન બોલીવૂડ સ્ટાર્સ વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેઓ વર્કાઉટ તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે તેઓ ઘરના કામ પણ કરી રહ્યા છે, કેટરીના કૈફે કચરા વાળતી તેમજ વાસણ ધોતી વિડિયો શેર કરી હતી તો બીજી બાજુ દિપીકા પાદુકોણ પણ ઘરનું કામ કરી રહી છે. પણ આ દરમિયાન તેની પીઠને નુકસાન પહોંચ્યું હતું અને છતાં પણ તેણીનું કામ તો ચાલુ જ છે અને તેના કારણે રણવીર પરેશાન થઈ ગયો છે.

image source

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી દીપીકા પદુકોણ પોતાના એક્ટર પતિ રણવીર સીંઘ સાથેના લગ્ન જીવનની કેટલીક વિગતો શેર કરી રહી છે. તેણીએ જણાવ્યું હતું કે તેણી પોતાના સતત કંઈને કંઈ કરતા રહેવા તેમજ જપીને નહીં બેસી શકવાના સ્વભાવના કારણે થોડી ચીડાઈ ગઈ છે. તાજેતરમાં ફીલ્મ કંપેનીયન્સ સાથે અનુપમા ચોપરા સાથેના ઇન્ટર્વ્યૂમાં દીપીકાએ રણવીર સાથેની પોતાની ક્વોરેન્ટાઇન લાઇફ વિષે વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on

તેણે જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં ઘરનું કામ કરતાં કરતાં તેણેની પીઠ મચકોડાઈ ગઈ હતી અને તેમ છતાં તેણી પોતાની જાતને આરામ નથી આપી શકતી. ‘મારા મમ્મી મને હંમેશા કહે છે, રણવીર પણ કહે છે, ‘તું એક ક્યારેય બેસી શકતી નથી ? તારે હરદમ કંઈને કંઈ કરતા રહેવું જરૂરી છે ? રણવીર તેને ‘ફટ-ફટ’ કહે છે અને પછી ફેમીલી ગૃપમાં તેની ફરિયાદ કરે છે,’

image source

તેણીએ વધારામાં જણાવ્યું હતું, ‘બે દિવસ પહેલાં હું જ્યારે સફાઈ કરી રહી હતી ત્યારે મારી પીઠ મરડાઈ ગઈ. અને ત્યાર બાદ હું બોર થવા લાગી. ત્યારે રણવીરે નીચે જીમમાં જતાં પહેલાં મને ખાસ સૂચના આપી હતી કે મારે મારી જગ્યાએથી નથી હલવાનું, અને મારા પર નજર રાખતો હોય તેમ તે માત્ર 20 જ મીનીટમાં પાછો આવ્યો અને હું મારી પથારીમાં નહોતી. હું છાજલીમાં કંઈક કરી રહી હતી, કંઈક સાફ કરી રહી હતી, અને તે ગુસ્સે ભરાયો. તેણે કહ્યું, ‘તારા માટે આ ફટ-ફટ આખો દિવસ કરવુ જરૂરી છે ? તને વાગ્યું છે તો તું એક જગ્યાએ બેસી નથી શકતી ? ’’

લોકડાઉનના કારણે રણવીર અને દીપીકા એકબીજા સાથે વધારેને વધારે સમય પસાર કરી રહ્યા છે. તેઓ એક સાથે વર્કાઉટ કરે છે, એક સાથે ભોજન રાંધે છે અને પોતાની ક્વોરેન્ટાઇન મોમેન્ટ્સ પણ પોતાના ફેન્સ સાથે તસ્વીરો તેમજ વિડિયો દ્વારા શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on

આ જોડીએ પીએમ કેર્સમાં કોરોનાવાયરસના રીલીફ ફંડમાં તાજેતરમાં ડોનેશન કર્યું છે, જેની તેમણે જાહેરાત કરી હતી પણ તેમણે કેટલી રકમ દાન આપી તે છતી નહોતી કરી. તેમણે લખ્યુ હતું, ‘આવા સમયે, નાનામાં નાનાની ગણતરી થાય છે. અમે નમ્ર રીતે પીએમ કેર્સ ફંડમાં ફાળો આપી રહ્યા છે, અને આશા છે કે તમે પણ તેમ કરશો. આપણે બધા આમાં એક સાથે છીએ, અને આપણે તેમાંથી બહાર આવી જઈશું. જય હીન્દ,’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ