કોરોના સામે જંગ જીતવા આ બાળાએ કરી આટલી મોટી મદદ, રમકડા માટે ભેગા કરેલા રૂપિયા આપ્યા દાનમાં

કોરોના સામેના જંગમાં જીતવા માસુમ બાળકીનો નિર્દોશ પણ અસરકારક ફાળો – ભેગી કરેલી પોકેટમની આપી દીધી દાનમાં

image source

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. દુનિનાના મોટા ભાગના દેશો લોકડાઉનની સ્થીતીમાં છે. ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. દર્દીઓને સારવાર માટે તેમજ બેરોજગારોને ભોજન પુરુ પાડવા માટે સરકારને નાગરીકોની આર્થિક મદદની તાતી જરૂર પડી છે. આવા સંજોગોમાં રતન ટાટા જેવા બિઝનેસમેન 1500 કરોડ રૂપિયાનું દાન કરી રહ્યા છે તો અભિનેતા અક્ષય કુમારે 25 કરોડનું દાન કર્યું છે. પણ કોઈ પણ દાન નાનું કે મોટુ નથી હોતું બસ તમારે તમારી શક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ.

image source

અમદાવાદના દાણી લીંમડા શહેરમાં રહેતી 6 વર્ષની નાનકડી બાળકીએ પણ આ ફંડમાં પોતાનો ફાળો આપ્યો છે. અને તેના માટે તેણે આખા વર્ષ દરમિયાન રમકડાં માટે ભેગા કરેલા પોતાના રૂપિયાને કોઈ પણ જાતનો ખચકાટ અનુભવ્યા વગર દાનમાં આપી દીધા છે. તેણે કોરોના વાયરસના રાહત ફંડમાં પોતાનો ગલ્લો તોડીને ભેગી કરેલી 3120 રૂપિયાની રકમ દાન આપી દીધી છે.

દાણી લીંમડા ખાતે રહેતી આ દીકરીનું નામ છે સેહજા જાવેદભાઈ શેખ તેણી દાણીલીમડા ખાતેની બ્રાઇટન ઇંગ્લિશ સ્કૂલના સંચાલક સરફરાજભાઈની પૌત્રી છે. તેણે પાઈ પાઈ ભેગી કરીને પોતાના રમકડા ખરીદવા માટે આ રૂપિયા ભેગા કર્યા હતા જેને તેણે વગર સંકોચે એક ઝાટકે દાનમાં આપી દીધા હતા.

image source

અને એવું નથી કે માત્ર સેહજા જ એવી બાળકી છે જેણે પોતાની યથા શક્તિ પ્રમાણે ગલ્લો તોડીને દાન આપ્યું છે પણ અમદાવાદના જ નારણપુરા વિસ્તારમાં રહેતા જોડીયા ભાઈઓ સત્વ અને સર્વ બ્રહ્મભટ્ટે પણ પોતાના ગલ્લામાં આશરે બે હજાર રૂપિયા ભેગા કર્યા હતા જે તેમણે કોરોના વાયરસ સામેની લડાઈ માટેના રાહત ફંડમાં આપી દીધા છે.

આ બે જોડિયા ભાઈઓ માત્ર ચાર જ વર્ષના છે હજું તો નર્સરીમાં અભ્યાસ કરી રહ્યા છે. આટલી નાની ઉઁમરે આટલું મોટું મન ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે. આ બન્ને ભાઈઓએ ભૂખ્યા રહેતા લોકો માટે દાન કર્યું છે. આ બાળકોને રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા સરાહવામાં પણ આવ્યા હતા.

image source

દેશનો એક એક નાગરીક જાણે છે કે કોવીડ – 19ના ફેલાવાના કારણે આખાએ દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ રહી છે. સરકારનું પોતાનું ભંડોળ પણ વપરાઈ રહ્યું છે, આ ઉપરાંત ધંધા રોજગાર પણ બંધ થઈ ગયા છે. બીચારા દાડીયા મજૂરી કરતા લોકો અન્ન માટે વલખા મારી રહ્યા છે તેવા સંજોગોમાં દેશના નાગરીકોએ જ તેમનો સહારો બનવાનું હોય. પણ તેમ છતાં ઘણા બધા એવા લોકો છે જેઓ આ સ્થિતિ નથી સમજી શકતાં અને પોતાની શક્તિ પ્રમાણે દાન કરતાં પણ ખચકાઈ રહ્યા છે.

image source

આવામાં આ બાળકોનું દાન ખરેખર વખાણવા યોગ્ય બીરદાવવા યોગ્ય છે. ધન્ય છે આ બાળકોના માતાપિતાને કે તેમણે આવા સમજુ અને નિઃસ્વાર્થ બાળકોને જન્મ આપ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ