2020માં દેશ-વિદેશમાં થશે ના જાણતા હોવ એટલા મોટા આ ફેરફાર, ક્લિક કરીને જાણો તમે પણ

જાણો એ બધું જ જે ૨૦૨૦માં દેશ – દુનિયામાં થશે!

image source

વર્ષ ૨૦૨૦નો પ્રારંભ થઇ ચુક્યો છે. આ વર્ષે દેશ અને દુનિયામાં ઘણીય મહત્વની ઘાટનો ઘટશે. કેટલીક રમત ગમત સાથે જોડેયેલી તો કેટલીક રક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલી!

કેટલીક સંસ્કૃતિ સાથે જોડાયેલી તો કેટલીક રાજનીતિ સાથે જોડાયેલી. કેટલાક આંતરરાષ્ટ્રીય બદલાવ હશે તો કેટલાક ધાર્મિક. આવો જાણીએ કે વર્ષ ૨૦૨૦માં શું શું થઇ શકે છે!

નિર્ભયા ના ડોશીઓને ફાંસી અપાશે.

image source

નિર્ભયાકાંડના બધા જ ડોશીઓને વર્ષ ૨૦૨૦માં ફાંસી ની સજા અપાશે.તેમની ક્યુરેટિવ અને દયા યાચીકોની પ્રક્રિયા ચાલી રહી છે. તેમની ફાંસીને લઈને દેશ માં ઘણા બધા પ્રદર્શનો પણ થઇ ચુક્યા છે. લોકો મન કરી રહ્યા છે કે તેમને જલ્દી ફાંસી આપવામાં આવે.

ટોક્યોમાં થશે ઓલમ્પિક ૨૦૨૦.

 

image source

રમતની દુનિયાનો મહારપર્વ એટલે કે ઓલમ્પિક આ વર્ષે ટોક્યોમાં યોજાશે. જાપાનના ટોક્યોમાં ઓલમ્પિક ૨૦૨૦ ૨૪ જુલાઈ થી શરુ થશે. ઈ-વેસ્ટ થી બનેલા મેડલ આપવામાં આવશે. ઓલમ્પિકમાં પહેલી વાર દર્શકોથી લઈને રોબોટ પણ મેદાન માં મદદ કરશે.

ઈસરોનો સૌથી મોટો લોન્ચ હશે ચંદ્રયાન – ૩

image source

ઈસરો વર્ષ ૨૦૨૦માં ચંદ્રયાન – ૩ લોન્ચ કરશે. તેનો ખર્ચો ચંદ્રયાન – ૨ કરતા પણ ઓછો હશે. આ શિવ પણ ઈસરો કેટલાક મહત્વના સેટેલાઇટ લોન્ચ કરશે જે દેશ અને લોકો ને ખુબ જ મદદરૂપ સાબિત થશે. આ ઉપગ્રહો વાતાવરણ, સંચાર, રક્ષા અને ખેતી જેવા વિષયમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

ટી ૨૦ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા માં રમાશે.

image source

ટી 20 વર્લ્ડ કપ આ વર્ષના ઓક્ટોબર મહિનામાં શરૂ થશે. ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન શહેરમાં તેનું ફાઇનલ રમવામાં આવશે. તે 18 ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં રમાશે. આ વર્ષે ટીં ૨૦ વર્લ્ડકપમાં કુલ ૧૬ ટીમો ભાગ લઇ રહી છે. આ સાથે જ આઈપીએલની 13મી સીઝન માર્ચ અને એપ્રિલ મહિનામાં થશે.

રામ મંદિરનું નિર્માણ શરૂ થશે.

 

image source

અયોધ્યામાં વર્ષોથી ચાલી રહેલો પ્રતીક્ષા પુરી થશે. ૯ ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર રામ મંદિર ટ્રસ્ટ ગઠનનું કરશે. આજ વર્ષે ૨ એપ્રિલના રોજ મંદિર નિર્માણ શરૂ થઈ શકે છે.

જાન્યુઆરીમાં રમાશે અંડર- ૧૯ વર્લ્ડ કપ.

image source

૨ વર્ષના અંતરાળ પર રમતા અંડર- ૧૯ વિશ્વ્ કંપની મેજબાની આ વર્ષે દક્ષિણ આફ્રિકા કરશે. આ ટુર્નામેન્ટ ૧૭ જાન્યુઆરીથી ૯ ફેબ્રુઆરી સુધી ચાલશે. ભારતીય ટિમ પ્રિયં ગર્ગની કપ્તાની હેઠળ રમશે.

યુરોપમાં થઇ શકે છે બ્રેકઝીટ પર સમજોતો.

image source

યુરોપમાં બ્રેકઝીટ પર સમજોતો થવાની આશા છે. જો બધું જ ઠીક રહ્યું તો બ્રિટેન યુરોપિયન યુનિયનમાંથી અલગ થવાવાળા સમજોતાની ચૂંટણી જીતી જશે. જો આમ થયું તો સમગ્ર વિષની અર્થવ્યવસ્થા પર અસર પડશે.

NRC અને NPR લાગુ આવી શકે છે.

image source

દેશમાં સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ – ૨૦૧૯ પછી NRC અને NPR આવી શકે છે. આના લીધે દેશમાં નાગરિકતાને લઈને અનેક બદલાવ થવાની શક્યતા છે. સાથે – સાથે વિરોધ પ્રદર્શન અને હિંસા થવાની શક્યતા પણ છે. કેમ કે કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ ખુબ જ જોર – શોરથી થઇ રહ્યો છે,

દીવ – દમણ અને દાદરા નગર હવેલીનો થશે વિલય.

image source

અત્યાર સુધી અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ રહેલા દીવ – દમણ અને દાદરા નગર હવેલી ને ૨૬ જાન્યુઆરીના રોજ એક જ કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરી દેવામાં આવશે.તેના થી બંને રાજ્યોના પ્રશાશન અને સંસાધનોની બચત થશે. બંને પ્રદેશપ વચ્ચે ફક્ત ૩૫ કિલોમીટરનું જ અંતર છે.

બાંગ્લાદેશની સીમા પર બીએસએફ લગાવશે ફેન્સીંગ.

image source

સીમા સુરક્ષાબળ (બીએસએફ) ના વાળા વી.કે.જૌહરી એ જણાવ્યું છે કે આસામમાં ભારત – બાંગ્લાદેશની જળ સીમા પર આવતા વર્ષ સુધીમાં “સ્માર્ટ ફેન્સીંગ” લગાવવાનું કામ સમાપ્ત થઇ જશે. આવર્ષે આ ક્ષેત્રમાં ભારે વરસાદ અને પૂર આવવાથી આ કામની સમયસીમા ૬ મહિના જેટલી મોડી થઇ ગઈ હતી.

સીઆરપીએફના જવાનોને આપવામાં આવશે ૧૦૦ દિવસ સુધી ની રજા!

image source

ગૃહમંત્રી અમિત શાહ એ હમણાં જ કહ્યું હતું કે સીઆરપીએફ જવાનોએ આપણા દેશ માટે ખુબ જ બલિદાન આપ્યું છે. એટલે અમે ઇચ્છીએ છીએ કે તેઓ તેમના પરિવાર સાથે dar વર્ષે ૧૦૦ દિવસ vitave. ૧૦૦ દિવસની રજા માટે સરકારે કમિટી બનાવી દીધી છે. આવનાર બજેટ માં તેનું પ્રાવધાન કરવામાં આવશે.

દિલ્હી અને બિહારમાં થશે વિધાનસભાની ચૂંટણી.

image source

વર્ષ 2020માં દિલ્હી અને બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને બિહારમાં નીતીશ કુમાર પ્રયત્ન કરશે કે તેમની સરકાર ફરીથી જીતે અને બીજી બાજુ વિપક્ષી દળ પ્રયાસ કરશે કે તેઓ હાલની સરકાર પાસેથી સત્તા છીનવી લે.

દેશમાં આવશે રાફેલ અને એસ – ૪૦૦ મિસાઈલ સિસ્ટમ.

image source

રક્ષા સૂત્રોનું માનીએ તો વર્ષ 2020 ના મે અને જૂનના મહિનામાં ચાર રાફેલ ફાઈટર જેટ દેશમાં આવી શકે છે જેમને અંબાલા એરફોર્સ સ્ટેશન પર તહેનાત કરવામાં આવશે. સાથે-સાથે રશિયાની રક્ષા પ્રણાલી સિસ્ટમ પણ ભારતને આ જ વર્ષે મળવાની આશા છે. આ બંનેના આવવાથી દેશની સુરક્ષામાં અનેક ગણો વધારો થઈ જશે.

ગાડીઓ માટે બીએસ – ૬ માનક લાગુ થશે.

image source

ભારતમાં 1 એપ્રિલ 2019 થી ફક્ત અને ફક્ત બીએસ – ૬ માનક વાળી ગાડીઓ જ વેચાશે. પરંતુ પહેલાથી જે લોકો બીએસ – ૪ ની ગાડી ચલાવી રહ્યા છે તેમને હટાવવા કે બંધ કરવામાં નહિ આવે. ફક્ત નવી ગાડીઓ જ બીએસ – ૬ ના એન્જિન સાથે આવશે.

અમેરિકામાં યોજાશે રાષ્ટ્રપતિની ચૂંટણી.

image source

અમેરિકામાં આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. અમેરિકાના લોકો આ વાતનો ફેંસલો કરશે કે આ ચૂંટણીમાં શું ડોનાલ્ડ ટ્રમ્પ ને ફરીથી મોકો આપવો જોઈએ કે પછી કોઈ નવા નેતાના હાથમાં દેશની કમાન સોંપી જોઈએ.

નેધરલેન્ડ્સ બંધ કરશે હોલેન્ડ શબ્દનો ઉપયોગ.

image source

નેધરલેન્ડ હવે હોલેન્ડ શબ્દનો ઉપયોગ નહીં કરે. તે બધા જ સરકારી કાગળો પરથી હોલેન્ડ શબ્દને હટાવી દેશે. તેઓ આમ એટલા માટે કરી રહ્યા છે કારણ કે દુનિયાભરમાં તેના બે નામના કારણે અસમંજસ પેદા થાય છે.

લિએન્ડર પેસ આ વર્ષે તેની ટેનિસમાંથી લેશે સંન્યાસ.

image source

ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસે કહ્યું કે તેઓ આ વર્ષે રમતમાંથી સન્યાસ લઇ લેશે. ૩૬ વર્ષીય પેસ એ સોશિયલ મીડિયા પર ક્રિસમસની શુભકામનાની સાથે – સાથે પોતાના સંન્યાસની જાણકારી પણ આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ