તમારો ફેવરિટ કલર રેડ છે? તો જાણો તમારા સ્વભાવે વિશે બધું જ, સાથે જાણો બીજા કલરની શું પડે છે તમારી પર છાપ

તમારો મનગમતો રંગ જણાવશે તમારી પર્સનાલિટીના રહસ્ય, તો ચાલો જાણી લઈએ.

તમારો ફેવરેટ રંગ તમારી પર્સનાલિટી વિશે ઘણું બધું કહે છે. તમે ક્યાં રંગનો આઉટફિટ વધુ પહેરો છો, એના પરથી તમારા મૂડ અને વ્યક્તિત્વનું રહસ્ય ખબર પડી જાય છે. તમે પણ તમારા ફેવરેટ રંગ પરથી જાણી લો પોતાની પર્સનાલિટીનું રહસ્ય.

image source

લાલ.

જો તમારો ફેવરેટ કલર લાલ છે તો તમને તમારા પર વિશ્વાસ છે અને તમારો આત્મવિશ્વાસ જ તમને સફળતા અપાવે છે. કોન્ફિડેન્ટ અનુભવવા અને સેન્ટર ઓફ એટરેક્શન દેખાવા માટે ઘણીવાર લાલ રંગ પહેરાય છે અને તમારે આવું કરવું પણ જોઈએ.પોતાના જીવનના સૌથી ખાસ દિવસે એટલે કે લગ્નના મોકા પર એટલે જ દુલહન લાલ સાડી પહેરવાનું પસંદ કરે છે.

પીળો.

image source

જો તમારો ફેવરેટ કલર પીળો છે તો તમે ખૂબ જ ખુશમિજાજ માણસ છો. પીળા આઉટફિટ તમારી સાથે સાથે તમારી આસપાસના લોકોનો મૂડ પણ ખુશનુમા બનાવી રાખે છે. હા, પીળા કલરનો વધુ ઉપયોગ ચર્ચા કે ઝગડાનું કારણ બની શકે છે એટલે પીળા કલરની સાથે કોઈ પેસ્ટલ કલરનું કોમ્બિનેશન ટ્રાય કરો. મિત્રો સાથે પાર્ટી, પબ, લંચ વગેરે માટે જતી વખતે પીળા રંગનો આઉટફિટ પહેરો.

પર્પલ.

image source

જો તમારો ફેવરેટ કલર પર્પલ છે તો તમે ઘણા પાવરફુલ વ્યક્તિત્વ ધરાવો છો. તમે રોયલ અને સોફિસ્ટિકેટેડ દેખાવા માટે પર્પલ કલરને બનાવો તમારો સ્ટાઇલ મંત્ર કારણ કે તમે જ્યારે પર્પલ કલરનો આઉટફિટ પહેરો છો તો લોકો જાતે જ એ અંદાજો લગાવી લે છે કે તમે ઘણા પાવરફુલ છો. ડિનર, કોકટેલ પાર્ટી વગેરે માટે પર્પલ ડ્રેસ પરફેક્ટ છે

ગુલાબી.

image source

જો તમારો ફેવરેટ કલર ગુલાબી છે તો તમે તમારા પરિવાર અને મિત્રોમાં ઘણા પોપ્યુલર છો. ગુલાબી કલર દોસ્તીનું પ્રતીક પણ છે એટલે મિત્રોમાં પોપ્યુલર બનવા માટે ગુલાબી કલરને પોતાના વોર્ડરોબમાં ખાસ જગ્યા આપો. સોફ્ટ અને ફેમિનિન લુક માટે ગુલાબી કલર બેસ્ટ ઓપશન છે એટલે ડેટ પર જતી વખતે ગુલાબી કલરનો ડ્રેસ પહેરો.

લીલો.

image source

જો તમારો ફેવરેટ કલર લીલો છે તો તમે સુપર કુલ છો. લીલો રંગ પ્રકૃતિનો રંગ છે એટલે શાંતિ અને સ્થિરતાનું પ્રતીક પણ છે. જરૂરી મિટિંગ, ગુસ્સાવાળા બોસ કે મગજના ફરેલા સગાંવહાલાંને મળવા જાવ તો લીલો રંગ પહેરો, એમની સાથે ડિલ કરવું સરળ બની જશે.

વાદળી.

image source

જો તમારો ફેવરેટ કલર વાદળી છે તો તમે હંમેશા પોઝિટિવ રહેનાર વ્યક્તિ છો. આ રંગ તમને આપે છે પોઝિટિવ એટીટ્યુડ. કોઈને ઈમ્પ્રેસ કરવા માટે કે પછી ખાસ ઇન્ટરવ્યૂ આપવા જાવ તે સમયે નેવી બ્લુ કલરનો આઉટફિટ પહેરો, તમે પોતાની જાતમાં નવી ઉર્જાનો અનુભવ કરશો.

કેસરી.

image source

જો તમારો ફેવરેટ કલર કેસરી છે તો તમે જ્યાં પણ જાવ છો ત્યાં બધાને પોતાની તરફ આકર્ષિત કરો છો.કેસરી કલર લાલ અને પીળા રંગના મિશ્રણથી બને છે એટલે એમાં બંને કલરની ખૂબીઓ હોય છે. કેસરી કલર આઉટફિટ આકર્ષક અને સેક્સી દેખાય છે એટલે ખાસ અવસર પર કેસરી કલરના કપડાં પહેરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ