ભીડને ના કંટ્રોલ કરી શકી આલિયા, અને પછી કંઇક આ રીતે બચાવી લીધી રણબીરે: VIDEO

બોલીવુડના સૌથી ચર્ચિત કપલમાંનું એક કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છે. તાજેતરમાં જ રણબીર, આલિયા અને ફિલ્મમેકર અયાન મુખર્જી સાથે ન્યુ યર વેકેશન મનાવવા માટે બહાર ગયા હતા. આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વેકેશનની કેટલીક ખૂબસુરત ફોટોસ શેર કર્યા છે. ન્યુ યર સેલિબ્રેટ કરીને પરત ઇન્ડિયા આવ્યા ત્યારે રણવીર, આલિયા અને અયાન મુખર્જી પણ શુક્રવાર સવારે એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા.

image source

જેવા જ રણબીર અને આલિયા એરપોર્ટની બહાર નીકળ્યા, કે તરત જ બંન્નેના ફેન્સએ ઘેરી લીધા હતા. ત્યારે રણબીર આલિયાને ભીડથી બચાવતો જોવા મળ્યો હતો. આલિયા હજી વેકેશન પૂરું કરીને આવી જ છે ત્યાં તેણીએ કોઈ બ્રેક લીધા વગર કામ કરવા માટે જોડાઈ ગઈ છે.

થયું એમ કે એરપોર્ટથી બહાર નીકળવા દરમિયાન પોતાના પસંદીદા સ્ટાર સાથે સેલ્ફી ક્લિક કરાવવા માટે મોટી સંખ્યામાં ફેન્સ ભેગા થઈ ગયા. આ ભીડના કારણે આલિયાને મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો હતો. આ જોઈને રણબીર આલિયાના બચાવ માટે આવ્યા.

image source

આ સાથે જ રણબીર શટરબગ્સને પણ સુરક્ષિત અંતર બનાવી રાખવા માટે કહ્યું. રણવીરે ત્યારે બ્લુ ડેનિમ અને બ્લેક ટીશર્ટની સાથે સ્નિકરમાં ખૂબ કુલ લાગી રહ્યો હતો. આ સાથે જ રણબીર સ્પોર્ટિંગ કેપ અને સ્ટાઈલિશ શેડ્સ પણ કેરી કર્યા હતા, જે તેના લુકને પરફેક્ટ બનાવે છે.

image source

ત્યાં જ આલિયા સફેદ રંગનું ક્રોપ ટોપ, બેસ કલરનો ઓવરકોટ અને સાથે લુઝ પેંટ અને બ્રાઉન બુટ્સમાં નજર આવી રહી હતી. જણાવીએ કે આલિયા, રણબીર અને અયાન મુખર્જી એકબીજા સાથે જબરદસ્ત ફ્રેન્ડશીપ બોન્ડ શેર કરી રહ્યા છે. મોટાભાગના અવસરો પર આ ત્રણેવ સાથે જ હેંગઆઉટ કરતા જોવા મળે છે. ત્રણેવ પોતાના આગલા પ્રોજેકટ ‘બ્રહ્માસ્ત્ર’માં એકસાથે જોવા મળશે.

image source

આ ફિલ્મમાં રણવીર અને આલિયા સિવાય અમિતાભ બચ્ચન, ડિમ્પલ કપાડીયા, નાગાર્જુન અને મોની રોય પણ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. ‘બ્રહ્માસ્ત્ર’ સિવાય આલિયાએ હવે ‘સડક 2’ના શૂટિંગમાં જોવા મળી છે. આલિયાએ આ ફોટો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતા લખે છે કે ‘વર્ષ ૨૦૨૦નો શૂટિંગનો પહેલો દિવસ છે. હું તૈયાર છું’. આ સાથે જ આલિયાએ સડક 2 હેશટેગ કર્યું છે.

image source

સડક 3 એ વર્ષ ૧૯૯૧માં આવેલી ફિલ્મની સિકવલ છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને પૂજા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. સડક 2 માં પણ સંજય દત્ત અને પૂજા ભટ્ટ જોવા મળશે, પરંતુ મુખ્ય ભૂમિકાના રોલમાં આલિયા છે અને આલિયાની ઓપોઝિટ આદિત્ય રોય કપૂર જોવા મળશે. સડક 2 ફિલ્મમાં આલિયા સંજય દત્ત અને પૂજા ભટ્ટની દીકરી તરીકે જોવા મળશે. તેમજ આ ફિલ્મ પિતા-પુત્રીના સંબંધ પર આધારિત છે.

જણાવી દઈએ કે પોતાના કરિયરના આટલા વર્ષો પછી પિતા મહેશ ભટ્ટ સાથે કામ કરી છે. આ ફિલ્મ આ વર્ષે ૧૦ જુલાઈના રોજ રિલીઝ થાય તેવી શક્યતાઓ છે. આલિયા ભટ્ટના કામની વાય કરીએ તો સડક 2 સિવાય રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્ર, સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડી, એસએસ રાજમૌલિની RRR અને કરણ જોહરની મલ્ટી સ્ટારર તખ્તમાં આલિયા ભટ્ટ જોવા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ