સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને ધન્યવાદ, અધધધ..મહિલાઓની ડિલિવરી કરાઇ વેક્યુ પ્રેશર અને ફોર સેફથી

આમિરની ફિલ્મ 3 ઈડિયટ સ્ટાઈલમાં સુરતમાં કરાઈ 35 મહિલાઓની ડિલિવરી

image source

300 વર્ષ જૂની ફોરસેફ પદ્ધતિ આ રીતે બની આધુનિક

આમિર ખાનની ફિલ્મ 3 ઈડિયટ કોને યાદ નહીં હોય?

આમ તો આ ફિલ્મ ખૂબ જ જોરદાર હતી પરંતુ તેમાં એક સીન હતો જે દર્શકો માટે ખાસ બની ગયો હતો. આ સીન હતો કરીનાની બહેનની ડિલિવરી કરાવવાનો.

image source

આ સીનમાં આમિર ખાન વેક્યૂમ પ્રેશર કંટ્રોલ કરી મોના સિંહની ડિલિવરી કરાવે છે. આ ફિલ્મી સીન હકીકતમાં બન્યો છે. જી હાં ગુજરાતના સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં આ પદ્ધતિથી 35 મહિલાઓની પ્રસૂતિ કરાવવામાં આવી છે.

આ રીતે થતી પ્રસૂતિને ફોરસેફ કહેવાય છે. ડોક્ટરોના જણાવ્યાનુસાર આ રીતે ડિલિવરી કરાવવાના ખાસ નિયમો અને માપદંડ હોય છે.

image source

જેમ કે જ્યારે ગર્ભાશયનું મુખ ખુલ્લું હોય અને બાળક બર્થ કેનાલમાં નીચે ઉતરી જાય ત્યારે આ રીતે ડિલિવરી કરાવવામાં આવે છે.

આ ઉપરાંત જો માતાની તબિયત ખરાબ થઈ જાય તે બાળકના ધબકારા ઘટે તો પણ આ પદ્ધતિથી ડિલિવરી કરાવવામાં આવે છે.

image source

વર્તમાન સમયમાં ફોરસેફ પદ્ધતિમાં આધુનિક ઉપકરણો વપરાય છે પરંતુ આ પદ્ધતિ 300 વર્ષ જૂની છે અને પહેલાના સમયમાં સાયકલની ટ્યૂબમાં હવા ભરવા માટેના પંપ હોય તે પ્રકારના ઉપકરણથી પ્રસૂતિ કરાવવામાં આવતી હતી.

સુરતની વિશાળ સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં પુરતા સ્ટાફનો અભાવ છે પરંતુ તેમ છતાં અહીં ગત વર્ષે 9000થી વધુ ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યા હતા.

image source

મહિલાઓની સિવિલમાં થયેલી પ્રસુતિના જાહેર થયેલા આંકડા અનુસાર આ મહિલાઓમાંથી 5698ની નોરમલ ડિલિવરી થઈ હતી. જ્યારે 35 મહિલાઓને ફોરસેફ પદ્ધતિ આપી બાળકનો જન્મ કરાવાયો હતો.

સુરતની સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. અહીં દર્દીઓનો ધસારો પણ વધારે રહે છે. તેના પ્રસુતિ વિભાગની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં અહીં આવતી ગર્ભવતી મહિલાઓની સંખ્યા બમણી કરતાં પણ વધારે થઈ છે.

image source

વર્ષ 2019માં અહીં થયેલી 9579 પ્રસુતિઓમાંથી 5698 મહિલાઓને નોર્લમ ડિલિવરી જ્યારે 3051 મહિલાઓને સીઝર ઓપરેશન કરવામાં આવ્યું હતું. અહીં 137 ટ્વિન્સ બાળકોનો જન્મ થયો છે જ્યારે 29 એવી પ્રસુતિ થઈ હતી જેમાં બાળક ઊંધું થઈ ગયું હોય.

બ્રિચ પ્રસુતિ એટલે જ્યારે બાળક ગર્ભમાં ઊંધુ થઈ જાય તેને હાઈ રીક્સ કહેવાય છે. મહિલાને નવ માસનો ગર્ભ હોય અને બાળક ગર્ભમાં ઊંધું થઈ જાય કે પહેલાથી જ ઊંધુ હોય તો પહેલા હોસ્પિટલમાં ઉંધા થઈ ગયેલા બાળકને સીધું કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

image source

તેમ છતાં બાળક સીધું ન થાય તો બાળકના જન્મ સમયે પગ પહેલા આવે અને બાદમાં માથું આવે છે. આવા 100માંથી 1 કે 2 કેસમાં પ્રસુતિ વખતે બાળક પર જીવનું જોખમ વધી જાય છે.

આવી સ્થિતિમાં ઘણીવાર બાળકનું માથું ગર્ભમાં અંદર ફસાઈ જાય તો બાળકનો જીવ બચાવવા માટે સિઝર કરવામાં આવે છે. ગત વર્ષે સુરતની સિવિલમાં આ પ્રકારે ઉંધા થઈ ગયેલા 20થી 25 જેટલા બાળકોને ગર્ભમાં સીધા કરી તેમનો જન્મ કરાવાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ