એ રાત..નહીં ભુલાય – વાસનાનું ભૂત થયું હતું તેના પર સવાર અને આખરે એ યુવતી રૂમમાં પ્રેવેશી…

ઘણી વસ્તુઓ એવી હોય છે કે જ્યાં સુધી આપણા જોડે ઘટિત ના થાય ત્યાં સુધી એના પર વિશ્વાસ રાખવો એટલો જ અઘરો છે જેટલો સપના પર વિશ્વાસ રાખવો અઘરો છે..આવો જ અનુભવ મને એટલે કે રાહુલ દેસાઈ ને આજ થી ત્રણ વર્ષ પહેલાં થયો હતો. અત્યારે મારી જોબ અમદાવાદ માં કામ કરતી પારસ ક્રોનિકલ નામ ની કંપની ની હેડ ઓફીસ માં મેનેજર તરીકે છે..પણ એ સમયે હું અમીરગઢ ખાતે આવેલ સનસાઈન ટાઇલ્સ માં સેલ્સ રિપ્રેઝન્ટર ની પદવી પર હતો..ઓફીસ ના કામ થી મારે અવાર નવાર બહાર જવાનું થતું હતું..આવી જ એક બે દિવસ ની જોબ રિલેટેડ ટુર પર હું હતો.

અમીરગઢ થી ડાયરેકટ પડાવ અમદાવાદ હતો..જ્યાં એક નવી કંપની જોડે એક મિટિંગ પતાવી મારે સુરત જવાનું હતું..અમદાવાદ થી અરિહંત ટુર એન્ડ ટ્રાવેલ્સ ની બસ પકડી હું વડોદરા સુધી ગયો..રાતે વડોદરામાં જ રોકવાની મારી ઈચ્છા હતી..સવારે વહેલાં વડોદરા થી સુરત જવાનું નક્કી કરી મેં રેલવે સ્ટેશન ની નજીક હોટલ વિનસ નામ ની ઠીક ઠાક કહી શકાય એવી હોટલ પર પસંદગી ઉતારી.

image source

આમ તો કંપની તરફ થી આવી ટુર પર જવાનો બધો ખર્ચો ઉઠાવાતો.. પણ હું હંમેશા આવું જ કરતો,કોઈ મીડીયમ રેન્જ ની હોટલ માં રોકાણ કરતો અને કમ્પની માં બિલ મોટી ફાઈવ સ્ટાર હોટલ નું બતાવતો..એ સિવાય બીજો એક ફાયદો આવી હોટલો નો એ હતો કે આવી હોટલો માં બધી ઈલીગલ વસ્તુઓ સરળતા થી ઉપલબ્ધ હતી.

હું પહેલાં થી જ રંગીન સ્વભાવ નો માણસ હતો..સેક્સ અને શરાબ નું તો મને રીતસર નું વળગણ હતું..એ હોટલ માં રોકાયા પછી મેં સૌપ્રથમ તો જમવાનું ઓર્ડર કર્યું..રાત નો સમય હોવાથી મેં હળવું જમવાનું મંગાવી એને ન્યાય આપ્યો..પછી ટીવી ઓન કરી મારી બેગ માં રાખેલી દારૂ ની બોટલ કાઢી ને ટેબલ પર ગોઠવી દીધી..વેઈટર જોડે રોસ્ટેડ કાજુ પહેલાં થી જ મંગાવી ને રાખ્યાં હતા.

image source

મને દારૂ ના બે પેગ માર્યા પછી થાક ની અસર થોડી ઓછી થતી જણાતી હતી..હું હોટલ ના એ રૂમ માં બેડ પર પગ રાખી ખુરશી માં બેઠો બેઠો લાસ્ટ ટાઈમ મોરબી ની આલ્ફા હોટલ માં કોલગર્લ સાથે પસાર કરેલી હસીન રાત ના સપનામાં ખોવાઈ ગયો. “વૉટ એ સેક્સિ ફિગર..એન્ડ હોટ બોડી…આહહહ..”બોલતાં બોલતાં મારા હોઠ ને દાંત વડે થોડા દબાવી દીધાં.. આજે પણ કોઈ એવી જ મસ્ત આઈટમ મળી જાય એવી ઇચ્છા થી મેં નીચે હોટલ ના મેનેજર ને ફોન કરવાનું વિચાર્યું.

ખુરશી માં થી ઉભો થઈ હું રૂમ માં રાખેલાં લેન્ડ લાઇન ટેલિફોન તરફ આગળ વધ્યો..મને કહેવામાં આવ્યું હતું કે કંઈપણ વસ્તુ ની જરૂર હોય તો ૧૦૧ નમ્બર ડાયલ કરજો..મારા હાથ ની આંગળીઓ જેવી ટેલિફોન ડાયલ તરફ ગઈ એવી જ મારી નજર લેન્ડ લાઇન ફોન ની નીચે રાખેલાં એક કાર્ડ તરફ ગઈ.એ કાર્ડ ને મેં હાથ માં લીધું.

“રેડ રોઝ સર્વિસ..”મેં કાર્ડ પર લખેલું વાંચ્યું..જોડે બે નાનકડા રોઝ દોરેલા અને નીચે એક નમ્બર હતો..કાર્ડ ની બીજી તરફ એક સુતેલી છોકરી નું એનિમેશન ચિત્ર હતું..મને સમજતાં વાર ના થઈ કે આ કાર્ડ સેક્સ રેકેટ ચલાવતી કોઈ સર્વિસ નું વિઝીટિંગ કાર્ડ છે..જે વસ્તુ જોઈતી હતી એ સામે થી મળી ગઈ એ વાત ન લીધે હું ખુબ જ રોમાંચિત અને ખુશ હતો. મેં વધુ સમય ગુમાવ્યા વિના એ કાર્ડ પર લખેલો નમ્બર ડાયલ કર્યો..એ નમ્બર પર કોલર ટ્યુન સેટ કરેલી હતી..જેમાં એમની સર્વિસ મુજબ નું ગીત વાગી રહ્યું હતું..

image source

“યે મેરા દિવાનાપન હૈ..યા મોહાબ્બત કા સુરૂર.. તું ના પહચાને તો હૈ યે, તેરી નજરો કા કુસુર…!!”

ગીત ની પંક્તિઓ પૂર્ણ થતાં ની સાથે એક સુરીલો નશાયુક્ત અવાજ કર્ણપટલ પર સંભળાયો.. “રેડ રોઝ સર્વિસ માં તમારું સ્વાગત છે..આપ ની રાતો ને રંગીન બનાવો અમારી સાથે..હું આપ ની શું મદદ કરી શકું છું..?” “હું…રાહુલ દેસાઈ બોલું..હોટલ વિનસ ના રૂમ નમ્બર ૩૦૮ માં હું ઉતર્યો છું..આજ રાત માટે મારે કોઈ મસ્ત આઈટમ ની જરૂર છે..”મેં સામે મારા મન ની વાત જણાવી.

“હોટલ વિનસ,રેલવે સ્ટેશન ની બાજુ માં..એમ આઈ રાઈટ.?”સામે થી સવાલ પુછાયો. “હા એજ..”મેં ટૂંક માં પતાવ્યું. “સર આપને કેટલી રેન્જ સુધી ચાલશે..૧૦૦૦,૨૦૦૦,૪૦૦૦,૧૦૦૦૦…?”સામે થી બીજો પ્રશ્ન પુછાયો. “હમમમમમ..૪૦૦૦ મેં મારી ઈચ્છા અને આવક ને અનુરૂપ કહ્યું..જલ્દી કરજો પણ..” મેં મારી બેકરારી જણાવતાં કહ્યું. “સર..તો મીસ સોનુ કરી ને એક યુવતી..પંદર મિનિટ માં તમારી હોટલ ના દરવાજે હશે..આપ એને નક્કી કરેલું પેમેન્ટ આપી દેજો.આપ ની રાત હસીન રહે..આપ ને અમે ભરોસો આપીએ છીએ કે આવી હસીન રાત તમે ક્યારેય માણી નહીં હોય..!” સામે થી કર્ણપ્રિય અવાજ સંભળાયો.

image source

ફોન નો સંબંધ વિચ્છેદ થયાં બાદ હું પાછો ચેર માં આવી ને બેઠો..બે પેગ માર્યા પછી..પુરી રાત ફૂલ એન્જોય કરવા માટે વાયગ્રા ની હાઈડોઝ ની ગોળી પણ ખાઈ લીધી..થોડી જ વાર માં બારણે ટકોરાં પડ્યાં અને એ સાંભળતા જ મારા ઉતાવળા પગે હું દરવાજા તરફ આગળ વધ્યો. દરવાજો ખોલતાં ની સાથે મારી સામે ઉભેલી છોકરી એ હળવેક થી કહ્યું.. “રાહુલ દેસાઈ..?” “હા..”મેં જવાબ આપ્યો. “હું રેડ રોઝ સર્વિસ માં થી આવું છું..મારુ નામ…” “મીસ સોનુ..”મેં એ યુવતી ની વાત વચ્ચેથી કાપતાં કહ્યું.

મારી વાત સાંભળી એના ચહેરા પર એક હાસ્ય નું મોજું ફરી વળ્યું..એ યુવતી અંદર પ્રવેશી અને હું પણ એની પાછળ પાછળ દરવાજો બંધ કરી રૂમ માં પ્રવેશ્યો. મને હજુપણ મારી આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આજ ની રાત હું આવી સૌંદર્ય ની સાક્ષાત પ્રતિમા જોડે પસાર કરવાનો છું..વાહ..શું ગજબ નું આકર્ષક ફિગર હતું એ છોકરી નું..દેખાવ માં પણ શ્વેત આરસપહાણ સમાન એનો દેહ..કોલ ગર્લ જેમ લિપસ્ટિક કરે એવી જ ઓરેન્જ રંગ ની લિપસ્ટિક..આંખો માં કાજળ…. અને પુરુષ નું ધ્યાન ખેંચે એવી ભગવાને સ્ત્રી ને આપેલી બે વસ્તુઓ ઉરોજ અને પૃષ્ઠભાગ ની બનાવટ..કોઈ પણ તપસ્વી નું ભંગ કરવા કાફી હતી.

કાળા રંગ ના વનપીસ લેગ કટ ડ્રેસ માં સોનુ નો શ્વેત દેહ નીરખી રહ્યો હતો..કાન માં ભરાવેલી સિલ્વર રંગ ની ઈયરિંગ અને બ્લેક રંગ ની નેઈલપોલીસ માં સોનુ વધુ આકર્ષક લાગી રહી હતી.હું તો એના આ અદમ્ય રૂપ ને આંખો થી પીતો જ રહ્યો અને અનાયાસે જ મારા મુખે થી નીકળી ગયું. “મીસ સોનુ..યુ લૂક સો બ્યુટીફૂલ..” પોતાની બેગ માં થી સિગરેટ કાઢી એને મને લાઈટર આપવાનો ઈશારો કર્યો..હું એની સિગરેટ સળગાવવા નજીક ગયો એટલે એને મારો શર્ટ પકડીને પોતાની નજીક ખેંચી ને માદક અવાજે કહ્યું..

image source

“બસ ખાલી બ્યુટીફૂલ.. હોટ એન્ડ સેક્સી નહીં..?” એનો એ અવાજ નો મને પાગલ બનાવવા કાફી હતો..મારા મન માં વાસના નું ભુત સવાર થઈ ગયું હતું..હવે મારા થી વધુ સમય કંટ્રોલ થાય એવો નહોતો.શરાબ નો નશો..વાયગ્રા ની અસર અને સોનુ નામ ની એ યુવતી નું યૌવન મારી સમજશક્તિ પર ભારે થઈ ગયું હતું..વધુ સમય સુધી હું મારી જાત ને સંભાળી શકું એમ નહોતો એટલે મેં એની સિગરેટ લઈને નીચે ફેંકી દીધી અને પગ મૂકી મસળી દીધી.

સિગરેટ ફેંક્યા પછી હું સોનુ ને પલંગ પર સુવડાવી એની પર સવાર થઈ ગયું..સૌપ્રથમ તો મેં મારા અધર ને સોનુ ના રસ નીતરતા અધરો પર રાખી દીધાં.. એક અદમ્ય ખુશી અને અલગ પ્રકાર ના સ્વાદ ની અનુભુતી મને થઈ રહી હતી..સોનુ પણ મને ભરપૂર સાથ દઈ રહી હતી.

ધીરે ધીરે એને મારા શર્ટ ના બટન ખોલવાના શરૂ કર્યા..થોડી જ વાર માં હું શર્ટલેશ થઈને એની બાજુ માં પડ્યો હતો..મારો હાથ પણ હવે એના શરીર ના દરેક નાજુક અવયવ ફરતે ઘુમી રહ્યો હતો..એ પ્રોફેશનલ હતી એટલે ગ્રાહક ને કઈ રીતે સંતોષ આપવો એ સારી રીતે જાણતી હતી..મારા હાથ નો દબાવ એના તન ફરતે વધી રહ્યો હતો..ધીરે ધીરે અમારા બંને ના દેહ એકબીજા ને ચીપકી ગયા હોય એવું દ્રશ્ય સર્જાયું.

image source

એક પછી એક કપડાં ની પરત ઉતરી ગઈ હતી..અમે બંને નગ્ન થઈને પલંગ પર પડયા હતા..આંખો અત્યારે બોલવાનું કામ કરી રહી હતી..પ્રેમ ની સંપૂર્ણ અનુભુતી ની તૈયારી હું કરી ચુક્યો હતો..મેં મારા નીચે પડેલા પેન્ટ ના ખિસ્સા માં થી કોન્ડોમ બહાર કાઢ્યો એટલે સોનુ એ મારી સામે નજર કરીને કહ્યું…પછી મારા શરીર નો સંપૂર્ણ ઝુકાવ એની ઉપર રાખી દીધો.

અડધો કલાક સુધી અમે બંને પ્રેમ અને પ્લેઝર ની સંપૂર્ણ અનુભુતી કરાવી ને પરસેવા થી લોથપોથ થઈ ગયાં હતાં..ક્યારેક હું એના ઉપર તો ક્યારેક એ મારી ઉપર..પલંગ ની ચાદર પણ અત્યારે એના ઠેકાણે નહોતી..મને આટલી મજા તો ક્યારેય મળી નહોતી.મેં સોનુ ના યૌવન રૂપી સમુદ્ર માં પ્રથમ ડુબકી માર્યા પછી એની સામે જોઈને કહ્યું..

“સોનુ…જો તું કોલગર્લ ના હોત તો હું તને સો ટકા લગ્ન માટે પ્રસ્તાવ કરી ચુક્યો હતો..યાર યુ આર ટૂ ટૂ મચ ગુડ ઇન બેડ…” “યુ આર ઑલ્સો સો એનર્જેટિક..યુ ગીવ મી સો મચ ફન…આઈ લવ યોર ટાઈપ ઓફ મેન..”સોનુ એ મારા માથા માં હાથ ફેરવતાં કહ્યું. અમે બંને અત્યારે હાંફી રહ્યાં હતાં..અમે થોડો સમય આમ જ લપાઈને પડયા રહ્યાં..થોડા સમય પછી સોનુ એ કહ્યું..

image source

” થોડો ટાઈમ વેઈટ કરો.. હું ફ્રેશ થઈને આવું..”આટલું કહી પલંગ ની ચાદર ને પોતાનાં અનાવૃત દેહ પર ઢાંકી ને સોનુ ઉભી થઈ અને બાથરૂમ તરફ આગળ વધી..એના બાથરૂમ માં જતાં ની સાથે હું એના બહાર નીકળવાની રાહ જોતો જોતો બેડ પર પડ્યો હતો.ઘડિયાળ માં બાર ના ટકોરા પણ પડી ગયાં હતાં..બાથરૂમ માં જતાં ની સાથે એને શાવર ઓન કર્યો અને ગીતો ગાતા પોતાના દેહ ને ભીંજવવાનું શરૂ કર્યું.

“આજા આઈ બહાર..દિલ હૈ બેકરાર…ઓ મેરે રાજકુમાર તુઝ બિન રહા ના જાયે…આજા!!!”

જ્યારે પાણી પણ એને સ્પર્શ કરતું હશે ત્યારે એમાં પણ આગ લાગી જતી હશે..એ વિચારી મારી રોમે રોમ અત્યારે એક વિચિત્ર અહેસાસ નીચે પ્રફુલ્લિત થઈ રહી હતી..પાણી થી ભીંજાયેલી સોનુ કોઈ જલપરી થી કમ તો નહીં જ લાગતી હોય એ વિચારતાં વિચારતાં હું ક્યારેય ઉભો થઈ બાથરૂમ તરફ આગળ વધ્યો એનું ભાન જ ના રહ્યું.

બાથરૂમ ના દરવાજે ઊભાં રહીને મેં જેવો હાથ બાથરૂમ ના દરવાજે અથડાવા માટે ઊંચો કર્યો એ જ સમયે રૂમ ના બારણે કોઈના જોર થી હાથ અથડાવવાનો અવાજ સંભળાતા મેં મારા હાથ ને રોકી દીધો અને આ સમયે કોણ આવ્યું હશે રંગ માં ભંગ પાડવા એ વિચારી મનોમન ચાર પાંચ ગાળ પણ દઈ દીધી.

સૌપ્રથમ તો મેં નીચે પડેલું પેન્ટ પહેર્યું અને કોણ આવ્યું હશે એ ચેક કરવા રૂમ ના બારણે ગયો..અને પૂછ્યું…”કોણ છે ત્યાં..?” “હું આ હોટલ નો મેનેજર જગદીશ શ્રીમાળી…સર જલ્દી દરવાજો ખોલો…”સામે થી હોટલ ના મેનેજર જગદીશ ભાઈ નો અવાજ સંભળાયો.મેં કી-હોલ માં થી જોયું તો બહાર સાચેજ મેનેજર ના કપડાં માં સજ્જ એક વ્યક્તિ હતો અને પાછળ હોટલ નો એક વેઈટર..

“પણ મેં જ્યારે મેં ચેક ઈન કર્યું ત્યારે તો આ વ્યક્તિ કાઉન્ટર પર નહોતો..”હું મનોમન બબડયો..પણ હું આવ્યો ત્યારે પણ કાઉન્ટર પર બેસેલા વ્યક્તિ એ પણ આવો જ ડ્રેસ પહેર્યો હતો એટલે હું સમજી તો ગયો કે આ વ્યક્તિ દેખાવ અને પહેરવેશ પર થી તો મેનેજર લાગે છે..આટલું વિચારી મેં દરવાજો ખોલ્યો.

image source

“સર..આર યુ ઓલ રાઈટ..તમને કંઈ થયું તો નથી ને..?”દરવાજો ખોલતાં ની સાથે એ વ્યક્તિ એ વિચિત્ર સવાલો નો મારો ચલાવી દીધો. “હા મને કંઈ પણ થયું નથી..પણ આમ અચાનક રૂમ માં આવવાનું કારણ..?”મેં થોડાં ગુસ્સા સાથે જવાબ આપ્યો. “તમારી સાથે બીજું કોઈ તો નથી ને…?”જગદીશભાઈ એ ફરી થી સવાલ કર્યો. “પણ એના થી તમારે શું મતલબ..?”મેં ગુસ્સા માં કહ્યું. “મતલબ છે..કેમકે તમે જે રૂમ માં ઉતર્યા એનો નમ્બર ૩૦૮ છે..”એને ૩૦૮ પર ભાર મુક્ત કહ્યું. “પણ એના થી શું સાબિત થાય છે..”એની બેમતલબ ની વાત મને હવે પજવી રહી હોય એમ મેં કહ્યું.

“કેમકે સર આ રૂમ શ્રાપિત છે..આ રૂમ માં દોઢેક વર્ષ પહેલાં સોનુ નામ ની એક કોલગર્લ નું બેરહમી પૂર્વક ખુન થયું છે..વાસના ની ધૂન માં સવાર ચાર મિત્રો એ સોનુ ને અહીં બોલાવી અને એના જોડે વધુ પડતી હેવાનીયત પૂર્વક નું વર્તન કર્યું..સોનુ એ વિરોધ કરતાં એ લોકો એ એના પર પાશવી બળાત્કાર કર્યો અને એને મોત ને ઘાટ ઉતારી દીધી..એ વાત ન એક વર્ષ સુધી આ રૂમ બંધ રહ્યો.”

image source

“ત્યારબાદ ફરીથી આ રૂમ ખોલવામાં આવ્યો..પણ બે મહિના ના ટૂંકા ગાળા માં ચાર વ્યક્તિઓ ના આ રૂમ માં થયેલાં રહસ્યમયી મોત ના લીધે અમે આ રૂમ ને પાછો બંધ કરી દીધો..આજે કોઈ રૂમ ખાલી નહોતો જ્યારે તમે ચેક ઇન માટે આવ્યા હતાં.. વધારા માં ત્યારે જે મેનેજર ની ડ્યૂટી હતી એ હજુ બે દિવસ પહેલાં જ આવ્યો હતો..એટલે એને આ વિષય માં પૂરતી જાણકારી નહોતી એટલે એને તમને આ રૂમ આપી દીધો.. પણ અત્યારે હું જેવો ડ્યૂટી પર આવ્યો ત્યારે કી-સ્ટેન્ડ પર રૂમ નમ્બર ૩૦૮ ની કી ના જોતાં મને ચીંતા થઈ અને મારા જોડે આવેલા આ વેઇટરે કહ્યું ત્યાં કોઈ સાહેબ ઉતર્યા છે..એટલે હું એને લઈને તુરંત અહીં આવ્યો…”મેનેજર જગદીશભાઈ એ એમના અહીં આમ અચાનક આવવાનું કારણ કહ્યું.

જગદીશભાઈ ની વાત સાંભળતા જ મારા હોંશ કોશ ઉડી ગયાં.. મારી આંખે અંધારા આવી ગયાં.. હું આ બધી ભુત-પ્રેત કે આત્મા ની વાતો પર વિશ્વાસ નહોતો કરતો પણ આજે મારી જોડે હાજર કોલગર્લ નું નામ પણ સોનુ જ હતું..શું એ એક સંયોગ માત્ર હોઈ શકે??? મનોમન આટલું વિચારતાં હું બાથરૂમ તરફ આગળ વધ્યો..જગદીશભાઈ અને જોડે આવેલો વેઈટર પણ સમજી ચૂક્યાં હતાં કે હું એકલો નહોતો..એ પણ ધડકતા હૃદયે મારી પાછળ અંદર આવ્યા.

બાથરૂમ નું શાવર હજુ પણ ચાલુ હતું..મેં દરવાજા પર ડરતાં ડરતાં હાથ વડે ટકોરા માર્યા..બે મિનિટ સુધી કોઈ પ્રત્યુત્તર ના આવતાં મેં મેનેજર સામે નજર કરી..એટલે એમને કહ્યું. “તોડી નાંખો દરવાજો…” વેઈટર,જગદીશભાઈ અને મેં બળપૂર્વક બાથરૂમ નો દરવાજો તોડી નાંખ્યો તો અંદર નું દ્રશ્ય જોઈ અમારી આંખે અંધારા આવી ગયાં.. બાથરૂમ માં કોઈ નહોતું..ફક્ત નીચે ફર્શ પર પડી હતી પલંગ ની ભીની થયેલી ચાદર..!!

એક ક્ષણ માટે તો મારા પગ ત્યાં જ બાથરૂમ ના પ્રવેશદ્વારે ખડાઈ ગયાં.. વધુ વિચારવાની સ્થિતિ માં હું નહોતો.હું તાત્કાલિક દોડીને લેન્ડલાઈન ટેલિફોન જોડે ગયો..મને ત્યાંથી મળેલું રેડ રોઝ સર્વિસ નું વિઝીટિંગ કાર્ડ શોધવા પણ મારા આશ્ચર્ય વચ્ચે કંઈપણ હાથ ના લાગ્યું..કાર્ડ તો બહુ દૂર ની વાત હતી પણ રૂમ માં ના તો સોનુ ના કપડાં હતા ના એની બેગ.

મેં જ્યારે જગદીશભાઈ ને સોનુ ના દેખાવ અને પહેરવેશ વિશે વાત કરી તો જગદીશભાઈ આશ્ર્ચર્ય પામી ગયાં.. કેમકે એમના કહ્યા મુજબ ઘટનાનો ભોગ બનેલી સોનુ એ પણ એ રાત્રે આવો જ પહેરવેશ પહેર્યો હતો..અને સોનુ નો દેખાવ પણ મારા વર્ણન ને મેચ થતો હતો.!!એનો મતલબ કે એ સોનુ જ હતી..!!

“ભગવાન નો લાખ લાખ ઉપકાર કે તમને કંઈપણ થયું નથી..”જગદીશભાઈ એ હાથ જોડતાં પોતાના ઇષ્ટદેવ ને યાદ કરીને કહ્યું.અનાયાસે મારા હાથ પણ ભગવાન ને સ્મરણ કરતાં જોડાઈ ગયાં. જગદીશભાઈ ના કહેવાથી જોડે આવેલાં વેઇટરે મારો સામાન ઉઠાવીને ફર્સ્ટ ફ્લોર પર આવેલા રૂમ નમ્બર ૧૦૧ માં ટ્રાન્સફર કરી દીધો..એ રૂમ હોટલ ના માલિક માટે રિઝર્વ હતો.હું પણ વેઈટર ની પાછળ પાછળ રૂમ નમ્બર ૧૦૧ માં આવી ગયો.

image source

જગદીશભાઈ એ મારા બહાર નીકળતાં ની સાથે એ રૂમ ના દરવાજા ને લોક કરી દીધું..અને આ વખતે એ લોક હંમેશા માટે મરાઈ ગયું હોય એવું મને સમજતાં વાર ના થઈ.. જગદીશભાઈ પછી મારા રૂમ માં આવ્યા..અને આ વિષય માં મારા જોડે વધુ પડતી ચર્ચા કરવાનું ટાળી “ગુડ નાઈટ” કહી કાઉન્ટર પર ચાલ્યાં ગયાં.

મારી આંખો માં એ રાત ઊંઘ નું નામોનિશાન નહોતું..શરીર દુખતું હતું..માથું ભારે ભારે થઈ ગયું હતું પણ કેમેય કરી આંખો બંધ નહોતી કરી શકતો..કેમકે જેવી આંખો બંધ કરતો સોનુ નો સુંદર ચહેરો આંખો સમક્ષ ઉભરી આવતો અને બીજી જ ક્ષણે એ ચહેરો કોઈ ચુડેલ ને રૂપ માં પરિવર્તિત થઈ જતો..મારા હૃદય ના ધબકારા એ રાત પુરતાં તો બમણા વેગે જ ચાલતાં હોય એવું મને લાગ્યું.

image source

“શું એ રાતે એક ચુડેલ કે પ્રેતાત્મા એ મને સેક્સ ની અદમ્ય અનુભૂતિ નો અહેસાસ કરાવ્યો..?,શું પછી એ મને બીજા લોકો ના જેમ મોત ને ઘાટ ઉતારી દેવાની હતી..??”મનોમન આવા વિચારો નું ઘોડાપુર ઉમટયું હતું.. જે એ થોડાં દિવસ પુરતું શાંત તો ના જ થયુ.

સવાર થતાં ની સાથે હું ચેક આઉટ કરી હોટલ વિનસ માં થી નીકળી ગયો..એ દિવસે મારા પર ચડેલું સેક્સ નું ભુત ઉતરી ગયું..એ પણ એક ભુત ના લીધે..ત્યારબાદ હું ઘણીવાર આ રીતે હોટલ માં રોકાયો પણ ક્યારેય સેક્સ વિશે વિચાર્યું પણ નથી..આજે પણ કોઈ દિવસ વડોદરા રેલવે સ્ટેશન પર જવાનું થાય તો હોટલ વિનસ ને જોઈને એ રાત યાદ આવી જાય છે..હકીકત માં કહું તો..

image source

“મારી જીંદગી ની એ સૌથી વધુ હસીન અને ભયાનક રાત હતી…આમ પણ જે જેટલું સુંદર હોય એટલું જ વધુ ખતરનાક હોય છે..એ વાત ની સાબિતી મળી ગઈ હતી એ પણ જીવ ના જોખમે.”

લેખક : જતીન.આર.પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ