રણબીર કપૂરને હાથમાં થઇ ઇજા, GF આલિયાએ કરી મદદ…

એરપોર્ટ પર રનબીર કપૂર ભાંગેલા હાથે જોવા મળ્યો આલિયા ભટ્ટ સાથે !

આલિયા ભટ્ટ અને રનબીર કપૂરની ફિલ્મ રિલિઝ થાય તે પહેલાં તો તેમના લગ્નની અફવાઓ પણ શરૂ થઈ ગઈ છે. પણ હાલ તો તેમના ફેન્સ તેમની મેગા બજેટ ફિલ્મ બ્રહ્માસ્ત્રની જ રાહ જોઈ રહ્યા છે. આ પહેલા તેમને ક્યારેય સ્ક્રીન પર જોવામાં નથી આવ્યા પણ તેમની રીલ જોડી હીટ થાય તે પહેલાં જ તેમની રીયલ જોડી હીટ થઈ ગઈ છે અને તેનો અણસાર તેઓ અવારનવાર જાહેરમા એક સાથે જોવા મળે ત્યારે આપી જ દેતા હોય છે.

image source

તાજેતરમાં રનબીર અને આલિયા ભટ્ટને એરપોર્ટ પર એક સાથે ક્લિક કરવામાં આવ્યા હતા. આ બન્ને ચંડીગઢ્ જવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. પણ અહીં તેમની એક સાથે હાજરી કરતાં વધારે ચર્ચામાં રનબીરનો ટુટેલો હાથ રહ્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે રનબીર પોતાની ફિલ્મોને જેટલો સમય આપે છે તેટલો જ સમય પોતાની પ્રિય રમત ફુટબોલને પણ આપે છે અને તે ફિલ્મિ પ્રમોશનો કરતાં વધારે તો ફુટબોલના ગ્રાઉન્ડ પર જોવા મળે છે. અને અવારનવાર તેની તસ્વીરો તેમજ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થતી રહે છે. માટે જ તેને પોતાના શરીરને બનાવવા માટે જીમની જરૂર નથી પડતી. એરપોર્ટ પર જોવા મળ્યો તેના આગલા દિવસે જ તેની કેટલીક ફુટબોલ રમતી તસ્વીરો શેયર કરવામાં આવી હતી.

image source

સામાન્ય રીતે રનબીર હસતા મોઢે તસ્વીરો ક્લીક કરવા દે છે પણ આ વખતે એરપોર્ટ પર તે થોડો નારાજ દેખાયો. વાસ્તવમાં તેનો એક હાથ ટુટી ગયો હતો. તેના જમણા હાથને આર્મ સ્લિંગ દ્વારા સપોર્ટ આપવામાં આવ્યો હતો. જો કે તેના આ હાથની દશા ફુટબોલ રમતી વખતે થઈ કે બીજા કોઈ કારસણ સર તેની જાણ નથી થઈ શકી.

image source

રનબીર સાથે આલિયા પણ જોવા મળી હતી જો કે આલિયા પણ દર વખતની જેમ પ્રસન્ન નહોતી જોવા મળી. તેણીએ બ્લૂ શર્ટ અને વ્હાઇટ પેન્ટ પહેર્યું હતું અને પોતાની લગેજ બેગ કેરી કરી રહી હતી. જ્યારે રનબીરે બ્લેક ટીશર્ટ સાથે બ્લેક પેન્ટ પહેર્યા હતા. પણ તેનો હાથ ઘવાયેલો હોવાથી તેના સાથીએ તેનું લગેજ કેરી કર્યું હતું.

image source

હાલ આલિયા અને રનબીર, આયાન મુખર્જી દીગ્દર્શીત ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”ના શુટિંગમાં વ્યસ્ત છે. આ એક ફેન્ટસિ સુપરહીરો મૂવી છે જેમાં અમિતાભ બચ્ચન પણ મહત્ત્વની ભુમિકા નિભાવ રહ્યા છે. તો શાહરુખ ખાનનો પણ કેમિયો છે. જેની તારીખો પણ શાહરુખ ખાને ફિલ્મ ડીરેક્ટરને આપી દીધી છે. આ વર્ષના અંત સુધીમા ફિલ્મનું શુટિંગ પુર્ણ થઈ જશે, અને 2020માં ફિલ્મ રીલીઝ થવાની છે જો કે તે બાબતે કોઈ જ ચોક્કસ તારીખની જાહેરાત કરવામાં નથી આવી. પણ રનબીર-આલિયાના ફેન્સ તેમની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા આતુર છે.

image source

તમને જણાવી દઈએ કે આલિયા અને રનબીરના પણ ભૂતકાળમાં ઘણા અફેર્સ રહી ચૂક્યા છે, આલિયાનું નામ તેની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યરના સહઅભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડાઈ ચુક્યું છે તો રનબીરનો ભૂતકાળ તો ઘણો રંગીન રહ્યો છે તેના દીપિકા અને કેટરીના સાથે ઘણા નજીકના સંબંધ રહી ચુક્યા છે.

image source

બન્ને સંબંધમાં વાત લગ્ન સુધી આવી ગઈ હતી પણ તે સંબંધો આગળ નોહતા વધી શક્યા. હવે લોકો ઇચ્છે છે કે તે આલિયા ભટ્ટ સાથે પોતાનો સંસાર વસાવી લે. કારણ કે આ બન્ને જાહેરમાં ઘણીવાર સાથે જોવા મળ્યા છે, તેઓ એકબીજાના ફેમિલિમાં પણ ઘણો સમય પસાર કરી રહ્યા છે, તેમ છતાં તેમણે ક્યારેય તેમના સંબંધોનો જાહેરમાં સ્વિકાર નથી કર્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ