આ ફેશિયલ તમારા માટે છે એકદમ બેસ્ટ, જાણો કેવી રીતે કરે છે કામ…

આવી રહી છે નવી જ ફેશિયલ ટેક્નિક !

સમય પસાર થતાં અને નવી નવી શોધો થતાં માણસનું જીવન વધારે સરળ બની રહ્યું છે આ શોધો માત્ર વિજ્ઞાન ક્ષેત્રે, વાહનવ્યવહાર ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે કે પછી ખાદ્ય પદાર્થોના જ ક્ષેત્રમાં નથી થઈ રહ્યું પણ બીજી ઘણી બાબતોમાં થઈ રહ્યું છે. આજે અમે તમને સૌથી પ્રિય એવી બ્યુટી ટ્રીટમેન્ટ ફેશિયેલની નવી ટેક્નિક વિષે જણાવીશું.

image source

ફેશિયલ કરાવવું દરેક સ્ત્રીને ખૂબ પસંદ હોય છે. કારણ કે તેનાથી ચહેરા પર એક સુંદર ગ્લો આવે છે અને હવે ફેશિયલ માત્ર સ્ત્રીઓ જ નથી કરાવતી પણ ઘણા બધા પુરુષો પણ પોતાના ચહેરા પર ચમક લાવવા માટે ફેશિયલ કરાવતા હોય છે. આમ ફેશિયલની ડીમાન્ડ ડબ્બલ થઈ ગઈ છે. અને સાથે સાથે સમય પસાર થતાં તેની ટ્કનિકમાં પણ પરિવર્તન આવતુ હોય છે.

image source

આ ફેશિયલ છે ‘ગુઆ શા ફેશિયલ’. હાલ આ ફેશિયલને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ ટેક્નિક તાજેતરમાં જ પ્રકાશમાં આવી છે પણ વાસ્તવમાં આ એક ખુબ જ જુનિ ફેશિયલ ટેક્નિક છે જેને સોશિયલ મિડિયા પર પણ ખુબ જ આવકારવામાં આવી રહ્યી છે. ખાસ કરીને સ્કીનકેર બ્લોગર્સ, બ્યુટી બ્લોગર્સ પ્રોફેશ્નલ બ્યુટિશિયન વિગેરે દ્વારા તેને વખાણવામાં આવી રહ્યું છે. અને કેટલીક વેબસાઇટ પર તેના ટુલ્સને વેચવામાં પણ આવી રહ્યું છે. હવે તમને એમ થતું હશે કે આ ગુઆ શા ફેશિયલ છે શું ? તો ચાલો જાણીએ તે વિષે વિગતે

શું છે આ ગુઆ શા ફેશિયલ અને તેમાં વપરાતા ટુલ્સ ?

image source

આ ફેશિયલ પદ્ધતિ પુર્વ એશિયામાં ઘણા લાંબા સમયથી મસલ્સ માટે વાપરવામાં આવતી હતી પણ હવે તેનો ઉપયોગ ચહેરા પર પણ થવા લાગ્યો છે. આ એક પૌરાણીક ચાઇનીઝ ટેક્નોલોજી છે જેમાં એક મસાજ ટુલ દ્વારા તમારા ચહેરાને ઘસવામાં આવે છે અને તેનાથી તમારા ચહેરામાં લોહીનું પરિભ્રમણ વધે છે. એવું પણ કહેવાય છે કે તેનાથી સ્વાસ્થ્ય પણ સારું થાય છે અને તેના ઉપયોગથી દુઃખાવામાં પણ રાહત થાય છે.

image source

શરૂઆતમાં આ ગુઆ શા ટેક્નિકનો ઉપયોગ માત્ર માણસની પીઠ માટે જ થતો હતો પણ હવે તેનો ઉપયોગ ચહેરા પર પણ થવા લાગ્યો છે જેના ઘણા સારા પરિણામ મળી રહ્યા છે. આ ફેશિયલમાં ચાઈનીઝ ટ્રેડિશનલ દવાઓ અને ગુલાબી સ્ફટિક કે પછી નીલમ જેવા રંગનો પથ્થર અથવા તો લીલા રંગના સ્ફટીક જેવા પથ્થરથી ચહેરા પર મસાજ કરવામાં આવે છે.

આ ફેશિયલ કેવી રીતે કામ કરે છે ?

એવું કહેવાય છે કે આ પૌરાણિક ચાઇનિઝ ટેક્નિકથી નિયમિત ફેશિયલ કરવાથી ચહેરાની ત્વચા સાફ થાય છે અને ત્વચાનું ટેક્સ્ચર પણ સુધરે છે. આ ટેક્નિકથી ફેશિયલ કરવાથી તમારા ચહેરાની લસિકાઓમાંથી નુકસાનકારક લસિકાઓ નીકળી જાય છે અને તેમ થવાથી તમારા ચહેરા પરની ત્વચાના નવા કોષો જીવંત બને છે અને ચહેરા પરનું લોહીનું ભ્રમણ પણ સુધરે છે.

image source

આ ફેશિયલને નિયમિત કરવાથી માત્ર ત્રણ જ અઠવાડિયામાં ચહેરા પર નોંધનીય તફાવત જોવા મળે છે. તેના માટે તમારે કોઈ જ વધારે વસ્તુઓની જરૂર નહીં પડે માત્ર ગુઆ શા ટુલ ચહેરા પર વાપરતા પહેલાં તમારે ચેહરા પર રીચ ફેશિયલ ઓઇલ લગાવવાનું છે.

તે તમારા ચહેરા પર શું પરિવર્તન લાવે છે ?

image source

તે તમારા ચહેરા પરના લોહીના સર્ક્યુલેશનને વધારે છે અને આમ તે એક નાનકડા સ્પા સમાન ટ્રીટમેન્ટ તમારા ચેહરાને આપે છે. પણ તેનાથી તમારી ત્વચા કંઈ પહેલા કરતાં યુવાન લાગે છે કે પછી તમારી ત્વચા ટાઈટ થઈ જાય છે તેવું નથી. તેમ છતાં ચેહરા પરનું લોહીનું ભ્રમણ વધવાથી તે તમારા ચેહરા પર કાંતિ લાવે છે. અને તેને જો યોગ્ય રીતે કરવામાં આવે તો તે તમારા ચહેરાને નુકસાન પણ નથી પહોંચાડતું.

આ ફેશિયલ કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું

image source

અનુભવીઓનું એવું કહેવું છે કે આ ફેશિયલ પથ્થર દ્વારા કરાતું હોવાથી અને સંપુર્ણ કેરથી કરવામાં આવતું હોવા છતાં તેનાથી ચેહરા પર ઉઝરડા કે ખાડા પડવાનો ભય રહે છે. માટે આ ટેક્નિકનો ફેશિયલમાં ઉપયોગ કરતી વખતે સલાહ આપવામાં આવે છે કે તેને કોઈ ટ્રેઇન્ડ વ્યક્તિ પાસે જ કરાવવું જોઈએ. ચાઈનામાં આ પ્રકારના ફેશિયલ માટે એક લાયસન્સ મેળવવું પડે છે.

image source

જો કે કોઈ પણ પ્રકારની નવીનતાનો પ્રયોગ કરતા પહેલાં તમારે ઘણા પાસાઓ વિષે વિચારવું જોઈએ અને ખાસ કરીને જ્યારે પ્રશ્ન શરીરનો હોય અને તેમાં પણ સ્કીનનો હોય ત્યારે કોઈ પણ પ્રયોગ વગર વિચાર્યે ન જ કરવા જોઇએ. કારણ કે તમને નથી ખબર કે તમારી ત્વચા માટે તે અનુકુળ છે કે નહીં. કારણ કે તેની તમારા પર નકારાત્મક અસર પણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ