રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 1 વર્ષ સુધી પોતાના પગારની 30 ટકા રકમ કરશે દાન

કોરોનાનું સંકટ લોકડાઉનના એક પછી એક ત્રણ તબક્કા જાહેર થયા પછી પણ ઓછું થયું નથી. તેવામાં હવે લોકડાઉનનો ચોથો તબક્કો કેટલીક છૂટછાટ સાથે શરુ કરવામાં આવનાર છે. જો કે લોકડાઉનના આ સમયમાં અર્થવ્યવસ્થાને અને લોકોની માઠી અસર પણ થઈ છે. જેની ભરપાઈ કરવા માટે પીએમ કેર્સ ફંડ ઊભું કરવામાં આવ્યું છે.

image source

દેશમાં ચાલતા કોરોના સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ એક વર્ષ સુધી પોતાના પગારનો 30 ટકા હિસ્સો દાન કરવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી આ સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની માર્ચ માસનો આખો પગાર પીએમ કેયર્સ ફંડમાં દાન કર્યો હતો.

રાષ્ટ્રપતિ ભવન તરફથી જણાવાયું છે કે પરંપરાગત સમારોહ દરમિયાન ઉપયોગમાં આવતી લિમોઝીન કારની ખરીદીનો પ્રસ્તાવ આ અગાઉ મુકવામાં આવ્યો હતો તેને પણ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થગિત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ગુરુવારે કોવિડ – 19થી સંક્રમિત દર્દીના કુલ આંકડા વધી અને 78, 003 થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 2549 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 78,003 થઈ ચુકી છે.

image source

ગત ચોવીસ કલાકની વાત કરીએ તો કોરોના વાયરસના નવા 3722 દર્દી નોંધાયા છે. આ વાયરસના કારણે 24 કલાકમાં 134 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે રાહતની વાત એ છે કે કોરોનાથી સંક્રમિત થયા પછી સારવાર લઈને અત્યાર સુધીમાં 26, 235 દર્દીઓ સ્વસ્થ થઈ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થઈ ચુક્યા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરી અને 33.63 ટકા થયો છે. કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવામાં પણ સ્વાસ્થ્ય મંત્રાલય સફળ થઈ રહ્યું છે.

image source

ઉલ્લેખનીય છે કે કોરોનાને ફેલાતો રોકવા માટે વડાપ્રધાન મોદીએ દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારબાદ તબક્કાવાર 2 વખત લોકડાઉનને લંબાવાયું હતું. 17 મેના રોજ આ લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થશે. જો કે વડાપ્રધાન મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉનનો ચોથો તબક્કો પણ આવશે પરંતુ આ લોકડાઉનના નવા નિયમો સાથે શરુ થશે અને તે નિયમો સંક્રમિત રાજ્યોની સરકાર જાહેર કરશે. હાલ કોરોના વાયરસથી સૌથી વધુ સંક્રમિત રાજ્યમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતનો સમાવેશ થાય છે.

source: ndtv

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ