લોકડાઉનમાં ટ્વિન્કલ ખન્નાની 7 વર્ષની દીકરી મેકઅપ આર્ટિસ્ટ માટે બની ‘સિરિયસ કોમ્પિટિશન’

કોરોના વાયરસના કારણે જે લોકડાઉન જાહેર થયું છે તેનો સૌથી વધુ લાભ ફિલ્મ સ્ટાર્સ અને તેના બાળકોને થઈ રહ્યો છે.

image source

સામાન્ય દિવસોમાં શૂટિંગ માટે એક જગ્યાથી બીજી જગ્યા ફરતાં ફિલ્મ સ્ટાર્સ હાલ પોતાના પરીવાર અને બાળકો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. આવો જ ખાસ સમય હાલ ટ્વિન્કલ ખન્ના અને અક્ષય કુમારનો પરીવાર માણી રહ્યો છે.

તાજેતરમાં જ ટ્વિન્કલ ખન્નાએ તેની 7 વર્ષની દીકરીએ કરેલી કમાલની એક પોસ્ટ ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે શેર કરેલી તસવીરમાં ટ્વિન્કલ ખન્નાએ મેકઅપ કરેલો જોવા મળે છે. આ મેકઅપ કોઈ મેકઅપ આર્ટિસ્ટે નહીં પણ તેની દીકરી નિતારાએ કર્યો છે. ઈંસ્ટા પર આ પોસ્ટ શેર કરી તેના કેપ્શનમાં ટ્વિન્કલે લખ્યું છે કે, નાનકડી નિતારાએ સરસ મેકઓવર કરી દીધો છે. આઈબ્રો અને બધું જ સુંદર છે. આ લખાણ સાથે મેકઅપ આર્ટિસ્ટને તેણે ટેગ કરીને લખ્યું છે કે, આ તારા માટે સિરિયસ કોમ્પિટિશન છે.

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

લોકડાઉનના સમયમાં ટ્વિન્કલ ખન્ના તેના ઈંસ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે તે અવાર નવાર ખાસ વીડિયો અને ફોટો પણ શેર કરતી હોય છે. કોરોના વાયરસ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે પણ તે પોસ્ટ શેર કરે છે. થોડા દિવસો પહેલા મધર્સ ડે પર પણ તેણે ખાસ વીડિયો શેર કર્યો હતો અને આ દિવસની શુભકામના પાઠવી હતી.

image source

ટ્વિન્કલ અને અક્ષય કુમારના બે બાળકો છે. 17 વર્ષનો આરવ અને 7 વર્ષની દીકરી નિતારા. ટ્વિન્કલ ખન્ના છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મોમાં સક્રિય નથી. તે લેખિકા તરીકે સતત વ્યસ્ત રહે છે. ટ્વિન્કલ ખન્ના તાજેતરમાં જ બોલિવૂડ સ્ટાર્સની ફંડ એકત્ર કરવ માટેની ઈવેન્ટ આઈ ફોર ઈન્ડિયામાં પણ જોડાઈ હતી. આ ઈવેન્ટમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ જોડાયા હતા. જો કે તેમાં અક્ષય કુમાર પણ હતો. આ ઈવેન્ટ ઉપરાંત અક્ષય કુમારે પીએમ કેર્સ ફંડમાં 25 કરોડ રુપિયા પણ ડોનેટ કર્યા છે.

image source

આ સિવાય પણ તેને આર્થિક સહાય મહારાષ્ટ્ર સરકારને પણ કરી છે. અક્ષય કુમારે જ્યારે આ ફંડની જાહેરાત કરી હતી ત્યારે પણ ટ્વિન્કલ ખન્નાએ એક પોસ્ટ શેર કરી અને અક્ષયના વખાણ કર્યા હતા અને લખ્યું હતું કે તેને તેના પતિ પર ગર્વ છે.

source : divyabhaskar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ