નીના ગુપ્તાએ બેરોજગાર બનેલી મહિલાઓને આપ્યું સ્વેટર બનાવવાનું કામ, જાણો ક્યાં છે હાલ અભિનેત્રી

વડાપ્રધાન મોદીએ તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં આત્મનિર્ભર ભારત અને ભારતમાં બનતી લોકલ વસ્તુઓને મહત્વ આપવાની અપીલ કરી હતી. આ અપીલના સમર્થનમાં અનેક નિર્ણયો દેશમાં લેવાઈ રહ્યા છે. પરંતુ આ અપીલનું સમર્થન બોલિવૂડની એક અભિનેત્રી પણ કરી રહી છે.

image source

અભિનેત્રી નીના ગુપ્તાએ લોકલ વસ્તુ ખરીદવાની વાત પર ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી અને સ્થાનિકોએ બનાવેલા સ્વેટર દેખાડી ખાસ સંદેશ આપ્યો હતો. આ વીડિયોમાં નીના ગુપ્તાએ કહ્યું છે કે મુક્તેશ્વરમાં હાલ લોકડાઉનના કારણે પ્રવાસીઓની અવરજવર બંધ છે અને તેના કારણે અહીંના સ્થાનિક લોકો પાસે કોઈ કામ નથી. તેના કારણે અહિંયાની ફ્રી છે તે મહિલાઓને તેણે સ્વેટર બનાવવા કહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta) on

વીડિયો શેર કરી તેમાં નીના ગુપ્તાએ કેપ્શનમાં લખ્યું હતું ગોઈંગ લોકલ… તમને જણાવી દઈએ કે નીના ગુપ્તા મુંબઈમાં નથી હાલ તે તેના પતિ સાથે ઉત્તરાખંડના મુકતેશ્વરમાં રહે છે. અહીંના સુંદર વીડિયો તે અવાર નવાર તેના ઈંસ્ટા અકાઉન્ટ પર શેર કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta) on

વીડિયોમાં નીના ગુપ્તા કહે છે કે તેણે છેલ્લા કેટલાક દિવસોથી લોકલ થવાનું શરુ કર્યું છે. “ મુકતેશ્વરમાં સામાન્ય દિવસોમાં તો અનેક પ્રવાસીઓ હોય છે પરંતુ હાલ કોઈ ટૂરિસ્ટ નથી અને અહીંના લોકો પાસે કોઈ કામ પણ નથી. તેથી મેં અહીંયાની મહિલાઓ પાસે સ્વેટર તૈયાર કરાવ્યા હચા. આ સ્વેટર 1 હજાર રુપિયામાં તૈયાર થયા છે. “ સાથે જ નીના ગુપ્તાએ અલગ અલગ રંગના સ્વેટર વીડિયોમાં પહેરીના બતાવ્યા છે.

image source

વીડિયોમાં નીના ગુપ્તા વધુમાં કહે છે કે, “ આ કામથી કોઈને કામ મળે છે, કોઈને રોજગાર મળે છે અને મને સ્વેટર મળે છે. મેં મોજાં પણ લીધા છે, મને ખ્યાલ છે કે આ વર્ષે અહીંય કોઈ પ્રવાસી આવશે નહીં. આ કારણે અહીંયાના લોકોની આવક પણ બંધ થઈ જશે. મારા સ્વેટર ઉપરાંત મેં મારા પતિ માટે પણ સ્વેટર તૈયાર કરવા આપ્યું છે. હાથે બનાવેલા સ્વેટરની મજા જ અલગ હોય છે. તો ચાલો બધા લોકલ બનીએ. “

image source

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ લોકડાઉનના કારણે અટકેલી અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવા માટે લોકલ વસ્તુઓને મહત્વ આપવાની વાત કરી હતી. આ અગાઉ તેમણે લોકલ મેન્યુફેકચરિંગ તેમજ લોકલ માર્કેટનું મહત્વ પણ સમજાવ્યું હતું. તેમણે પણ સ્વીકાર્યું હતું કે કોરોનાના સમયે સમજાવ્યું છે કે સ્થાનિક વસ્તુ જ કામ લાગે છે. હવે દરેક દેશવાસીએ એક થઈ અને લોકલ બ્રાંડને ગ્લોબલ બનાવવાની છે.

source : divyabhaskar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ