ફરી શરૂ થઈ ગઇ આ રજવાડી ટ્રેન, જેનું ભાડું જાણીને તમારી આંખો થઇ જશે પહોળી, જાણો બીજી શું છે વિશેષતાઓ

ભારતમાં ટ્રેનના પાટા ઉપર અનેક ટ્રેનો એવી પણ ચાલે છે જેને હરતી ફરતી ફાઈવ સ્ટાર હોટલ કહી શકાય. આ ટ્રેનોમાં ફાઈવ સ્ટાર હોટલ જેવી જ સુવિધાઓ મળે છે. જો એમ કહીએ કે તેમાં રાજાશાહી અનુભવ મળે છે તો પણ અતિશયોક્તિન કહેવાય. આ ટ્રેનો પૈકી એક ટ્રેન છે ગોલ્ડન ચેરિયેટ. આ એસી ટ્રેન છે જે IRCTC ની અન્ય લકઝરી ટ્રેનોને બરાબર ટક્કર આપે છે. આમ તો અમે આજના આર્ટિકલમાં અમે તમને આ ટ્રેન વિશે એટલા માટે જણાવી રહ્યા છીએ કે આ ટ્રેન છેલ્લા કેટલાક સમયથી બંધ હતી જે હવે તાજેતરમાં જ યાત્રીઓ માટે ફરી શરૂ કરવામાં આવી છે.

image soucre

ગત રવિવારથી સાઉથ ઇન્ડિયાની રાજાશાહી ટુર કરાવતી પ્રખ્યાત ગોલ્ડન ચેરિયેટ ટ્રેન ફરી એક વખત પાટા પર દોડવા લાગી છે. વર્ષ 2008 માં શરૂ કરવામાં આવેલી આ ટ્રેનનું સંચાલન કર્ણાટક સ્ટેટ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હતું પરંતુ હવે તેમાં મોટાભાગની સેવા IRCTC પુરી પાડી રહ્યું છે. આ ટ્રેનમાં લકઝરી રૂમ જેવા કોચ છે અમે તેમાં રજવાડી અનુભવ સાથે યાત્રીઓને સાઉથ ઇન્ડિયાના અનેક શહેરોમાં ફરવા લઈ જવાય છે. ત્યારે આપણે એ જાણીશું કે આ ટ્રેનમાં શું શું વિશેષતા છે અને તેમાં યાત્રા કરવા માટે તમારે કેટલા રૂપિયા ખર્ચવા પડે ?

ક્યાંથી શરૂ થાય છે ટ્રેન અને ક્યા કયા શહેરમાં ફરે છે આ ટ્રેન ?

image soucre

આમ તો આ ટ્રેન કર્ણાટક, ગોવા, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીને જોડે છે પરંતુ તેના પેકેજ અલગ અલગ છે. તમે આ પેકેજને બુક કરી યાત્રા કરી શકો છો. ટ્રેનમાં યાત્રીઓને રહેવા, જમવાની સંપૂર્ણ વ્યવસ્થા મળે છે. આ ટ્રેન સામાન્ય ટ્રેનની જેમ યાત્રીઓને એક સ્ટેશનથી બીજા સ્ટેશન છોડતી નથી પણ યાત્રિકો ટ્રેનમાં બેસીને એક શહેરથી બીજા શહેર જાય છે અને ત્યાં ફરવા પણ જાય છે.

image soucre

એક રીતે આ ટ્રાવેલ પેકેજ તરીકે જ યાત્રિકોને સેવા આપે છે. ટ્રેનનો એક નિશ્ચિત રૂટ હોય છે જેના દ્વારા યાત્રીઓને અલગ અલગ રૂટ મુજબના શહેરોમાં ફરવા લઈ જવાય છે અને હોટલ સ્વરૂપે તેઓએ આ ટ્રેનમાં જ રોકાવવાનું હોય છે. ટ્રેનની ખાસ લકઝરી સુવિધાઓને કારણે તે પ્રખ્યાત છે.

કેટલા દિવસની હોય છે યાત્રા ?

image soucre

ઉપર જણાવ્યું તેમ આ ટ્રેનના અલગ અલગ પેકેજ હોય છે જે અંતર્ગત યાત્રીઓ 6 રાત્રી 7 દિવસથી લઈને 3 દિવસ સુધીનું પેકેજ પસંદ કરી શકે છે. ટ્રેનની યાત્રા બેંગલુરુથી શરૂ થાય છે અને તે યાત્રીઓને બંદીપુર નેશનલ પાર્ક, મૈસુર, Halebidu, Chikkamagaluru અને ગોવા ફરવા લઈ જાય છે. એ સિવાય આ ટ્રીપમાં અનેક ઐતિહાસિક જગ્યાઓએ ફરવા લઈ જવાય છે અને ત્યારબાદ ફરી બેંગલુરુ આવી યાત્રા પુરી થાય છે. જ્યારે કોઈ શહેરમાં ટ્રેન પહોંચે છે ત્યારે તેને એસી બસ દ્વારા સાઈડ સીન કરવામાં આવે છે.

ખર્ચ કેટલો થાય છે ?

image soucre

આ ટ્રેનમાં રજવાડી સુવિધાઓ તો મળે છે પણ તે માટે તમારે ખિસ્સામાંથી માતબર રકમ પણ ચૂકવવી પડે છે. તેના એક પેકેજમાં જો તમે ડિલક્ષ કેબીન લો તો તમારે 3 લાખ 20,000 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે પેકેજ અને યાત્રીઓની સંખ્યા મુજબ પેકેજની રકમમાં ફેરફાર પણ કરી શકાય છે. આ ખર્ચમાં યાત્રીઓને અલગ અલગ દેશોના ભોજન વગેરે પણ મળે છે અને સાથે જીમની પણ સવલત હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ