રૂંવાડા ઉભા કરી દેતો વીડિયો ચારેકોર વાયરલ, ચાલુ કારમાંથી નાનકડું બાળક પડ્યું નીચે, પછી દોડવા લાગ્યું અને…

ક્યાંય પણ બહાર નીકળતી વખતે જો નાનું બાળક સાથે હોય તો આપણી જવાબદારી વધી જાય છે. સામાન્ય રીતે બાળકને લઈને ઘરની બહાર નીકળવામાં આવે એટલે બાળક આમતેમ જોવા લાગે છે આજુબાજુની વસ્તુને સ્પર્શવાની કોશિશ કરે છે. આ વચ્ચે તેના કુમળા શરીરને નુકશાન ન પહોંચી જાય તેવું ધ્યાન રાખવામાં આવતું હોય છે. આપણી સાથે નાના બાળકો હોય ત્યારે તેમનું ખાસ ધ્યાન રાખવું પડે. તાજેતરમાં એક બાળકનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને ભલભલાના રૂંવાડા ઉભા થઇ જાય. આ ઘટના અંગે મંગળવારે એક ટ્વીટર યુઝર્સ શીરીન ખાન દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો.

જો આ વીડિયો વિશે વાત કરીએ તો તેના કેપ્શનમાં લખ્યું હતું કે “આવું કેવી રીતે બની શકે છે ?”. જે હાલ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ થઇ રહેલા આ વીડિયો વિશે વાત કરીએ તો વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર ટ્રાફિક સિગ્નલ પાસે ઉભી છે અને જેવું સિગ્નલ ખુલે છે કે કાર આગળ ચાલવા લાગે છે. આ સમયે જ કારની પાછળની ડિક્કી ખુલી જાય છે અને એક બાળક રોડ ઉપર આવીને નીચે પડી જાય છે. જો કે આ ઘટનામાં મોટી રાહતની વાત એ હતી કે જ્યારે આ બાળક નીચે પડ્યું ત્યારે કોઈ વાહન તેની પાછળ આવી રહ્યું ન હતું. જો આ કારની તરત પાછળ કોઈ વાહન હોત તો આ બાળકનો જીવ પણ જઈ શકતો હતો.

ઘટના વિશે આગળ વાત કરીએ તો બાળક જમીન ઉપર પડવાની સાથે જ કાર તરફ દોડવા લાગે છે અને તે કાર પણ આગળ ઉભી રહેતી જોવા મળે છે. ત્યારબાદ આ કારમાંથી એક મહિલા ઉતરી અને બાળકને લેવા માટે આવે છે. આ ઘટના પછી આનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ અગાઉ પણ આવી ઘટના સામે આવી હતી. તે દરમિયાન પણ તે ઘટનાનો વીડિયો પણ ઘણો વાયરલ થઇ ગયો હતો. તે વીડિયો વિશે વાત કરીએ તો તે વીડિયો આઇપીએસ ઓફિસર પંકજ નૈન દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો કેરળનો હોવાનું જણાવવામાં આવ્યું હતું. તે વીડિયોમાં પણ જોઈ શકાય છે કે એક બાળક ચાલુ કારમાંથી કેવી રીતે નીચે પડે છે.

વીડિયો શેર કરવાની સાથે આઇપીએસ ઓફિસર દ્વારા લખવામાં આવ્યું હતું કે “બાળક સાથે પ્રવાસ દરમિયાન ચાઈલ્ડ લોક અને ચાઈલ્ડ સીટ ખુબ જ જરૂરી હોય છે. કાર ચલાવતા પહેલા બધા જ દરવાજા બરાબર જોઈ લેવા કે તે બરાબર બંધ છે કે નહીં. આ સાથે સુરક્ષાનાં ભાગરૂપે હંમેશા ચાઈલ્ડ લોક ચાલુ કરી દેવું. અને હા બાળકોને ચાઈલ્ડ સીટ ઉપર બેસાડવા. કારણ કે બધા જ બાળકો આ માસૂમની જેમ ભાગ્યશાળી નથી હોતા. જેથી સુરક્ષિત રહો.” તેવો સંદેશો પોલીસ દ્વારા આપવામાં આવ્યો હતો. આ બન્ને કિસ્સામાં બાળકો બચી ગયા પણ ઘણી એવી ઘટના પણ બની છે જ્યાં બાળકનું મૃત્યુ થયું હોય. જેથી કાર ચલાવનાર વ્યક્તિએ સમજદારીથી કામ લેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ