સતત 16 વર્ષથી હિટ જઇ રહી છે રાજકુમાર હીરાનીની ફિલ્મો, જેમાં દરેક ફિલ્મમાં હોય છે ‘આ’ એક્ટર

16 વર્ષથી સતત હીટ ફિલ્મો આપી રહ્યા છે રાજકુમાર હીરાનીઃ હીરો ભલે ગમે તેટલા બદલાય પણ એક વ્યક્તિ તો તેમની ફિલ્મોમાં જોવા મળશે જ, રાજકુમાર હીરાની બોલીવૂડના અવ્વલ દરજાના ડીરેક્ટર છે. તે એક્ટર્સ માટે કોઈ પારસ પથ્થર સમાન છે જેને પણ અડે તે કુંદન બની જાય છે તે અભિનયની એક અલગ જ ઉંચાઈ હાંસલ કરે છે.

image source

છેલ્લા 16 વર્ષથી રાજકુમાર હીરાનીની એક પણ ફિલ્મ ફ્લોપ નથી થઈ. એમ જ કહો કે તેમણે પોતાની કેરિયરમાં એક પણ ફ્લોપ ફિલ્મ નથી બનાવી. અને માટે જ આજે તેઓ બોલીવૂડના ટોપ ડીરેક્ટર્સમાં આવે છે અને તેમની સાથે ટોચના અભિનેતાઓ પણ ફિલ્મ કરવા પડાપડી કરે છે.

image source

રાજકુમાર હીરાનીએ અત્યાર સુધીમાં પાંચ ફિલ્મો ડીરેક્ટ કરી છે અને તેમાંની બધી જ ફિલ્મો સુપર ડુપર હીટ રહી છે. તેમણે પોતાની કેરિયરમા કંઈ કેટલાએ સ્ટારનું જીવન બનાવી દીધું છે. રાજકુમાર હીરાનીની પ્રથમ ફિલ્મ હતી સંજય દત્ત અભિનિત ‘મુન્ના ભાઈ MBBS’. આ ફિલ્મ 2003માં આવી હતી. આ ફિલ્મ દર્શકોને અત્યંત ગમી હતી અને ફરી એકવાર સંજયદત્તને લોકો પસંદ કરવા લાગ્યા હતા અને તેની કારકીર્દીની એક નવીજ દિશા મળી હતી.

image source

ત્યાર પછી ત્રણ વર્ષ બાદ 2006માં મુન્નાભાઈ એમબીબીએસની સિક્વલ આવી લગે રહો મુન્ના ભાઈ. તેમાં પણ સંજય દત્તનો મુખ્ય રોલ હતો અને વિદ્યા બાલનના મોહક સ્મિત તેમજ અભિનયે લોકો પર જાદૂ કરી દીધો હતો. આ ફિલ્મમાં ગાંધીજીના વિચારોને એક અલગ જ દ્રષ્ટિકોણથી બતાવવામાં આવ્યા હતા અને જાણે ભુલાઈ ગયેલા ગાંધી વિચારોને પુનર્જન્મ મળ્યો હતો.

image source

ત્યાર પછીના ત્રીજા વર્ષે ફરી એકવાર રાજકુમાર હીરાની છવાઈ ગયા. 2009માં તેઓ 3 ઇડિયટ ફિલ્મ લઈને આવ્યા જે તે સમયની સૌથી હીટ અને સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ.

image source

આ ફિલ્મમાં આમિર ખાન લીડ રોલમા હતો અને તેના સહપાઠીઓ તરીકે આર માધવન અને શરમન જોષીએ પણ પોતાના પાત્રોમાં જીવ રેડી દીધો હતો. ત્યાર બાદ પાંચ વર્ષે ફરી રાજકુમાર હીરાનીએ આમીર ખાન સાથે એજ જાદુ પુનરાવર્તિત કર્યો. આ વખતે ફિલ્મ હતી પીકે. અને 2018માં ફિલ્મ આવી સંજૂ આ ફિલ્મ સંજય દત્તના જીવન પર આધારીત હતી. જેમાં સંજય દત્તનું પાત્ર રનબીર કપૂરે અદ્ભુત રીતે ભજવ્યું હતું.

image source

જો કે સંજુ ફિલ્મમાં સંજય દત્તને જે હકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યો હતો તેને લઈને ઘણા બધા વિવાદો થયા હતા પણ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી હતી અને ફિલ્મે કરોડોનો બિઝનેસ કર્યો હતો.

કેવી રીતે બની સંજુ

image source

રાજકુમાર હીરાનીએ પોતાની કેરિયેરની પ્રથમ બે ફિલ્મો સંજય દત્ત સાથે કરી હતી અને તે દરમિયાન તેમને સંજય દત્તના જીવન વિષે બારીકાઈથી જાણવા મળ્યું અને તેમને તે બધી વાતો એટલી રસપ્રદ લાગી કે તે જ વખતે તેમણે સંજય દત્તના જીવન પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કરી લીધું હતું. અને ફિલ્મ બની પણ ગઈ અને સુપરહીટ રહી.

દરેક ફિલ્મમાં બોમન ઇરાનીની હાજરી

image source

જ્યાં હીરાની ત્યાં ઇરાની. હા રાજકુમાર હીરાનીની દરેક ફિલ્મમાં બોમન ઇરાનીની હાજરીની નોંધ લેવાનું તમે જરા પણ નહીં ચૂકો. બની શકે કે રાજકુમાર બોમનને પોતાની ફિલ્મો માટે લકી માનતા હોય. જોકે બોમન ઇરાનીની એક્ટિંગ સ્કિલનો પણ ક્યાંય જોટો મળે તેવો નથી.

image source

તમને જણાવી દઈએ કે બોમન ઇરાનીએ ફિલ્મોમાં ઘણી મોટી ઉંમરે પ્રવેશ કર્યો. ફિલ્મોમાં આવ્યા પહેલાં તે એક ફેશન ફોટોગ્રાફર હતા અને એક માહિતી પ્રમાણે તેમણે તે પહેલાં હોટેલમાં પણ કામ કર્યું છે. બોમન ઇરાનીએ પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત મુન્ના ભાઈ એમબીબીએસથી કરી અને તેને જોતાં તમે જરા પણ ન કહી શકો કે તે તેની પ્રથમ ફિલ્મ હશે તેવો અફલાતૂન અભિનય તેણે તેની દરેક ફિલ્મમાં કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ