‘તાનાજી’ ફિલ્મની ટિકિટ મળી રહી છે ફ્રીમાં, ખબર છે તમને?

દીપીકા પદૂકોણની ‘છપાક’નો બૉયકોટ કરવા બીજેપી નેતાઓ ‘તાનાજી’ની ટીકીટ મફતમાં વહેંચી રહ્યા છે

image source

કાજોલ અને અજય દેવગન પોતાની આવનારી ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયરનું પુરજોશમાં પ્રમોશ કરી રહ્યા છે. પણ હાલમાં આ ફિલ્મ તેના હીરો તેના કન્ટેન્ટના કારણે ચર્ચામાં નથી આવી પણ દિપીકા પદૂકોણના કારણે ચર્ચામાં આવી છે.

કારણ કે તેણીના કારણે ભાજપના કેટલાક નેતાઓએ અજય-કાજોલની ફિલ્મ તાનાજીની ટીકીટોનું મફત વિતરણ કરવાનો નિર્ણય લીધો છે.

image source

તાજેતરમાં દિપીકા પોતાની ફિલ્મના પ્રમોશન માટે દીલ્લી ગઈ હતી અને સાથે સાથે દીલ્લીમાં આવેલી વિખ્યાત જવાહરલાલ નેશનલ યુનિવર્સિટિમાં પણ તેણી ઇજાગ્રસ્ત વિદ્યર્થીઓને મળવા ગઈ હતી. જેને લઈને રાજકીય જગત તેમજ મિડિયામાં ખુબ જ હોબાળો મચી ગયો છે.

તેણીના આ વર્તનને તેણી યુનિવર્સિટિના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને સપોર્ટ કરતું ગણવામાં આવ્યું છે. તેણીએ વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્ટુડન્ટ સાથે હાજરી તો આપી પણ તેણીને હવે આ પગલું ભારે પડવા જઈ રહ્યું છે.

image source

કારણ કે તેનું આ પગલું કેટલાક ભાજપા નેતાઓને પસંદ નથી આવ્યું અને તરત જ તેની આવનારી ફિલ્મ છપાકને બૉયકોટ કરવાની તેમણે જાહેરાત કરી દીધી છે.

અને માટે જ લોકો રૂપિયા ખર્ચીને દીપીકની ફિલ્મ જોવા ન જાય તે હેતુસર કેટલાક ભાજપા નેતાઓએ તાનાજી ફિલ્મની ટીકીટનું મફત વિતરણ કરવાનું નક્કી કર્યું છે.

image source

દીપીકાની જેએનયુ મુલાકાતે ઘણા ભાજપા નેતાઓને નારાજ કર્યા છે. અને તેઓ સોશિયલ મિડિયા દ્વારા દીપિકાની ખુબ નિંદા કરી રહ્યા છે. અને ભાજપના નેતાઓએ #BoycottChhapaakનું એક કેમ્પેઇન પણ શરૂ કરીને ફિલ્મ છપાકનો વિરોધ પણ શરૂ કરી દીધો છે.

તમને જણાવી દઈએ કે ભાજપના નેતા તેજિંદર સિંહ બગ્ગાએ ટ્વીટ કરીને દીપિકા પાદુકોણ અને તેની ફિલ્મ છપાકનો બહિષ્કાર કરવા માટે લોકોને આહવાન આપ્યું છે. તેમણે ટ્વીટર પર લખ્યું છે કે, ‘ટુકડે-ટુકડે ગેંગ અને અફઝલ ગેંગને સમર્થન કરનાર દીપિકા પદુકોણની ફિલ્મનો બહિષ્કાર કરશો, તો રી ટ્વીટ કરો’

અને સાથે સાથે તેમણે બીજું પણ એક ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે ‘હું દસ વ્યક્તિને તાનાજી ફિલ્મની મફત ટીકીટ આપી રહ્યો છું અને ત્રણ લોકોને #TanhajiChallenge આપી રહ્યો છું.’ આમ કરીને તેમણે ભાજપના બીજા ત્રણ નેતાઓને તાનાજી ચેલેન્જ આપીને ટેગ કર્યા છે.

આમ તેમણે છપાક ફિલ્મનો બોયકોટ કરવા માટે તાનાજી ફિલ્મની ટીકીટો ફ્રીમાં આપવાનો નિર્ણય કર્યો છે. અને ભાજપના બીજા ત્રણ નેતાઓને પણ ટેગ કરીને તેમને પણ તાનાજીની ટીકીટ મફત વેચવા માટે પ્રોત્સાહિત કર્યા છે અને તેમને પણ બીજા ત્રણ લોકોને આ ચેલેન્જ આપવા કહ્યું છે.

આ ત્રણ ભાજપા નેતાઓમાં ભાજપની રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનો સમાવેશ થાય છે તેણીએ આ ચેલેન્જ સ્વીકારીને તાનાજી ધી અનસંગ વોરિયરની ટીકીટ મફતમાં વહેંચી રહે છે. તેણીએ ટ્વીટ કરીને ચેલેન્જ એક્સેપ્ટ કરી છે અને બીજા ત્રણ જણને નોમિનેટ કર્યા છે.

આ ઉપરાંત પણ કેટલાક સોશિયલ મિડિયા યુઝર્સે ભાજપા નેતાઓની ચેલેન્જને સ્વીકારી છે. તમને જણાવી દઈએ કે અજય-સૈફ-કાજેલ અભિનિત તાનાજીઃ ધ અનસંગ વોરિયર ફિલ્મ અને દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક એક જ દિવસે થિયેટરમાં રિલિઝ થવા જઈ રહી છે.

image source

અને માટે જ દીપિકાની ફિલ્મને મોટો ફટકો આપવા માટે ભાજપના નેતાઓ તાનાજીઃધ અનસંગ વોરિયરની મફત ટીકીટ વહેંચવાનો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઈ કે અજય દેવગનની આ ફિલ્મ જાણીતા મરાઠા યોદ્ધા તાનાજી માલુસરે પર આધારીત છે.

image source

તાનાજી જાણીતા મરાઠા સામ્રાજ્યમાં છત્રપતિ શિવાજીના સેનાપતિ હતા. આ ફિલ્મની વાર્તા 17મી સદીની છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. તાનાજી ધ અનસંગ વોરિયર ફિલ્મ અજય દેવગનની 100મી ફિલ્મ છે.

image source

તાજેતરમાં એક રિયાલીટી શોમાં અજયદેવગને આવી જ બીજી ફિલ્મો બનાવવાનું આયોજન પણ જણાવ્યું હતું જેમાં તેઓ આ પ્રકારના યોદ્ધાઓ ઉપર ફિલ્મ બનાવવા માગે છે જેમને ઇતિહાસમાં જોઈએ તેટલું મહત્ત્વ આપવામાં નથી આવ્યું.

image source

દીપિકા પાદૂકોણની છપાક ફિલ્મની વાત કરીએ તો તેને આ વિરોધ બાદ કેવો પ્રતિસાદ મળશે તે તો ફિલ્મ રિલિઝ થયા બાદ જ જાણવા મળશે. જો કે આ પહેલાં ફિલ્મ પદ્માવત સમયે પણ દીપિકાએ આક્રમક વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ