શ્રધ્ધા કપૂરે વરુણ ધવનને ગાલ પર મારી દીધા એકસાથે બે-ત્રણ તમાચા, જોઇ લો પુરાવા તરીકે VIDEO

શા માટે વરુણને શ્રદ્ધા કપૂરે જડી દીધા ઉપરાઉપરી તમાચા

image source

બોલીવૂડના જાણીતા અભિનેતા વરુણ ધવનને શ્રદ્ધા કપૂરે તમાચા મારીને કરી દીધો રાતોચોળ. હાલ તેમની આ વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકોમાં ચર્ચા ઉભી થઈ ગઈ છે.

શ્રદ્ધા અને વરુણ રેમો ડીસુઝા દીગ્દર્શીત ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં જોવા મળશે. આ ફિલ્મનું સંપૂર્ણ શુટિંગ તેમજ પોસ્ટ પ્રોડક્શન પૂર્ણ થઈ ગયું છે હવે તેનું પ્રમોશન ફિલ્મના સ્ટાર્સ દ્વારા કરવામાં આવશે.

image source

આ ફિલ્મ 24 જાન્યુઆરીએ રીલીઝ થવા જઈ રહી છે. અને આવા જ સંજોગોમાં આ વિડિયો સોશિયલ મિડાય પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડિયોમાં વરુણ અને શ્રદ્ધા વચ્ચે તકરાર થઈ રહી છે અને છેવટે શ્રદ્ધા કપૂર વરુણ પર થપ્પડનો વરસાદ વરસાવી મૂકે છે અને વરુણ ધવન રાતો ચોળ બની જાય છે.

image source

શ્રદ્ધાના આ વર્તનથી વરુણ ધવન પણ પોતાની જાતને નથી રોકી શકતો અને તે પણ શ્રદ્ધા પર હાથ ઉપાડી બેસે છે. અને તે પણ શ્રદ્ધાની જેમ તેને એક નહીં પણ ઘણા બધા તમાચા ગાલ પર જડી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Hype PR (@hypenq_pr) on

વરુણ શ્રદ્ધાના આ વિડિયોએ લોકોને પોતાના તરફ ખૂબ આકર્ષ્યા છે. લોકો તેમના વિડિયો પર રિએક્શન પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વિડિયોમાં વરુણ અને શ્રદ્ધા એકબીજાને મજાકમાં થપ્પડ મારી રહ્યા છે.

અને વિડિયોમાં બેકગ્રાઉન્ડમાં તેમનું જ સોંગ વાગી રહ્યું છે અને તે લોકો સોંગનો હૂક સ્ટેપ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ વિડિયોમાં તેમના ફિલ્મને અનુરૂપ કૂલ લૂકને પણ જોઈ શકો છો.

image source

આ વિડિયોના અંતમાં વરુણ અને શ્રદ્ધા પોતાની આવનારી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડીની રીલીઝ ડેટ જણાવીને તેનું પ્રમોશન પણ કરી રહ્યા છે. વરુણ અને શ્રદ્ધા આ ફિલ્મના ટ્રેઇલરમાં એકબીજા સાથે ખુબ ક્યૂટ લાગી રહ્યા છે.

આ બન્નેની કેમેસ્ટ્રી આ અગાઉની એબીસીડી 2માં પણ ઘણી વખાણવામાં આવી હતી. અને કેમ ન હોય તેઓ નાનપણથી એકબીજાના સારા મિત્રો છે.

image source

હાલ શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન પોતાની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડીના પ્રમોશનમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈ કે આ ફિલ્મના ટ્રેલરે સોશિયલ મિડિયા પર ધૂમ મચાવી દીધી છે અને ખાસ કીરને નોરા ફતેહી અને વરુણ ધવન પર ફિલ્માવવામાં આવેલું ગીત ગર્મી તો લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.

તેની સાથે સાથે ફિલ્મના બીજા સોંગ ઇલ્લીગલ વેપન 2.0 પણ લોકોને પોતાની ધૂન પર નચાવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે રેમો ડીસૂઝાની આ ફિલ્મમાં નોરા ફતેહી, પ્રભુ દેવા, સલમાન ખાન, રાઘવ જુયલ, અપારશક્તિ ખુરાના તેમજ બીજા ઘણા બધા કલાકારો જોવા મળશે.

image source

આ ફિલ્મની રિલિઝ સાથે જ વરુણ પોતાની નેક્સ્ટ ફિલ્મ કુલી નંબર વનના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે જેમાં તે સારા અલી ખાન સાથે જોવા મળશે.

આ ફિલ્મને તેના પિતા ડેવીડ ધવન જ ડીરેક્ટ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ