મેયર સહિત રાજકોટવાસીઓએ ધૈર્યરાજ સિંહને બચાવવા કરી મદદ, લોકોએ પોતાની ઓળખ છૂપાવી સોનાના દાગીના પણ દાનમાં આપ્યા

છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયામાં ધૈર્યરાજ સિંહનું નામ મોખરે છે. આ 3 મહિનાનો બાળક જન્મજાત ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે અને તેના એક ઈન્જેક્શન આપવાનું છે આ માટે તેને 16 કરોડ રૂપિયાની પરિવારને જરૂર છે. દેશભરમાંથી લોકો આ માટે દાન આપી રહ્યા છે. પરંતુ હાલમાં વાત થઈ રહી છે રાજકોટની અને અહીંના મેયરની પણ.

અહીના મેયર પોતે ધૈર્યરાજસિંહ માટે ફંડ ભેગું કરવા માટે રસ્તા પર આવી ચૂક્યા છે. આ બાળકનો જીવ બચાવવાની પહેલાના ભાગ રૂપે અહીં એક જ દિવસમાં લાખો રૂપિયા ભેગા કરી લેવાયા છે. અચરજની વાત તો એ છે કે આ બાળકનો જીવ બચે તે માટે એક રાહદારીએ પોતાની સોનાની વીંટી પણ દાન કરી છે.

લોકોએ ઓળખ છૂપી રાખીને પણ કર્યું દાન

ધૈર્યરાજ સિંહની સારવાર યોગ્ય રીતે થઈ શકે તે માટે રાજકોટની સામાજિક સંસ્થાઓ પણ દાન કરી રહી છે. ગંગોત્રી ગ્રૂપના સભ્યોએ રસ્તા પર આવીને દાન માંગ્યું અને સાથે ભાજપના કોર્પોરેટર પણ ધૈર્યરાજ માટે દાન માંગવા નીકળી ચૂક્યા છે. રાજકોટમાં પોતાની ઓળખ ન આપવાની શરતે લોકો આ બાળક માટે સોનાના દાગીનાનું પણ દાન કરી રહ્યા છે.

આ જોતાં લાગે છે કે દેશમાં હજુ પણ માનવતા જીવે છે. એક તરફ કોરોના સંકટ ઘેરાઈ રહ્યું છે ત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ આ બાળકની મદદ માટે દેશ મદદ કરતા ખચકાઈ રહ્યો નથી.

એક પેટ્રોલ પંપના માલિકે 18 માર્ટની કમાણી ધૈર્યરાજની સારવારમાં આપવાની કરી જાહેરાત

સામાન્ય માણસની સાથે સાથે રાજકોટ- અમદાવાદ હાઈવે પરના ગમારા પેટ્રોલિયમના માલિકે જાહેર કર્યું છે કે તેઓ 18 માર્ચના રોજ જે કમાણી કરશે તે રક મઆ બાળક ધૈર્યરાજની સારવાર માટે દાનમાં આપશે આ સાથે જ તેઓએ એમ પણ કહ્યું છે કે એક દિવસમાં અંદાજે 20000 લિટર પેટ્રોલ અને ડીઝલ વેચાય છે એટલે કે લગભગ આ રકમ 45000 રૂપિયા કમિશનના ભાગ રૂપે મળે છે. તેનું તેઓ ધૈર્યરાજને દાન કરશે.

કઈ બીમારીથી પીડાઈ રહ્યો છે 3 મહિનાનો ધૈર્યરાજ સિંહ

મહીસાગરના કાનેસર ગામના મધ્યમ વર્ગના રાઠોડ પરિવારમાં ધૈર્યરાજ સિંહનો જન્મ થયો છે. પરંતુ તેને જન્મથી જ Spinal Muscular Atrophy Fact Sheet નામે ઓળખાતી બીમારી લાગી છે. ડોક્ટરના કહેવા અનુસાર આ બાળકની સારવાર માટે 1 વર્ષનો સમય છે અને તેને ઈન્જેક્શન આપવાનું છે તેના માટે પરિવારને 16 કરોડ રૂપિયાની જરૂર છે. જેના કારણે સામાન્ય પરિવારે દેશવાસીઓ પાસે મદદ માંગી છે. અને લોકો પણ દિલ ખોલીને ધૈર્યરાજ સિંહની શક્ય મદદ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ