રાજકોટમાં હેર સલૂન અને ગોંડલમાં સોડાના વેપારીએ આટલી કમાણી ધૈર્યરાજસિંહને દાનમાં આપી, જાણો માહિતી

ધૈર્યરાજ રાઠોડ નામનો બાળક છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. કારણ કે તે એક એવી બિમારીથી પીડાય રહ્યો છે કે જેમાં 16 કરોડ રૂપિયાની જરૂર પડે છે. તો જ એની સારવાર શક્ય બને નહીંતર એનો કોઈ ઈલાજ નથી. ત્યારે લોકો પોતાની શક્તિ એવી ભક્તિ પ્રમાણે મદદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામે મધ્યમવર્ગીય પરિવારના આંગણે ધૈર્યરાજ નામના બાળકને જન્મજાત ગંભીર બીમારીને કારણે 16 કરોડનું ઇન્જેક્શન આપવાનું છે.

image soucre

આ મદદ માટે રાજકોટ જિલ્લામાંથી રાજકીય અને જાણિતા લોકો મદદ કરવા માટે આગળ આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામમાં મધ્યમવર્ગીય રાઠોડ પરિવાર રાઠોડ પરિવારને આંગણે ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે. જેને એસએમએ-1(Spinal Muscular Atrophy Fact Sheet)તરીકે ઓળખવામાં આવે છે. જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે બાળકના ઈલાજ માટે 1 વર્ષનો સમય છે.

image soucre

જો કે માત્ર મોટા મોટા લોકો જ નહીં પણ આ બાળક માટે રાજકોટમાં હેર સલૂન અને ગોંડલમાં સોડાના વેપારીએ પણ પોતાના જેવું દાન કર્યું છે અને એક-એક દિવસની કમાણી ધૈર્યરાજસિંહની સારવારમાં આપી છે. હેર સલૂનના વેપારી ધૈર્યરાજસિંહની સારવાર થઇ ન જાય ત્યાં સુધી દર મંગળવારની કમાણી સારવાર માટે આપશે એવી પણ જાહેરાત કરી છે અને લોકો વચ્ચે ચર્ચામાં આવ્યો છે.

એ જ રીતે ગોંડલ શહેર પંથકમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હિમાલયા સોડા એન્ડ સેફ્ટીના સંચાલક રાજુભાઈ ચડોતરા અને તેમના પરિવારજનો દ્વારા ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા ધૈર્યરાજસિંહની સારવારમાં આર્થિક મદદ માટે બુધવારના રોજ તેમની એમ.બી. કોલેજ, જેલ ચોક, હોટેલ શ્રી પાસે તેમજ ગુંદાળા રોડ ગંગોત્રી સ્કૂલ સામે સહિતની ચારેય બ્રાન્ચમાં થનાર વેપાર અર્પણ કરવામાં આવ્યો છે. આ રીતે આ બન્ને વેપારી હાલમાં ભારે ચર્ચાઈ રહ્યા છે.

આ સાથે જ ચારેકોરથી દાન મળી રહ્યું છે અને જો વાત કરીએ ગઈકાલની તો ગોંડલના ભરૂડી ટોલ ટેક્સ પાસે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર સહિતના યુવાનોએ ધૈર્યરાજસિંહના ઈલાજ માટે ફંડ એકત્ર કર્યુ હતું, તો રાજકોટમાં એક રાહદારીએ પોતાની સોનાની વીંટી દાનમાં આપી દીધી હતી. સાથોસાથ રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ અને લોકસાહિત્યકાર દેવાયત ખવડ પણ ફંડ એકત્ર કરવા માટે આગળ આવ્યા હતા.

image soucre

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા સલૂનના સંચાલક વાસુભાઈ કલોલાએ પોતાના સલૂનની દર મંગળવારે થતી કમાણી ધૈર્યરાજસિંહને ડોનેટ કરવાની જાહેરાત કરી છે. આ અંગે તેણે જણાવ્યું હતું કે, ધૈર્યરાજસિંહ ગંભીર બીમારીથી પીડાય છે ત્યારે આપણા સૌની ફરજ છે કે આપણે તેને આ મુશ્કેલીમાંથી નિવારીએ અને યથાશક્તિ અનુદાન કરીએ. માટે હું મારા સલૂનમાં દર મંગળવારે થતી કમાણી ધૈર્યરાજસિંહને અર્પણ કરવાનો છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ