Zomatoના ડિલીવરી બોય સાથે વિવાદમાં આવેલી યુવતીની કંઈક અલગ જ કહાની, જાણો શું ભાંડાફોડ થયો

તાજેતરમા ફૂડ ડિલીવરી કંપની Zomatoના ડિલિવરી બોય અને સ્ત્રી ગ્રાહક વચ્ચેના ઝઘડામાં હવે નવો વળાંક જોવા મળી રહ્યો છે. જે મહિલા અત્યાર સુધી પીડિત રહી છે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. ડિલીવરી બોય પર હુમલો કરવાનો આરોપ ડિલીવરી બોય પર લગાડવામા આવી રહ્યો છે.

image soucre

ફરિયાદમાં જણાવાયું છે કે આરોપી મહિલાએ ડિલીવરી બોયને ચપ્પલથી માર્યો હતો અને દુર્વ્યવહાર પણ કર્યો હતો. ત્યારબાદ તેની સામે ખોટી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ યુવતીનું નામ હિતેશાં ચંદ્રાની છે. જાણવા મળી રહ્યુ છે કે આ યુવતીને ઇન્સ્ટાગ્રામમાં 55.8 હજાર લોકો ફોલો કરે છે.

image soucre

આ સાથે જ વાત કરીએ તો યુવતીના કહ્યાં મુજબ ડિલીવરી બોયે તેમને પંચ મારતા નાકમાં લોહી નીકળી ગયું હતું જ્યારે ડિલીવરી બોયે આ અંગે અલગ કહાની વર્ણવી હોવાનુ જાણવા મળી રહ્યુ છે. આ સાથે બેંગલુરુમાથી આ ડિલીવરી બોયને પોલીસે પકડી પાડ્યો છે.

image soucre

મળતી માહિતી મુજબ હિતેશા ચંદ્રાનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો હતો કે ડિલીવરી મોડી થવાના કારણે તેની ડિલીવરી બોય સાથે બોલાચાલી થઈ ગઈ હતી જેથી ડિલીવરી બોયે તેના ઉપર હુમલો કર્યો હતો. આ દરમિયાન તેના ચહેરા ઉપર પંચ પણ માર્યો હોવાનુ તેનુ કહેવુ છે. જો કે આ ઘટનામાં કંપનીએ ડિલીવરી બોયને નોકરી પરથી હટાવી દીધો છે પરંતુ આ વિવાદના કારણે હિતેશા ચંદ્રાની ચર્ચામાં આવી છે.

image soucre

આ યુવતી વિશે વધારે વાત કરવામાં આવે તો તે બેંગ્લુરૂમાં રહે છે અને ઇન્સ્ટાગ્રામ પર ફેશન અને બ્યુટી ઇનફ્લૂએન્સર છે. બીજી તરફ પકડાયેલા ડિલીવરી બોયે જે કહાની જણાવી હતી તે યુવતીના કથનથી વિપરીત જ હતી. ડિલીવરી બોયના કહ્યા પ્રમાણે જ્યારે ઓર્ડર આપ્યો ત્યારે હિતેશા રિફંડ માંગવા લાગી હતી. ત્યારે રિફન્ડ માટે તેને ઈન્કાર કરતા અપશબ્દો બોલવા લાગી હતી અને સેન્ડલથી મારવાની કોશિશ કરી હતી. ડિલીવરી બોયનુ કહેવુ છે કે તેણે ફક્ત આત્મરક્ષા માટે જ ધક્કો માર્યો હતો એટલે તેને ઈજા પહોંચી હતી.

image source

આ મામલે બેંગલુરુ પોલીસના જણાવ્યા પ્રમાણે બેંગ્લુરુના ઈલેક્ટ્રોનિક્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે ડિલિવરી એક્ઝીક્યુટીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ડિલિવરી બોય સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. પીડિત યુવતીએ વીડિયો બનાવીને આખી ઘટનાની જાણકારી આપી હતી. ત્યાર પછીથી આ આખી વાત ખૂબ જ વાયરલ થઈ ગઈ હતી. ઘાયલ યુવતીએ આખી ઘટનાનો ઉલ્લેખ વીડિયોમા કર્યો હતો.

image soucre

આ કેસમા ફરિયાદી હિતેશાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ચેક કરતા તેમાં તેમણે પોતાની ઓળખ બ્યૂટી અને ફેશન ઇનફ્લુએન્સર તરીકે આપી છે. મળતી માહિતી મુજબ તેને ઇન્સ્ટાગ્રામમાં 55.8 હજાર લોકો ફોલો કરી રહ્યા છે અને તેણે કુલ 408 પોસ્ટ મૂકી છે. તેની પ્રોફાઇલ મેકઅપ આર્ટીસ્ટ તેમજ બ્યુટી એક્સપર્ટ કમ મોડેલ જેવી છે. આ આખી વાત વાયરલ થતા હવે કંપનીના જણાવ્યા પ્રમાણે ડિલિવરી બોયને હટાવવામાં આવ્યો છે. આ ઘટના અંગે કંપની ઊંડો અફસોસ વ્યક્ત કરે છે અને હિતેશાની માંફી પણ માંગે છે. કંપની દ્વારા જણાવામા આવ્યુ છે કે અમે તેમના સંપર્કમાં છીએ જરૂરી ચિકિત્સા દેખભાળ અને તપાસમાં પોતાનો સંપૂર્ણ સમર્થન પ્રદાન કરી રહ્યા છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ