કપડાં પર લાગી જાય કલર તો રસોઈની આ વસ્તુના સરળ ઉપાયોથી જાતે જ કરી લો દૂર

હોળી બાદ આવતો ધૂળેટીનો તહેવાર દરેક લોકો મન ભરીને માણે છે. આ સમયે જો કપડાં પર રંગ લાગે તો તમે પરેશાન થઈ જાવ છો. પણ આજે અમે આપને એવી કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ જેની મદદથી તમે કપડાના રંગને સરળતાથી દૂર કરી શકો છો. તો જાણો કઈ ઘરેલૂ વસ્તુઓ તમારી મદદ કરશે.

image soucre

જો તમે હોળી રમતી સમયે પણ એવી ચિંતા કરો છો કે તમારા કપડાને રંગ લાગી જશે અને તે જશે નહીં તેના કારણે તમે પરેશાન છો તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરની જ વસ્તુઓથી તેને સરળતાથી હટાવી શકો છો.

સફેદ વિનેગર

image soucre

રંગ લાગેલા કપડાને ચમકાવવા છે તો તમે સફેદ વિનેગરની મદદ લઈ શકો છો. તમે અડધા કપ વિનેગરને લોન્ડ્રીમાં નાંખો. પણ એક વાત યાદ રાખો કે આ ટ્રિક તમે કોટન કપડા માટે જ યૂઝ કરી શકો છો.

બેકિંગ સોડા

image source

જો તમે કપડાં ધોઈ રહ્યા છો તો તમે તેમાં બેકિંગ સોડા મિક્સ કરી લો. બ્લિચની સાથે સોડા મિક્સ કરો છો તો તે પણ વધારે અસર કરે છે.

વાસણ ધોવાનો સાબુ

image source

તમને જાણીને નવાઈ લાગશે પણ તમારો વાસણ ધોવાનો સાબુ પણ હોળીના કપડાં પરના રંગ દૂર કરવામાં તમારી મદદ કરે છે. તમે વાસણ ધોવાના ડિશવોશનો જ ઉપયોગ કરીને પણ તમારા કપડાના રંગ સાફ કરી શકો છો.

લીંબુનો રસ

image source

રંગ લાગેલા કપડાને થોડી વાર સુધી લીંબુના રસમાં મિક્સ કરી લો. અડધો કપ લીંબુના રસને કપડા પર લગાવીને રાખો. તેને સાબુથી સાફ કરી લો. તમારા કપડા સાફ થઈ જશે.

દહીં પણ કરશે તમારી મદદ

image soucre

જો તમારા કપડા પર કલરની સાથે પાનના પણ ડાધ લાગ્યા છે તો તમે કપડાને ખાટા દહીં કે મઠામાં પલાળીને રાખી શકો છો. કેટલાક ડાઘ પર દહીં લગાવીને તેને હળવા હાથે મસળો. આમ કરવાથી કપડામાં લાગેલા ડાઘ સામાન્ય થશે અને તમે ફરીથી આ રીતે કપડા ધોશો તો ડાઘ ગાયબ થઈ જશે.

image soucre

તો હવે તમે પણ ગમે તે સમયે કપડા પર લાગેલા ડાઘને હટાવવા માટે તમે ઘરી આ સસ્તી અને સરળ વસ્તુઓનો ઉપયોગ કરી લેશો તો તમને વધારે લાભ થશે અને સાથે જ તમારા કપડા પણ ચમકવા લાગશે. તો રાહ જોયા વિના ધૂળેટી રમ્યા બાદ તમે યાદથી આ ઉપાયો અજમાવીને તમારા કપડા પરના ડાઘ છોડાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ