લોક ડાઉન સમયે રાજકોટ નાં તબીબો ડોક્ટર બનાવી ડાયલ એપ જાણો કેવી રીતે કરે છે કામ

ડોક્ટર ડાયલ એપ

image source

કોરોના વાયરસની મહામારીના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનની સ્થિતિના લીધે અન્ય રોગના દર્દીઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુશ્કેલી એવી છે જ્યાં દર્દીઓ કલીનીકમાં એટલા માટે નથી જઈ રહ્યા કારણ કે તેઓને ભય છે કે, ક્યાંક કલીનીકમાં ડોક્ટરને મળવા જાય ત્યારે તે પોતે કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાની બીક રહે છે જયારે કેટલાક વિસ્તારમાં ડોક્ટર્સ પોતાને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે લોકડાઉનના સમયે કલીનીક નથી ખોલી રહ્યા.

image source

આવા દર્દીઓને સમયસર સારવાર મળી રહે તેના માટે અને ડોક્ટર્સ કે જેઓ કલીનીક નથી ખોલી રહ્યા કે પછી હોસ્પીટલમાં પોતાની ફરજ બજાવી રહ્યા હોવાના કારણે દર્દીઓ સાથે સંપર્ક નથી સાધી શકતા ત્યારે આ મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે રાજકોટના ડૉ.સંદીપ સાલા, ડૉ.ધર્મેશ ઘાડિયા અને અમર પીલોજપરાએ સાથે મળીને ‘ડોક્ટર ડાયલ’ નામની એક એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લીકેશનની મદદથી કોઇપણ રોગના દર્દી ડોકટરનો સંપર્ક કરી શકશે. ઉપરાંત ડોક્ટર્સ પણ કોઇપણ પ્રકારની ફી લીધા વગર દર્દીને લખાવશે.

દેશભરના ડોક્ટર્સ આ એપમાં જોડાઈ રહ્યા છે.:

image source

‘ડોક્ટર ડાયલ’ એપ્લીકેશન બનાવનાર ડૉ.સંદીપ સાલા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પહેલા ડોક્ટર ટેલી કન્સલ્ટીંગ અને ટેલી મેડિસીન આપવાની મનાઈ હતી. પણ હાલની પરિસ્થિતિને જોતા જયારે દેશમાં કોરોના વાયરસના લીધે લોકડાઉનની સ્થિતીમાં અન્ય રોગોના દર્દીઓને મુશકેલીનો સામનો કરવો ના પડે આ વાતને ધ્યાનમાં રાખીને ૨૫ માર્ચથી સરકાર દ્વારા પણ ટેલી કન્સલ્ટીંગ અને ટેલી મેડિસીન આપવાની મંજુરી આપી દીધી છે.

તેમજ હાલ દેશમાં ચાલી રહેલ લોકડાઉનના લીધે આખા દેશના ડોક્ટર્સ પણ આ ‘ડોક્ટર ડાયલ’ એપ્લીકેશનમાં જોડાઈ રહ્યા છે. લોકડાઉનની સ્થિતિમાં દર્દીઓ દવાખાના સુધી ના આવી શકે તે સ્વાભાવિક છે પણ આ ‘ડોક્ટર ડાયલ’ એપની મદદથી ઘરે ટેલી કન્સલ્ટીંગનો લાભ લઈ શકે છે. ઉપરાંત જરૂર જણાય તો ‘ડોક્ટર ડાયલ’ એપ પરથી કન્સલ્ટીંગ કર્યા પછી જરૂરી દવા પણ મેડીકલ સ્ટોર પરથી કોલ કરીને મેળવી શકો તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

‘ડોક્ટર ડાયલ’ એપ બનાવવા પાછળનો મુખ્ય હેતુ.:

image source

‘ડોક્ટર ડાયલ’ એપ બનાવવા પાછળનો મુખ્ય હેતુ લોકોને મદદરૂપ થવાનો છે. લોકડાઉનની સ્થિતિમાં લોકો ઘરની બહાર આવી શકતા નથી પણ કેટલીક એવી બીમારીઓથી પીડાઈ રહેલ વ્યક્તિઓને ડોક્ટરની સારવારની જરૂરિયાત રહે છે. આવા દર્દીઓ સુધી સેવા પહોચાડવા માટે ‘ડોક્ટર ડાયલ’ એપ બનાવવામાં આવી છે. ઉપરાંત હાલની પરિસ્થિતિમાં જ્યાં હોસ્પિટલ્સમાં કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે ત્યારે પણ અન્ય રોગના દર્દીઓને નજરઅંદાજ કરી શકાય નહી.

image source

એટલા માટે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા ‘ડોક્ટર ડાયલ’ એપ બનાવવામાં આવી છે. આ ‘ડોક્ટર ડાયલ’ એપ્લીકેશન આપને ગુગલ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ્લીકેશન નિઃશુલ્ક છે. ભારતના બધા જ ડોક્ટર્સ આ એપ્લીકેશનમાં રજીસ્ટર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ