શરીરમાં દુખાવો થવા પાછળ છે આ કારણો જવાબદાર, જાણો અને હવેથી ખાસ રાખો ધ્યાન

આજકાલ ઘણા બધા લોકો શરીરના દુખાવાની સમસ્યાથી પીડાય છે. એમાં ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

image source

આ સાથે વર્કિંગ વુમન આનો ભોગ જલ્દી બને છે. તમને 10 માથી 5 મહિલાઓના પર્સમાંથી દુખાવાની દવા જરૂરથી મળી રહેશે. પણ શું દરરોજ કે કોઈ કોઈ વખત આવી દવાનું સેવન કરવું યોગ્ય છે? આવો આજે જાણીએ શરીરના દુખાવામાંથી છૂટકારો મેળવવાના ઘરેલુ ઉપચાર અને અને એનું કારણ પણ.

શરીરના દુખાવાનું કારણ દરેક વખતે વધુ પડતું કામ જ નથી હોતું અન્ય કારણો પણ હોય છે. જેમ કે……

વાયરલ તાવ

image source

ઘણી વાર આપણે શરીર દુખવાનું કારણ થાક સમજીએ છીએ. પણ બદલાતી ઋતુને કારણે આપણે વાયરલ તાવની ઝપેટમાં આવી જઇએ છીએ. આવા સમયે આપણને ડોક્ટરની સલાહ લીધા પછી જ દવા લેવી જોઇએ, ક્યારેય પણ કોઈ પણ દવા લઈને ચલાવી લેવું નહીં એ આપણને નુકશાન પહોંચાડી શકે છે.

થાઈરોઈડ

image source

જે મહિલાઓ થાઇરોઈડની શિકાર બની છે એમને પણ ઘણી વખત થાકનો અહેસાસ થાય છે. આવા સમયે કોઈ પણ સામાન્ય કે ગમે તે દવા લીધા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઇએ.

બ્લડ પ્રેશર

image source

ઘણી વખત અચાનક બ્લડ પ્રેશર વધી જાય કે ઘટી જાય ત્યારે પણ શરીરમાં પીડા થાય છે. થાઇરોઈડની જેમ બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ શારીરિક દુખાવા થાય છે. જો તમને હાઇ બી.પી કે લો બી.પીની સમસ્યા હોય તો તમને શરીર તૂટવાની સમસ્યા રહેશે. આમ, તમે તમારા ડોક્ટર પાસે આની વાત કરીને ઉપાય નિકાળી શકો છો.

તણાવ

image source

ઘણી વખત જરૂર કરતાં વધુ પડતો તણાવ પણ શરીરના દુખાવાનું કારણ બની શકે છે.

વિટામિન -ડી ની ઉણપ

image source

મહિલાઓમાં વિટામિન-ડીની ઉણપને કારણે પણ શરીર દુખે છે.

લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવું.

image source

એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસવામાં આવે તો શરીરની માંશપેશીઓ અક્કડ થઈ જાય છે. જેના કારણે ગરદન,પીઠ,અને ખભામાં પીડા થવી એક સામાન્ય છે.

વધુ પડતો વ્યાયામ

image source

ઘણી મહિલાઓ પિરિયડ્સ દરમિયાન વ્યાયામ કરે છે અથવા રૂટિનમાં પણ જરૂરત કરતાં વધુ કસરત કરે છે. આના કારણે પણ શરીરમાં અક્કડ કે દુખાવાની સમસ્યા થાય છે.

શરીરના દુખાવાથી બચવાના ઘરેલુ ઉપાય.

ગોળ અને જીરાનું પાણી.

image source

સવારે ઊઠીને શેકેલા જીરાને પાણીમાં ઉકાળો અને પછી એને ગળી લો, પછી એમાં ગોળ ઉમેરીને એનું સેવન કરો. આનાથી તમને કમર,માથું,અને ખભાના દુખાવાથી છૂટકારો મળે છે.

આદુનો રસ

image source

શરીરને જે ભાગમાં વધુ દુખાવો થાય છે એ ભાગ પર આદુનો રસ લગાવો. આદુનો રસ દુખાવો થાય એ જગ્યા પર લગાવવાથી દુખાવામાં બહુ જલ્દી રાહત મળે છે.

હળદરવાળુ દૂધ

image source

જો તમને કોઈ કોઈ વખત શરીરમાં દુખાવો થાય છે તો રોજ રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીને પછી જ ઊંઘો. આનાથી તમને ઘણા અંશે રાહત મળશે.

બદામનું તેલ

image source

શરીરના દુખવામાં બદામનું તેલ ખૂબ લાભદાયી છે. બદામના તેલની માલિશ કરવાથી જકડાઈ ગયેલી માંશપેશીઓ ખૂલી જાય છે અને દુખાવામાં રાહત મળે છે.

અજમો પણ છે ફાયદાકારક

image source

તવી ઉપર અજમાને ગરમ કરીને એની પોટલી બનાવી લો. પછી આ પોટલીની મદદથી ખભા અને ગરદન પર શેક કરો. ખભા અને ગરદનના દુખાવાની સમસ્યા થોડાજ દિવસમાં ગાયબ થઈ જશે.

આ સિવાય રોજના ડાયટમાં કેલ્શિયમ, મેગ્નેસિયમ અને વિટામિન-ડી વાળો ખોરાક સામેલ કરો. આનાથી તમને બહુ જલ્દી જ શરીર દુખવાની સમસ્યામાંથી છૂટકારો મળી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ