ડ્યૂટી પરથી ઘરે આવીને ગરમ પાણીથી નાહીને ઘરમાં પ્રવેશે છે આ પોલીસકર્મી, તમે પણ ઘરમાં રહો, સુરક્ષિત રહો

પરિવાર પ્રત્યે પણ એટલી જ સાવધાન પોલીસ

image source

નોવેલ કોરોના વાયરસની મહામારીના સમયે જ્યાં આખા દેશમાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે એક તરફ દેશની અનેક હોસ્પીટલમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને બચાવવા માટે ડોક્ટર્સ કામ કરી રહ્યા છે. ત્યારે જ બીજી બાજુ સામાન્ય જનતા કે જેમને પોતાના ઘરમાં જ આવનાર ૨૧ દિવસ સુધી રહીને લાગુ કરવામાં આવેલ લોકડાઉનનું પાલન કરવાનું હોય છે. તેમછતાં કેટલાક લોકો આ લોકડાઉનનું પાલન નથી કરતા ત્યારે આવી સ્થિતિમાં ફરજીયાત પણે દેશની પોલીસને સતત ધ્યાન રાખવાનું રહે છે કે, કોઈ વ્યક્તિ બિનજરૂરી ઘરની બહાર નીકળે નહી.

image source

ઉપરાંત પોલીસની ડ્યુટી હોસ્પીટલમાં પણ ગોઠવવામાં આવે છે કારણ કે, ઘણા દર્દીઓનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝેટીવ આવે છે ત્યારે આ દર્દીઓ હોસ્પીટલમાંથી ભાગી ના જાય તેના માટે ત્યાં પણ સતત પોલીસને ફરજ પર હાજર રહેવું પડે છે. મહામારીના સમયે પોલીસની જવાબદારી જેટલી દેશ પ્રત્યે હોય છે એટલી જ જવાબદારી પોતાના ઘરના સભ્યોની પણ હોય છે. જયારે કોઈ પોલીસ કર્મચારી કે ઓફિસર પોતાની ડ્યુટી પૂરી કરીને ઘરે જાય છે તો તેમને પણ આ વાતનું ધ્યાન રાખવું પડે છે કે તેમના યુનિફોર્મ પર કોરોના વાયરસ હોઈ શકે છે અને એનાથી પણ ઘરની કે અન્ય કોઈ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે.

image source

ત્યારે આ વાતને ધ્યાનમાં રાખીને દરેક પોલીસ કર્મચારી પોતાની અલગ રીત અપનાવીને સેનેટાઈઝ થયા પછી જ ઘરમાં પ્રવેશ કરતા હોય છે. તો આજે એવા જ એક પોલીસ કોન્સ્ટેબલ વિષે જણાવીશું જેઓની ડ્યુટી કોરોના વાયરસ વોર્ડની બહાર ફરજ બજાવી રહ્યા હોય છે આ કોન્સ્ટેબલનું નામ છે રામભાઈ.

રામભાઈની ડ્યુટી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના વોર્ડમાં રામભાઈને ડ્યુટી આપવામાં આવી છે ત્યારે રામભાઈ ડ્યુટી પૂરી કરીને જયારે ઘરે જાય છે તો ઘરમાંથી તેમનો ત્રણ વર્ષનો છોકરો સામે દોડતો આવે છે.

image source

પરંતુ રામભાઈ પોતાના ત્રણ વર્ષના બાળકને પોતાનાથી થોડા અંતરે રોકે દે છે ત્યાર પછી સૌપ્રથમ રામભાઈ ઘરની બહાર જ ગરમ પાણીથી યુનિફોર્મ સાથે જ નાહી લે છે. ત્યાર પછી જ રામભાઈ ઘરમાં પ્રવેશ કરે છે. આમ ગરમ પાણીથી સ્નાન કર્યા પછી ઘરમાં પ્રવેશ કરવાથી કોરોના વાયરસના જંતુઓથી મુક્ત થયા પછી જ ઘરમાં પ્રવેશે છે જેથી કરીને રામભાઈ પોતાના પરિવારને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવાનો પ્રયાસ કરે છે.

image source

રામભાઈ જેવી ઘણી વ્યક્તિઓ છે જેઓ કોઈને કોઈ રીત અપનાવીને પોતાના ઘરની વ્યક્તિઓને આ કોરોના વાયરસના સંક્રમણથી બચાવવાનો પ્રયત્ન કરે છે. તેમજ કેટલીક મહિલાઓ પણ એવી છે જે પોતે ગર્ભાવસ્થા હોવા છતાં પોતાની ફરજ નિભાવવા માંથી પીછેહઠ કરતા નથી. આ મહિલાઓ કોઈ પોલીસ ઓફિસર છે તો કોઈ મહિલા ડોક્ટર્સ છે ક્વોરન્ટાઈન કરાયેલ વ્યક્તિઓનું ધ્યાન રાખે છે તો પછી કોઈ સફાઈ કર્મચારી છે જે પૂર્ણ માસે ગર્ભવતી હોવા છતાં દરરોજ પોતાની સફાઈ કરવાની ફરજ માટે પાંચ કલાક સતત કામ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ