કોરોનાના પોઝિટિવ દર્દીઓના બેડશીટના રંગો દરરોજ બદલવાથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે સકારાત્મક અસર

છેલ્લા એક મહિનાથી ભારત દેશમાં કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.

image source

ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં બનાવવામાં આવેલ ખાસ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે હોસ્પિટલ રાખવામાં આવી છે ત્યાં દરરોજ નિયમિત રીતે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના બેડની બેડશીટ બદલવામાં આવે છે. પણ થોડાક સમય પહેલા એક નવતર પ્રયોગ શરુ કરાયો છે.

જેમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના બેડની બેડશીટ તો રોજ બદલવામાં આવે છે પરંતુ ફક્ત એક જ રંગની નહી, પણ સપ્તાહના સાત દિવસ મુજબ રોજ અલગ અલગ રંગની બેડશીટ પાથરવામાં આવે છે. આ રંગ આપણે જયારે નાના હતા ત્યારે ઇન્દ્રધનુષના રંગ વિષે ભણ્યા હતા જેને આપણે કઈક ટુંકાણમાં “જાનીવાલીપીનારા” તરીકે યાદ રાખતા હતા.

image source

તે મુજબ જ સપ્તાહના સાત દિવસ મુજબ ઇન્દ્રધનુષના સાત રંગની બેડશીટનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આવા સમયમાં ગુજરાતની રાજ્ય સરકારે હાલમાં જ બાળકોના રસીકરણનો બીજો તબક્કો શરુ કરવામાં આવ્યો છે જેનું નામ પણ ‘મિશન ઇન્દ્ર ધનુષ’ છે. એવી જ રીતે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે તેમના બેડ પર બેડશીટથી ઇન્દ્રધનુષ બનાવાયું છે.

સપ્તાહના ક્યાં વારે ક્યાં રંગની બેડશીટ પાથરવી?

image source

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે સપ્તાહના સાત દિવસ માટે સાત અલગ અલગ રંગની બેડશીટ પાથરવામાં આવે છે તો ચાલો જાણીએ ક્યાં દિવસે ક્યાં રંગની બેડશીટ પાથરવામાં આવે છે. સોમવારના દિવસે સફેદ રંગની બેડશીટ પાથરવામાં આવે છે, મંગળવારે ગુલાબી રંગની બેડશીટ, બુધવારે લીલા રંગની બેડશીટ, ગુરુવારે પીળા રંગની બેડશીટ, શુક્રવારે જાંબલી રંગની બેડશીટ, શનિવારે વાદળી રંગની બેડશીટ અને રવિવારે રાખોડી રંગની બેડશીટ દર્દીઓના બેડ પર પાથરવામાં આવે છે.

image source

અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં કામ કરી રહેલ આર.એમ.ઓ. ડૉ.સંજય કાપડિયા જણાવે છે કે, કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના બેડ પર ઇન્દ્રધનુષના રંગોમાં બેડશીટ પાથરવાથી દર્દીઓનું માનસિક સ્વાસ્થ્ય પર હકારાત્મક પ્રભાવ પાડે છે. આ દર્દીઓને એક જ બેડ પર રહેવાનું હોવાથી આ રીતે રોજ અલગ અલગ રંગની બેડશીટ જોવા મળવાથી તેમનામાં સકારાત્મકતાનો સંચાર થાય છે.

દર્દીઓ પણ પોતાની વેદના ભૂલીને એક નવી તાજગીનો અનુભવ કરે છે.:

image source

આ રીતે રોજ નિયમિત રીતે અલગ અલગ રંગની બેડશીટ પાથરવામાં આવતી હોવાથી સ્વચ્છતા તો જળવાઈ જ છે ઉપરાંત રોજ અલગ રંગ જોઇને કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં પોઝેટીવીટીનો સંચાર થાય છે કેમકે, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને આઈસોલેશનમાં રહેવાનું હોવાથી તેઓને કઈજ નવું બહારનું કે કોઈ રંગ પણ જોવા નથી મળતા એટલે તેમનામાં એક નકારાત્મકતાનો અનુભવ થવા લાગે છે જેને દુર કરવા માટે આવો નવતર ઇન્દ્રધનુષ રંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

image source

જેના લીધે દર્દીઓમાં સકારાત્મકતાનો સંચાર થાય છે જેની સીધી અસર દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. તેમજ તંત્રના કર્મચારી પણ ઘણીવાર આળસ કે ભૂલી જવાના કારણે એક જ રંગની બેડશીટ બદલવાની હોવાથી ઘણીવાર બદલવાની રહી જાય છે. પણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે આવી ભૂલ હિતાવહ નથી. આમ, રોજ અલગ અલગ રંગની બેડશીટ બદલવાની હોવાથી સ્વચ્છતા પણ જળવાઈ રહે છે. તેમછતાં જો કદાચ તંત્રના કર્મચારીથી ભૂલથી રહી જાય છે તો અલગ રંગ જોઇને સફાઈ કર્મચારીઓને પણ સરળતા રહે છે.

ક્યાં દિવસે ક્યાં રંગની બેડશીટ પાથરવામાં આવશે તે વિશેની જાણકારી પણ વોર્ડમાં લગાવવામાં આવે છે.

image source

રોજ અલગ રંગની બેડશીટ ઉપલબ્ધ કરાવીને કોરોના વાયરસના દર્દીઓને દવા, સંભાળ, માનસિક સ્વાસ્થ્ય જાળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. રંગ વિજ્ઞાન વિષે સમજીને કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે કોરોના વોર્ડમાં સકારાત્મક વાતાવરણ ઉભું કરવામાં આવે છે. ક્યાં દિવસે ક્યાં રંગની બેડશીટ પાથરવી તેની વિગત વોર્ડમાં લગાવવામાં આવે છે ઉપરાંત દર્દીઓના બેડ પાસે પણ લગાવવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવેલ નવતર રંગ વિજ્ઞાનના પ્રયોગની મદદથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના મનને નવી આશા અને ઉત્સાહથી ભરી દે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ