કોરોના સામે સતત લડી રહેલા આ ડોક્ટરની 7 વર્ષની દીકરી ફસાઇ છે અમદાવાદમાં, ફસાયેલી દીકરીની યાદ આ ડોક્ટરની ભરાઇ છે આંખો

આ સમય ફેમીલી સાથે રહેવાનો નથી પરંતુ દેશ માટે સમર્પિત થવાનો છે. જો ડોક્ટર્સ જ આવા સમયે કામ નહી કરે તો કોરોના વાયરસની મહામારી જ દેશના વિનાશનું કારણ બની જશે. આવી વાત કરનાર સુરતની સિવિલ હોસ્પીટલના ડૉ.પારુલ વડગામા છે. ડૉ.પારુલ વડગામાએ બધા જ ડોક્ટર્સને સંબોધીને આ વાત કહી ને તેઓને પ્રોત્સાહન પૂરું પાડે છે. ડૉ.પારુલ વડગામા છેલ્લા એક મહિનાથી રોજ ફક્ત ૬ કલાકની ઊંઘ લઈને ૧૮ કલાક સુધી સતત કામ કરતા રહે છે.

image source

તેમજ ડૉ.પારૂલબેન વડગામાને તેમની સાથે કામ કરી રહેલ અન્ય ડોક્ટર્સએ તેમને આ કોરોના વાયરસની મહામારીના સમયે સૌથી વધુ વ્યસ્ત ડોક્ટર તરીકે ઓળખ આપી છે કારણ કે, એક જ મહિલાનું ત્રણ ત્રણ પદ પર એકીસાથે કામ કરવું અને તે પણ સફળતાપૂર્વક આવું તો ડૉ.પારૂલબેન વડગામા જ કરી શકે છે.આ વાત ડૉ.પારૂલબેન સાથે કામ કરી રહેલ સાથી ડોક્ટર્સ કહી રહ્યા છે. તાજેતરમાં કોરોના વાયરસના કહેર સામે લડત આપવા માટે ડૉ.પારૂલબેન વડગામા રોજના ૧૨ કલાક કામ કરી રહ્યા છે. ત્યારે ડૉ.પારૂલબેન વડગામાને આરોગ્ય સચિવ ‘જયંતી રવિ’ના ઉપનામ પણ આપવામાં આવ્યું છે.

સાથી ડોક્ટર્સમાં પોતાની ઓળખ ઉભી કરી.:Surat Raktadan Kendra & Research Centre :: Surat :: Gujarat :: India

સુરતની સિવિલ હોસ્પીટલના ફેફસા નિષ્ણાંત, સુરત IMAના પ્રમુખ પદ સાંભળી રહ્યા છે ઉપરાંત તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલની કોવિડ-19 હોસ્પીટલની મેનેજમેન્ટ કમિટીના એક સભ્યની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. ડૉ.પારુલ વડગામા સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ નીલકંઠ રેસીડેન્સીમાં રહે છે. ડૉ.પારૂલબેન વધુમાં જણાવે છે કે, MD પલમોનારી (ફેફસાના નિષ્ણાંત) પર પીજી કરી લીધા પછી સ્મીમેર હોસ્પીટલમાં તેમણે એક આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ શરુ કરી હતી.Indian News TV

ત્યાર પછી સતત ૯ વર્ષ સુધી સ્મીમેર હોસ્પીટલમાં પોતાની ફરજ નિભાવ્યા પછી હવે ડૉ.પારૂલબેન સિવિલ હોસ્પિટલમાં સહપ્રાધ્યાપક તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. પોતાના વિષે વધુ જણાવતા ડૉ.પારૂલબેન કહે છે કે, ૧૫ વર્ષની નોકરીના આટલા ટુકા સમયગાળાની નોકરીમાં અનુભવ અને આશીર્વાદ સિવાય બીજું કઈજ મેળવ્યું હોય તેવું કઈ યાદ નથી. બસ હંમેશા એક વિચારથી જ કામ કરતી રહું છે. કઈક કરવું છે. જયારે આ વિચાર સાથે કામ કરતા ડૉ.પારૂલબેન વડગામાએ પોતાની સાથે કામ કરી રહેલ અન્ય ડોક્ટર્સમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યા છે.

૩૪૦૦ ડોક્ટર્સ ફ્રેન્ડસએ ઘણો સારો સહકાર આપ્યો.:

image source

ડૉ.પારુલબેન વધુ જણાવતા કહે છે કે, કોઇપણ કાર્યક્ષેત્ર હોય ત્યાં ગધેડાની જેમ ફક્ત મહેનત કરવાને બદલે સુંદર અને યોજનાબદ્ધ કામ કરવાનું વધારે પસંદ કરે છે. જેના લીધે ઓક્ટોબર, ૨૦૧૯માં સુરત IMAના પ્રમુખ પદ માટે ચુંટણી લડવાનો વિચાર કર્યો અને તેઓ ચુંટણી લડે છે અને વિજય થાય છે. ચુંટણીમાં વિજય મેળવ્યા પછી સુરત IMAને ટોપ પર લઈ જવા માટેના પ્રયત્નોમાં લાગી જાય છે. ડૉ.પારૂલબેન એક જ વર્ષમાં એવા ઘણા બધા કામ કરે છે જે સુરત IMA વિંગમાં આની પહેલા ક્યારેય થયા ના હોય અને આ કામો આજે યાદગાર બની ગયા છે. ડૉ.પારૂલબેન કહે છે કે, આ બધા કામમાં મને મારા સીનીયર ડોક્ટર્સ અને IMAના ૩૪૦૦ ડોક્ટર્સ ફ્રેન્ડસ તરફથી ઘણો સારો સહયોગ મળ્યો છે.

સુરતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયા પછીથી જ રોજ ૧૨ કલાક કામ કરે છે.:

ડૉ.પારૂલબેન વધુ જણાવતા કહે છે કે, ભારતમાં જયારે કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયા પછીથી જ કોરોના વાયરસ કેવી રીતે ફેલાઈ છે અને કોરોના વાયરસને સંબંધિત માહિતીને સોશિયલ મીડિયા માધ્યમથી અને અન્ય માધ્યમોથી પણ એકઠી કરવા લાગ્યા છે. કોરોના વાયરસની મ્હામાંરીનો પ્રથમ કેસ નોંધાયા પછીથી જ તેઓ સતત ૧૨ કલાક સુધી કામ કરી રહ્યા છે અને કોરોના વાયરસ સામે લડત આપવાનું પણ આયોજન કરી રહી છે.

image source

ડૉ.પારૂલબેન હાલમાં એકસાથે બે પદની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. એક તરફ IMA પ્રમુખ હોવાની ફરજ નિભાવી રહ્યા છે જયારે બીજી તરફ કોરોના વાયરસની હોસ્પિટલના મેનેજમેન્ટ કમિટીના સભ્ય તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. ડૉ.પારુલબેનને શરુઆતમાં આ બંને જવાબદારી એકસાથે નિભાવવી ઘણી અઘરી લાગી રહી હતી પણ હવે એક મહિના પછી સિવિલ હોસ્પીટલના ડોક્ટર્સ અને ખાનગી ડોક્ટર્સની મદદથી હવે તેમને આ જવાબદારીઓ નિભાવવામાં ખુબ સરળતા લાગી રહી છે.

તંત્ર સાથે સંકલન સાધીને પ્રશ્નોનું સમાધાન કર્યું.:

ડૉ.પારુલ વધુ જણાવતા કહે છે કે, તેઓ આજે પણ IMA, સિવિલ હોસ્પિટલ, કલેકટર, સુરત મહાનગર પાલિકાના કમિશનર સાથે સંકલન સાધીને ઘણા બધા નાના મોટા પ્રશ્નોનું સમાધાન કરી રહ્યા છે આ સાથે જ તેઓ ટ્રોમા સેન્ટર, અઈસોલેશન વોર્ડ, ICU અને રોટેશનમાં TB વિભાગમાં કામ કરી રહેલ ૭૦% સ્ટાફનું પણ મોનીટરીંગ કરવાની ફરજ નિભાવી રહ્યા છે. અંદાજીત આવતા અઠવાડિયે તેઓ પોતે પણ રોટેશન ડ્યુટી સ્વીકારીને કોરોના વાયરસથી ગ્રસિત દર્દીઓની સેવા કરવાની ઈચ્છા પૂરી કરીશ.

અમદાવાદમાં ફસાઈ ગયેલ દીકરીની યાદમાં આંખોમાં આંસુ આવી જાય છે.:

image source

ડૉ.પારૂલબેન પોતાના પરિવારના સભ્યો વિષે જણાવતા કહે છે કે, મારી ૭ વર્ષની દીકરી અમદાવાદમાં દાદીમાં પાસે વેકેશન વિતાવવા ગઈ હતી પણ પછીથી લોકડાઉન લાગુ કરાતા છેલ્લા એક મહિનાથી તેઓ પોતાની દીકરીથી દુર રહી રહ્યા છે. ડૉ.પારૂલબેન પાસે પોતાની એકની એક દીકરી સાથે વાત કરવા માટે ૧૦ મીનીટનો સમય પણ ફાળવી શકતા નથી. પરંતુ દીકરીની યાદ આવે છે ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે. હાલમાં મારી દીકરીના ઉમરની કેટલાક બાળકોને જોઇને તેમની સાથે જીવી લેવાનો પ્રયાસ કરે છે. મારા પતિ પણ એક ફીઝીશીયન છે જેમની પોતાની એક હોસ્પિટલ છે. જેના લીધે તેઓ પણ ખુબ વ્યસ્ત રહે છે. તેમછતાં, બન્ને પતિ-પત્ની રાતના સમયે એકસાથે જ ભોજન લે છે. તેમજ આખા દિવસની ચર્ચા કરીને પછી સપનાની દુનિયામાં ખોવાઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ