જાણો રડવાથી સ્વાસ્થ્યને થતા આ અઢળક ફાયદાઓ વિશે..

રડવું પણ આરોગ્ય માટે ફાયદાકારક છે જેટલું જ હસવું ફાયદાકારક છે.

ઘણા લોકોને એવું લાગે છે કે રડવું એ એક નબળાઇ કે કમજોરીની નિશાની છે અને કદાચ આ જ કારણ છે કે જ્યારે પુરુષો દુઃખ કે તકલીફ અનુભવી રહ્યા હોય ત્યારે પણ આંસુઓ છલકાવવાનું અને રડવાનું ટાળે છે. પરંતુ જો આપણે વૈજ્ઞાનિકોનું માનીએ, તો રડવાના ઘણા ફાયદાઓ છે. જેમ ખુલ્લેઆમ ખુલ્લા મનથી હસવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, તેવી જ રીતે મનભરીને રડી લેવું પણ ખૂબ મહત્વનું છે. રડવું પણ તમારા સ્વાસ્થ્યને એટલું જ ફાયદો કરે છે જેટલું હસવું, પણ તમે અને અમે કેમ રડીએ છીએ? રડવું અને આંસુ આવવા પાછળનું કારણ શું છે? રડવાના કયા કયા ફાયદાઓ છે તે અહીં જાણો.

1. શરીર અને મન બંને માટે ફાયદાકારક છે.

image source

રડવું એ એક સામાન્ય માનવ ક્રિયા છે જે આપણી જુદી જુદી લાગણીઓ દ્વારા ઉશ્કેરવામાં આવે છે. જ્યારે આપણે દુઃખી હોઈએ, ઉદાસ હોઈએ, હતાશ, અથવા કોઈ બાબતને લઈને ચિંતા માં કે તાણમાં હોઈએ છીએ, ત્યારે આ જુદી જુદી લાગણીઓ રડવાનું કારણ બને છે. સંશોધનકારોનું માનીએ તો, રડવું એ તમારા શરીર માટે તેમજ તમારા મન માટે ફાયદાકારક છે અને તે ત્યારે જ શરૂ થાય છે જ્યારે બાળક પ્રથમ વખત જન્મ લે છે ત્યારે રડે છે.

2. ઝેર (ટોકસિન) આંસુઓ દ્વારા બહાર આવે છે.

એક અધ્યયન મુજબ, શરીરમાંથી પરસેવો અને યુરિન નીકળતાં જે રીતે શરીરમાંથી ઝેર બહાર આવે છે, તે જ રીતે આંસુઓ આવે ત્યારે આંખો પણ સાફ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે આંસુ 3 પ્રકારના હોય છે.

  • – Reflex અથવા અનૈચ્છિક આંસુ ત્યારે આવે છે જ્યારે આંખોમાં કોઈ કચરો, ધૂળ, રજકણ કે જીવાત અથવા ધુમાડો જાય ત્યારે જ આંખોમાંથી પાણી આવવા લાગે છે.
  • – Basal અથવા પાયાના આંસુ જે 98 ટકા પાણી ધરાવે છે, તે આંખોને લુબ્રિકેટ રાખે છે અને ચેપ થતો અટકાવે છે.

    image source
  • – Emotional અથવા ભાવનાત્મક આંસુ કે જેમાં તાણ કે સ્ટ્રેસ ના હોર્મોન્સ હોય છે અને તેમાં ઝેરનું પ્રમાણ સૌથી વધુ હોય છે તેથી તે આંસુઓનું વહી જવું ફાયદાકારક છે.

3. રડવાથી તમારી જાતને શાંત કરવામાં મદદ થાય છે.

પોતાની જાતને સાંત્વના આપવી અને શાંત કરવાનો શ્રેષ્ઠ માર્ગ રડવું છે. 2014 માં હાથ ધરાયેલા એક અભ્યાસ સાથે સંકળાયેલ સંશોધનકારોના જણાવ્યા અનુસાર, રડવાથી આપણા શરીરમાં પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ (PNS) ઉત્તેજીત થાય છે અને આ PNS ને કારણે જ શરીરને આરામ મળે છે અને ડાયજેસ્ટ કરવામાં મદદ મળે છે. રડવાના ફાયદા તમને તરત ધ્યાનમાં નહીં આવે, પરંતુ જો તમે થોડા સમય માટે રડવાનું ચાલુ રાખશો, તો તમે તમારામાં રડવાના ફાયદા વિશે જાણી સમજી શકશો.

4. રડવાથી દુઃખ દર્દ ઓછું થાય છે.

image source

લાંબા ગાળા સુધી રડવાથી ઓક્સીટોસિન અને એન્ડોર્ફિન્સ જેવા રસાયણો બહાર આવે છે. આ રસાયણો ફીલ ગુડ રસાયણો છે જે શારીરિક અને ભાવનાત્મક પીડા બંને ઘટાડવામાં મદદ કરે છે. એકવાર આ રસાયણો છૂટા પડી જતાં, એવું લાગે છે કે જાણે શરીર સુન્ન અવસ્થામાં પહોંચી જાય છે. ઓક્સીટોસિન આપણને રાહત અનુભવે છે અને આ જ કારણોસર રડ્યા પછી આપણું મન શાંત અને હળવું થઈ જાય છે.

5. મૂડ વધારે સારું બને છે.

પીડામાંથી રાહતની સાથે સાથે, રડવું તમારા મૂડને પણ સુધારે છે અને તમને સારું મહેસૂસ કરાવે છે. જ્યારે તમે રડો છો અથવા સિસ્કીઓ ભરો છો, ત્યારે ઠંડી હવાની કેટલીક લહેરો તમારા શરીરની અંદર જાય છે, જે તમારા મગજનું તાપમાન ઘટાડે છે અને શરીરના તાપમાનને પણ નિયંત્રિત કરે છે. જ્યારે તમારું મગજ ઠંડુ થાય છે, ત્યારે તમારો મૂડ પણ સુધરે છે.

image source

6. રડવાથી તણાવ કે સ્ટ્રેસ ઓછો થાય છે.

જેમ કે અમે તમને પહેલાથી જ જણાવ્યું છે કે, જ્યારે તમે કોઈ ભાવનાત્મક કારણોસરથી રડો છો, ત્યારે તમારા આંસુમાં તાણ કે સ્ટ્રેસ ના હોર્મોન્સ અને અન્ય રસાયણોની માત્રા કરતાં સૌથી વધારે હોય છે. આવી સ્થિતિમાં રડવાથી શરીરમાં આ રસાયણોની માત્રા ઓછી થાય છે કારણ કે આ રસાયણો આંખોમાંથી આંસુઓ સાથે વહી જાય છે, જે તમારો તણાવ ઘટાડે છે.

7. આંખોની દ્રષ્ટિ કે રોશની જળવાઈ રહે છે.

image source

આંસુ આંખોમાં પટલને (મેમ્બ્રેન) સૂકવવા દેતા નથી. તેના સુકાવાને કારણે, આંખોની રોશનીમાં ફરક પડે છે, જેના કારણે લોકોને ઓછું દેખાવાનું શરૂ થાય છે. જો પટલ યોગ્ય રીતે જળવાઈ રહે છે, તો લાંબા સમય સુધી આંખોની રોશની બરાબર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ