સલમાન ખાનના એક દિવસનો ડાયટનો ખર્ચો જાણીને આંખો થઇ જશે પહોળી

શું ખરેખર!! સલમાન ખાન 1 દિવસના ડાયટ માટે કરે છે આટલો ખર્ચ, આ ચીજથી કરે છે તેના દિવસની શરૂઆત.

સલમાન ખાન એ ભારત દેશનાં હિન્દી ફિલ્મોનાં એક અભિનેતા છે. તેનું પુરૂનામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. તેનો જન્મ ડિસેમ્બર ૨૭, ૧૯૬૫ નાં રોજ થયો હતો. તેમની કારકિર્દીની શરુઆત ૧૯૮૮માં બીવી હો તો ઐસી નામનાં હિંદી ચલચિત્રથી થઈ હતી. તેઓને જીવનની સૌ પ્રથમ સફળતા મૈને પ્યાર કીયા ચિત્રપટથી મળી હતી. તેમણે ૮૦ કરતા પણ વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

image source

બોલિવૂડમાં જાણીતા સલમાન ખાન પોતાની ફિટનેસ માટે આજે 53 વર્ષે પણ સજાગ રહે છે. પોતાને તંદુરસ્ત રાખવા માટે તે ડાયટની સાથે સાથે જીમ અને કસરતને પણ એટલું જ મહત્વ આપે છે. તે અઠવાડિયા માં 6 દિવસ વર્ક આઉટ કરે છે. સલમાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે તમારી બોડીને વર્ક આઉટ માત્ર 20 ટકા જ અસર કરે છે, બાકી તો ડાયટ સૌથી મહત્વની બાબત છે. સલમાન ખાંડ નથી લેતો અને કોઈ પણ પ્રકારનું પ્રોસેસ્ડ ફૂડ પણ લેતો નથી.

image source

નાસ્તોઃ ચાર વ્હાઈટ ઈંડા, લો-ફેટ દૂધ

  • -વર્ક આઉટ પહેલાં: પ્રોટિન શેક, એમિનો એસિડ ટેબ્લેટ, 2 વ્હાઈટ ઈંડા
  • – વર્ક આઉટ પછીઃ પ્રોટિન બાર, ઓટ્સ, બદામ, 3 વ્હાઈટ ઈંડા
  • – લંચઃ પાંચ રોટલી, શાક, પુષ્કળ માત્રામાં સલાડ
  • – નાસ્તોઃ બદામ-કાજુ, પ્રોટીન બાર
  • – ડિનરઃ ફિશ/ચિકન, વેજીટેબલ સૂપ, 2 વ્હાઈટ ઈંડા
  • – સલમાન પુષ્કળ માત્રામાં લિક્વિડ લેતો હોય છે. જેને કારણે ચામડી પર કરચલીઓ પડતી નથી.

સલમાન રવિવારે વર્કઆઉટ કરતો નથી. સલમાન ખાન બેથી ત્રણ કલાક છ દિવસ સુધી વર્કઆઉટ કરે છે

image source

આજથી બે ત્રણ વર્ષ પહેલાં સલમાન ખાન ઘણો જ ફૂડી હતો. તેનું ફેવરિટ ફૂડ સ્પાઈસી ઈટાલિયન ક્યુઝન છે. સલમાન ખાન નિયમિત રીતે મુંબઈના હાજી અલી જ્યુસ સેન્ટરની મુલાકાત લેતો હોય છે. ત્યાં તેની ફેવરિટ આઈટમ્સ પાઉંભાજી, પિઝા, જ્યુસ, સીતાફળનો આઈસક્રિમ છે.

સલમાન ખાન પોતાના 1 દિવસના ડાયટ માટે લગભગ 8000 રૂપિયાનો ખર્ચ કરે છે. આ સાથે જાણો શું છે સલમાનની ફેવરિટ ડિશ અને લંચ અને ડિનરમાં સલમાન ખાન શું ખાવાનું પસંદ કરે છે. કઈ વસ્તુઓને સલમાન ખાન ખાવાનું ટાળે છે?

image source

1. આવો છે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનનો ડાયટ પ્લાન.

2. એક દિવસમાં ડાયટ માટે ખર્ચ કરે છે 8000 રૂપિયા.

3. સલમાન ખાનને પસંદ છે સાઉથ ઈન્ડિયન ફૂડ પણ.

ત્યારબાદ બ્રેકફાસ્ટ કરે છે. સલમાનને સ્વીટ અને જંકફૂડ ખાવાની મનાઈ છે. આ સિવાય ખૂબ જ સ્પાઈસી ફૂડ ખાવાનું પણ તે ટાળે છે. તેમના ડાયટમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ સારા પ્રમાણમાં સામેલ હોય છે. સલમાન ખાન પોતાના દિવસની શરૂઆત લેમન હની વોટરથી કરે છે.

ડાયટ પ્લાન

image source

1. સલમાન ખાન સવારે નાસ્તામાં 4 ઈંડા અને આમલેટ ખાવાનું પસંદ કરે છે.

2. સલમાન ખાનને સાઉથ ઈન્ડિયન ફૂડ પસંદ છે. તે ક્યારેક આ ફૂડ પણ ખાઈ લે છે.

3. સલમાન ખાન લંચ પહેલાં ફ્રૂટ ખાય છે. લંચમાં ગિરિલ ફિશ અને સલાડ લે છે. તેનાથી તેમને ફેટમાંથી રાહત મળે છે. ડિનરમાં સલમાન ખાન ચિકન ખાવાનું પસંદ કરે છે. આ સાથે સલાડ પણ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ