કોરોના પછી આ 16 તોફાનો થવાની છે આગાહી, જાણી લો એક-એકના નામ, રાખજો ખાસ ધ્યાન

વાયરસ પછી રાહ જોતું વાવાઝોડું

image source

વર્ષ ૨૦૨૦નું પ્રારંભ વિશ્વમાં કેટલીક મુસીબતો સાથે જ થયું છે છે. હાલની પરિસ્થિતિમાં જ્યાં આખું વિશ્વ ચીન માંથી નીકળેલ નોવેલ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે તેમજ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસના કારણે હજારો વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવી દીધા છે. તેમ છતાં આજે પણ લાખો લોકો આ નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત કેસો સામે આવતા જ જાય છે.

તેમજ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિઓનો મૃત્યુ દરમાં પણ સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. આખા વિશ્વમાં જ્યાં અત્યાર સુધી કોરોના વાયરસની કોઈ દવા કે વેક્સીન કે પછી રસી નથી શોધાઈ તેવા સમયે કોલોરાડો સ્ટેટ યુનીવર્સીટીના હવામાન શાસ્ત્રીઓએ એવી આગાહી કરી છે કે, આખી દુનિયામાં આ વર્ષે ૧૬ કરતા પણ વધારે ભયંકર વાવાઝોડા ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત આ ૧૬ વાવાઝોડા માંથી ૮ વાવાઝોડાનો હેરીક્ન્સ શ્રેણીમાં સમાવેશ થઈ શકે છે જયારે અન્ય ૮ વાવાઝોડા માંથી ચાર વાવાઝોડા ખુબ જ વધારે ભયંકર અને તાકતવર સાબિત થઈ શકે છે.

image source

કોલોરાડો સ્ટેટ યુનીવર્સીટીના હવામાન શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલ આગાહી માંથી ૮ વાવાઝોડા હેરીકેન્સ કેટેગરીના હોઈ શકે છે. જયારે બીજા ચાર વાવાઝોડા અત્યંત વિનાશ વેરનાર સાબિત થઈ શકે છે. તેમજ બાકીના ચાર વાવાઝોડા સામાન્ય પ્રકારના હોઈ શકે છે. હવામાન શાસ્ત્રીઓએ આ બધા જ વાવાઝોડાના નામ પણ નિશ્ચિત કરી લેવામાં આવ્યા છે.:

બેરથા, ડોલી, ફે, હન્ના, જોસેફીન, લૌરા, નાના, પૌલેટ, સેલી, વીકી, ટેડી, વિલ્ફ્રેડ, રેને, ઓમ, માર્કો, કેલી, ઇઝાઈસ, ગોન્ઝાલો, એડવર્ડ, ક્રિસ્ટોબલ, આર્થર.

image source

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અમને આ વર્ષે ૨૦૨૦માં ફરીથી કેટલીક મહત્વની ગતિવિધિઓ થઈ શકવાના સંકેત મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત ફિલ ક્લોટઝબેક દ્વારા જણાવાયુ છે કે, અમારો અંદાજ છે કે વર્ષ ૨૦૨૦માં એટલાન્ટીક બેસીન વાવાઝોડાની પ્રવૃત્તિ સાધારણ કરતા વધારે રહેવાની શક્યતા છે. આવા વાવાઝોડાને શ્રેણી ૩ થી ૫ માં સામેલ કરી શકાય ત્યાં સુધી રહી શકે છે. આ વાવાઝોડા મોટા તોફાનમાં પણ પરિવર્તન થઈ શકે છે. આ વાવાઝોડાઓની ઝડપ આશરે ૧૧૧ માઈલ/પ્રતિ કલાક કે પછી તેનાથી પણ વધારે તીવ્રતાથી પવન ફુંકાઈ શકે છે. એક અંદાજ મુજબ આ બધા વાવાઝોડા ૧લી જુન, ૨૦૨૦ થી ૩૦ નવેમ્બર, ૨૦૨૦ના સમયગાળા દરમિયાન ત્રાટકવાની શક્યતા વધારે છે.

image source

હવામાન નિષ્ણાત ફિલ કલોટઝબેકના જણાવ્યુ હતું કે, આ ૧૬ વાવાઝોડાઓ માંથી જે મોટા વાવાઝોડા આવવાની સંભાવનાઓ છે તેનાથી ભૂસ્ખલન થવાની પણ સંભાવનાઓ બની રહી છે. ફિલ કલોટઝબેકના મત પ્રમાણે, વર્ષ ૨૦૨૦માં ઓછામાં ઓછું એક વિશાળ વાવાઝોડાના પરિણામે અમેરિકાના દરિયા કિનારે ૬૯% ભૂસ્ખલન થઈ શકે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

image source

જો કે, હજી સુધી હવામાન શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલ આગાહીઓના અંદાજને સ્પષ્ટ કરવામાં આવ્યા નથી કે કયું વાવાઝોડું ક્યાં હુમલો કરી શકે છે અને દરિયા કિનારાની કઈ જગ્યાએ ભૂસ્ખલન થવાની શક્યતા ઓછી છે તેની પણ સચોટ જાણકારી મેળવી શક્યા નથી. કલોટઝબેક સહિત અન્ય હવામાન નિષ્ણાતો જણાવે છે કે, એટલાન્ટીક બેસિનમાં પ્રત્યેક વર્ષે સરેરાશ ૧૨ જેટલા ઉષ્ણકટીબંધીય વાવાઝોડાઓ ત્રાટકે છે, જેમાંથી ૬ જેટલા વાવાઝોડા હેરીક્ન્સ શ્રેણીના હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ