મૂળાની પેસ્ટ વાળ અને સ્કિન માટે છે ખૂૂબ જ ફાયદાકારક, જાણો તમે પણ

આપે મોટાભાગે લોકોને મૂળાનો ઉપયોગ શાક કે પછી સલાડના રૂપમાં કરતાં જોયા હશે.

image source

આમ તો આપણે બધા જાણીએ છીએ કે મૂળા આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદેમંદ છે. મૂળા કેટલાક સ્વાસ્થ્ય લાભો માટે પણ ખાવામાં આવે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો આ જાણે છે કે મૂળા ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ આપણી ત્વચા અને વાળ માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે.

image source

મૂળામાં એવા ગુણ મળી આવે છે જે આપણા સ્વાસ્થ્યની સાથે સાથે આપણી ત્વચા અને વાળ માટે પણ ખૂબ સારું હોય છે. આપને જણાવીએ કે મૂળાનો યોગ્ય પ્રકારથી ઉપયોગ કરવાથી મૂળા આપણી ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે. આની સાથે જ કેટલીક સૌંદર્ય સમસ્યાઓથી છુટકારો અપાવવામાં પણ મદદ કરી શકે છે. આવો જાણીએ કે કેવી રીતે મૂળા આપણા સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા અને વાળ માટે ફાયદાકારક હોઈ શકે છે.

image source

ત્વચા માટે મૂળાના ફાયદા ખૂબ છે. મૂળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આપણી ત્વચા માટે ખૂબ મદદગાર થાય છે. મૂળામાં રહેલ તત્વ એંટીઓક્સિડન્ટના રૂપમાં આપણી ત્વચા માટે કામ કરે છે. વિટામિન ત્વચામાં કોલેજનને વધારવામાં આપણી મદદ કરે છે. સાથે જ આ ત્વચાને નિખારવાનું કામ કરે છે. આની સાથે જ મૂળા સૂરજની કિરણોથી થનાર નુકસાન થી પણ આપણને બચાવે છે અને એજિંગના પ્રભાવને ઘટાડવાનું કામ કરે છે.

ત્વચા પર મૂળાના ફાયદા:

image source

-બ્લેકહેડ્સ દૂર કરે છે મૂળા.

-ત્વચાને હાઇડ્રેટ રાખવામાં કારગર નીવડે છે.

-ડિટોક્સિફાઈ કરવામાં કરે છે મદદ.

-ત્વચા સંબંધી રોગોને કરે છે દૂર.

-ખીલ-મૂહાસોથી છુટકારો મેળવવામાં ફાયદેમંદ છે.

-ત્વચાને એક પ્રાકૃતિક ચમક આપે છે.

-વાળને ખરવાથી રોકે છે મૂળા.

-ડેન્ડ્રફ દૂર કરવામાં કારગર.

image source

મૂળામાં રહેલ ફાઈબર આપના શરીરમાંથી ટોક્સિન્સથી છુટકારો અપાવવામાં આપની મદદ કરે છે. જેના પરિણામ આપ આપની ત્વચા પર જોઈ શકો છો.

મૂળાથી બનેલ ફેસપેક અસરદાર

મૂળાથી બનેલ ફેસપેક આપની ત્વચાને સ્વસ્થ રાખી શકે છે. આ પેક થી આપ આપની ત્વચા પર બ્લીચ પણ કરી શકો છો. પરંતુ આપે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે જો આપની ત્વચા અતિસંવેદનશીલ છે, તો આપ આ મૂળાના ફેસપેકને અજમાવવું નહિ, કેમકે એનાથી આપની ત્વચા પર હળવી બળતરા પણ થઈ શકે છે. જો કે આ પેક લગાવવાથી કોઈપણ સાઈડઇફેક્ટનો સામનો નથી કરવો પડતો.

ફેસપેક બનાવવાની રીત:

image source

-ત્વચા માટે મૂળાનો ફેસપેક બનાવવા માટે આપે મૂળાનો એક મોટો ટુકડો લેવાનો રહેશે અને તેને છોલીને સારી રીતે પીસી લો. આપ મૂળાને ત્યાં સુધી પીસો જ્યાં સુધી આ એક પેસ્ટના રૂપમાં ના બદલાઈ જાય.

-આ મૂળાની પેસ્ટમાં કેટલાક ટીપાં લીંબુનો રસને ભેળવો. ત્યારપછી આપ એમાં ૪ થી ૫ ટીપાં ઓલિવ ઓઇલ નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે આપના મૂળાનો ફેસ પેક તૈયાર છે.

-ફેસપેકને આપ હવે પોતાના ચેહરા પર લગાવી શકો છો. આ ફેસપેકને ચેહરા પર થોડીવાર રહેવા દીધા પછી ધોઈ લો. આપ આ ફેસપેકનો ઉપયોગ અઠવાડિયામાં લગભગ બે થી ત્રણવાર કરી શકો છો. પરંતુ જો આ આપની ત્વચાને સૂટ નથી કરતો, તો આપ તેને અજમાવવાથી દૂર રહેવું જોઈએ.

image source

-કાચા મૂળાને પીસીને બનાવેલ પેસ્ટ આપ આપની ત્વચા પર લગાવી શકો છો. આ એક ખૂબ સરસ પ્રાકૃતિક ક્લીનજર અને એક પ્રભાવી ફેસપેકની રીતે કામ કરે છે.

ધ્યાન રહે ઉપર આપવામાં આવેલ બધા ઉપાયોને આપ લગાવતા પહેલા પોતાની કલાઈ પર લગાવીને જરૂરથી જોઈ લો, જેનાથી આપને એ વાતની જાણકારી મળી જાય ક્યાંક આપની સ્કીન પર એનાથી કોઈ નુક્સાન ના પહોંચે. આની સાથે જ જો આપને કોઈ નુકસાન મહેસુસ થાય છે તો આપ એના માટે ડૉક્ટરથી પણ સંપર્ક કરી શકો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ