એકવાર વાંચી લો શું છે રેડિએશન થેરાપી? જાણો શું તેના ફાયદા અને નુકસાન

નહીં લાગે ડર જ્યારે જાણી લેશો જાણો શું છે રેડિએશન થેરાપી ?

કેન્સર એક ગંભીર બીમારી છે જેનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. કેન્સર વિશે જાણ થતાં જ તેની સારવાર શરૂ કરી દેવામાં આવે છે. આ સારવારમાંથી એક પદ્ધતિ છે રેડિએશન થૈરાપી.

image source

આ થેરાપીથી ટ્યૂમરને જડમૂળથી સમાપ્ત કરવા માટે મદદ મળે છે. જો કે આ થેરાપીથી મોટા ભાગના લોકો ગભરાતા હોય છે કારણ કે તેમને આ ટ્રીટેન્ટ વિશે યોગ્ય જાણકારી હોતી નથી. તો ચાલો આજે જાણી લો કે રેડિએશન થેરાપી શું છે.

રેડિએશન થેરાપી શું છે?

કેન્સરની સારવાર રેડિએશન થેરેપીની મદદથી કરવામાં આવે છે. તેની મદદથી રક્ત વિકાર અને થાઇરોઇડની સમસ્યાને પણ દૂર કરવામાં આવે છે. આ ઉપચારમાં રેડિયો તરંગોનો ઉપયોગ થાય છે અને આ તરંગો ઉચ્ચ ઊર્જા આયનીકરણ વિકિરણો હોય છે. કેન્સરની સારવારમાં કિમોચિકિત્સાની સાથે રેડિયેશન થેરેપીનો ઉપયોગ પણ થાય છે.

image source

બે પ્રકારની રેડિયેશન થેરાપી

એક્સટર્નલ બીમ રેડિએશન થેરાપી – આ પદ્ધતિનો ઉપયોગ વધારે થાય છે. તેમાંથી બહાર આવતી કિરણોને એક મશીનની મદદથી સારવારની જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવે છે.

ઈંટર્નલ રેડિએશન થેરેપી – આ ઉપચારનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કેન્સરના ટિશૂની આસપાસની સ્વસ્થ કોશિકાઓને સુરક્ષિત કરવાની હોય છે. આ પદ્ધતિમાં રેડિયોએક્ટિવ પદાર્થ શરીરની અંદર કેન્સર ટિશૂ પાસે એક નિશ્ચિત સમય સુધી રાખવામાં આવે છે.

image source

રેડિયેશન થેરેપી કેવી રીતે કરવામાં આવે છે

કેન્સરના દર્દીને કેટલું રેડિયેશન આપવું તે ડોક્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે. આ સારવાર શરૂ કરતા પહેલા, દર્દીના શરીરમાં કેન્સરનું મૂળ શોધવામાં આવે છે અને ત્યારબાદ તે જગ્યા પર કેવી રીતે રેડિએશન આપવું તે નક્કી કરવામાં આવે છે.

રેડિએશન માટે દર્દીને એક ટેબલ પર સૂવડાવી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. શરીરના કેન્સર સિવાયના ભાગને ખાસ કપડાથી કવર કરવામાં આવે છે. આ સારવારમાં 10થી 30 મિનિટનો સમય લાગે છે. રેડિએશનના સેશન રાખવામાં આવે છે. સપ્તાહમાં 5 વખત સુધીના આ સેશન હોય છે.

image source

ઈંટરનલ થેરેપીમાં ધાતુની એક ટ્યૂબ કે તારને શરીરની અંદર પ્રભાવિત સ્થાન પાસે મુકવામાં આવે છે જેથી તે જગ્યાએ જ રેડિએશન આપવામાં આવે છે. આ તારને શરીરમાં મુકવા માટે ક્યારેક સર્જરી પણ કરવી પડે છે.

રેડિયેશન થેરેપીના ફાયદા

  • – આ ઉપચારથી કેન્સર વધતું અટકે છે.
  • – કેન્સરના પ્રારંભિક તબક્કે રેડિયેશન થેરેપીની મદદથી શસ્ત્રક્રિયા કરવી શક્ય બને છે.
  • – રેડિયેશન થેરેપીના સેશન 10 થી 30 મિનિટમાં પૂર્ણ થઈ જાય છે.
  • – રેડિએશન થેરેપી કેન્સર વધવાની પીડાથી રાહત આપે છે.
image source

રેડિયેશન થેરેપીના નુકસાન

  • – રેડિયેશન થેરેપીના કારણે ઉલટી, ઉબકા થાય છે.
  • – વારંવાર પેશાબ જવું પડે છે.
  • – મોં અને ગળામાં ફોલ્લીઓ થાય છે.
  • – વાળ ખરવા લાગે છે.
image source

જો કે આ થેરેપીથી કયા પ્રકારનું નુકસાન થાય છે તેનો આધાર તેના પર નિર્ભર કરે છે કે શરીરના કયા ભાગની સારવાર કરવામાં આવે છે.

રેડિયેશન થેરેપી દરમિયાન સાવધાની

  • – ઉપચાર દરમિયાન હળવો ખોરાક અને સંતુલિત આહાર લેવો જોઈએ
  • – એક સાથે ખોરાક ખાવાને બદલે થોડું થોડું ખાવું .
  • – દારૂ, દવાઓ અને મસાલાવાળા ખોરાકથી દૂર રહેવું જોઈએ
  • – સારવાર દરમિયાન મહત્તમ પ્રવાહી પીવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ