આ દેશના ટ્રાફિક નિયમો વાંચીને તમે હસી પડશો ખડખડાટ, વાંચો કેટલા વિચિત્ર છે તે

થોડા સમય પહેલા જ દેશભરમાં નવા ટ્રાફિકને લગતા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.

image source

જેમાં બાઇક ચલાવનારને ફરજીયાત હેલ્મેટ પહેરવાનો કાયદો પણ શામેલ છે. જો કે ફરજીયાત હેલ્મેટનો કાયદો લોકો માટે બહુ સુગમતાભર્યો ન બન્યો.

આપણા ગુજરાતમાં તાજેતરમાં જ શહેરી વિસ્તારમાં હેલ્મેટ ને મરજિયાત કરી કાયદામાં છૂટછાટ આપવામાં આવી.

એક રીતે જોવા જઈએ તો ટ્રાફિકના મૂળભૂત અને સુધારેલા કાયદા આમ તો લોકોની સુરક્ષા માટે જ હોય છે.

image source

જોવાની ખૂબી એ પણ છે કે અલગ – અલગ દેશમાં ટ્રાફિક નિયમો પણ અલગ – અલગ હોય છે.

આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વનાં વિવિધ દેશોના ટ્રાફિક નિયમો વિશે રસપ્રદ માહિતીની વાત કરીશું.

ગંદી ગાડી ચલાવી તો દંડ

image source

રશિયામાં ગાડી ચલાવવા અંગેનો એક નિયમ એવો છે કે તમારે તમારી કાર ને સ્વચ્છ રાખવી પડે છે. જો અહીંના રસ્તા પર કોઈ ગંદી ગાડી લઈને નીકળે તો એને દંડ ભરવો પડે છે.

ગાડીમાં દોરડું રાખવું પ્રતિબંધિત

image source

યુરોપના સાર્બીયા દેશમાં ગાડી ચલાવતા સમયે જો તમારી ગાડીમાં દોરડું મળી આવે તો તમે નિયમનો ભંગ કર્યો ગણાય છે જે બદલ દંડ ભરવો અનિવાર્ય છે.

શર્ટ પહેરવો ફરજીયાત

થાઈલેન્ડમાં કોઈ પણ ઋતુ કે તાપમાન હોય કાર ચલાવતા સમયે કાર ચાલકે શર્ટ કાઢીને ડ્રાઇવિંગ કરવું પ્રતિબંધિત છે.

ટ્રાફિક પોલીસ સાથે અસભ્યતા

image source

ભારતમાં તો ટ્રાફિક રૂલ્સ તોડતા વાહનચાલકો અને ટ્રાફિક પોલિસ સાથે ઘર્ષણના બનાવો સમાચારોમાં ચમકતા રહે છે. પરંતુ ન્યુજર્સીમાં ટ્રાફિક પોલીસ સામે ઘુરકીયા કરીને જોવું કે તેની સાથે જીભાજોડી કરવી અપરાધ ગણવામાં આવે છે અને તેની સજા પણ છે.

બે ચશ્મા ન હોય તો દંડ

image source

સ્પેનમાં જો કાર ચાલક ચશ્મા પહેરીને ગાડી ચલાવી રહ્યો છે તો તેની પાસે એક વધારાનાં ચશ્મા હોવા જરૂરી છે.

માત્ર હોવા જ જરૂરી નહીં પરંતુ ગાડીમાં જ હોવા જોઈએ જો આમ ન હોય તો દંડ ભરવો પડે છે.

દિવસભર હેડલાઈટ ચાલુ હોવી જરૂરી

image source

ડેનમાર્ક અને સ્વીડનમાં વાહનચાલકે પોતાના વાહનની હેડલાઈટ દિવસભર ચાલુ રાખવી ફરજીયાત છે.

કોમિક્સ બુક પર પ્રતિબંધ

ઓક્લાહોમા ખાતે ગાડી ચલાવતા સમયે કોમિક્સ બુક વાંચવી ગેરકાયદેસર છે. વળી કોમિક્સ બુક સિવાય અન્ય બુક હોય તો કાયદો લાગુ નથી પડતો. છે ને વિચિત્ર.

રવિવારે કાળી ગાડી ચલાવવા પર પ્રતિબંધ

image source

કોલોરાડોમાં રવિવારે કાળા રંગની ગાડી ચલાવવા પર પ્રતિબંધ છે.

ગાડી ચલાવતા પશુનું ધ્યાન રાખવું જરૂરી

image source

પેનસિલવેનિયામાં ગાડી ચલાવતા સમયે તમારી ગાડીથી કોઈ પશુને ઇજા ન પહોંચવી જોઈએ. આ માટે તમારે પ્રત્યેક કિલોમીટરે લાઈટ ઓન કરી જાનવરોને સિગ્નલ આપવું પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ