રબને બનાદી જોડી – ૩૬ વર્ષના આ દંપતીની હાઈટ છે માત્ર ૩૬ ઇંચ… તમે જોઈ છે આવી જોડી?

ભગવાનને ઘેર અદભૂત વ્યવસ્થા કરેલી છે તેમાં કહેવાય છે કે પતિપત્નીની જોડી સ્વર્ગમાં જ બનીને ધરતી પર આવતી હોય છે. તમે જો આ માન્યતા પર વિશ્વાસ ન કરતાં હોવ તો એક ઉદાહરણ તમને જણાવીએ, તમને ખરેખર આ કહેવત પર દ્રઢ શ્રદ્ધા બેસી જશે. ઈશ્વરે દરેક માટે કોઈને કોઈ શુભ સંકેત નિમિત્ત કરી જ રાખ્યું હોય છે. દરેક વ્યક્તિ જન્મે છે ત્યારે તેમની વિધાતાએ આખા જીવનના લેખ લખી મૂક્યા હોય છે માત્ર યોગ્ય સમયે એ ઘટનાઓ બનતી રહે છે. આપણે માત્ર ચિંતા કરીએ છીએ.

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના પુનાસા ગામના ધનેશ રાજવૈદ ૩૬ વર્ષના અને તેમનાથી ૮ વર્ષ નાના ચેતના સાથે લગ્ન કર્યા. ધનેશ પોતાના માટે ઘણાં વર્ષોથી છોકરીની શોધમાં હતા. સારું એવું ભણેલ ગણેશને સારી સરકારી નોકરી પણ છે પરંતુ તેમના લગ્નમાં અડચણ એ હતી કે તેમની ઉંચાઈ માત્ર ૩૬ ઈંચ એટલે ફ્કત ૩ ફુટ છે. ઓછી લંબાઈને લીધે તેમના માટે યોગ્ય પાત્ર મેળવવું થોડું મુશ્કેલ હતું. તેમને સમાચાર મળ્યા કે પશ્ચિમી અંચલમાં તેમના જેવડી જ ૩૬ ઈંચની એક કન્યા છે તરત જ સંપર્ક સાધ્યો.

પરિચય કેળવાતાં કન્યા પણ લગ્ન માટે હા પાડી. તે કન્યાનું નામ ચેતના શર્મા છે. તેઓ પણ ઈકોનોમિકસમાં એમ.એ. ઈકોનોમિકસમાં એમ.એ.નો કરેલ છે. તાજેતરમાં આ યુગલ લગ્નગ્રંથીએ જોડાયા ત્યારે એ દ્રશ્ય જોવા આખું ગામ ઉમટ્યું હતું. જિલ્લા સચિવાલયમાં મદદગાર છે ધનેશ: દિનેશ રાજવૈદ્ય જે પુણે જિલ્લામાં કટોકટી ભંડોળમાંથી સીએમ હેલ્પ લાઇન અને જનસુનવીધામાં કામ કરે છે. તેઓ તેમના પંચાયત સચિવોને તેમના કાર્ય સાથે સરળતાથી વ્યવહાર કરવામાં મદદ કરે છે. લાંબા સમયથી કરાતી સેવાને લીધે, તેઓ બધાના મનપસંદ બન્યા છે. આ કારણોસર, તેમના લગ્નમાં, જિલ્લાના તમામ ૭૨ પંચાયતોને આમંત્રિત કરાયા હતા.

ચેતનાને સામાજિક કાર્યમાં રસ: ધનેશે હિન્દીમાં એમ.એ. કરીને બી.એડ કર્યું અને પી.જી.ડી.સી.એનો કોર્સ કર્યો છે. તે શિક્ષણ વિભાગમાં સેવા આપવા માંગે છે. જ્યારે ચેતનાએ અર્થશાસ્ત્રમાં એમએ કર્યું છે અને રાષ્ટ્રીય ગ્રામીણ જીવનનિર્વાહ મિશનમાં કાર્ય કરે છે જેમાં વિવિધ વય જૂથના લોકોને તાલિમ આપે છે. તેમણે તે સમૂહ દ્વારા સેનેટરી નેપકિન બનાવીને તેનું માર્કેટિંગ પણ કરાવ્યું. ચેતના સ્ત્રીઓને સામાજિક કામ કરવા પ્રેરણા આપે છે.

આ અનોખા દંપતીને નવું જીવન શરુ કરવા અનેક અભિનંદન…