મુસબીત તમારો પીછો છોડતી નથી તો પૂજા સમયે લઈ લો આ 3 નામ, દૂર થઈ જશે તમામ સમસ્યાઓ

હિન્દુ ધર્મામા દીવો કરવાનું કામ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે કહેવાય છે કે ભગવાન પાસે દીવો કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. કોઈ પણ માંગલિક કાર્યોમાં પણ દીવો કરવાનું પ્રાવધાન છે. આ સિવાય સવારના સમયે અને સંધ્યાના સમયે પણ દીવો કરવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. માનવામાં આવે છે કે દીવો કરવાથી આપણે આપણા ઈષ્ટદેવના સંપર્કમાં આવીએ છીએ અને સાથે જ આપણા મનમાં કોઈ મનોકામના છે તો આપણે દીવો કરીને હાથ જોડીને પ્રભુ સામે તેને રાખવી યોગ્ય છે.

દરેક દેવી દેવતાઓની સામે દીવો કરવામાં આવે છે. પણ અલગ અલગ મનોકામના માટે અલગ અલગ પ્રકારે ભગવાન સામે દીવો કરાય તો તે વધારે સારું ફળ આપે છે. તો જાણો દીવો કરતી સમયે શું કરવું અને શું ન કરવું તે વિશે. જેથી તમે તમારી મનોકામના ઝડપથી પૂરી કરી શકો અને સાથે મુશ્કેલીઓથી પણ છૂટકારો મેળવી શકો.

image source

માથું ઢાંકીને રાખો

જ્યારે પણ આપણે કોઈ પૂજા કે શુભ કામ કરીએ છીએ તો આપણે આપણું માથું ઢાંકીને રાખવું જોઈએ. આ વાતથી કોઈ ફરક પડતો નથી કે આપણે પુરુષ છીએ કે મહિલા. માથા પર કપડું રાખીને પછી દીવો કરવો. આ સિવાય દીવો કરવાથી તે વ્યક્તિની ભૂલ માનવામાં આવે છે અને તમારી પૂજામાં દોષ આવે છે.

image source

દીવાને ખાલી જગ્યાએ ન રાખો

જ્યારે પણ તમે ભગવાન સામે દીવો કરો છો તો તેને ખાલી સ્થાન પર ન રાખો. દીવાની નીચે ચોખા, ફૂલના પાન, સાત પ્રકારનું અનાજ રાખો. ખાલી જગ્યા પર દીવો પ્રગટાવવાનું શુભ માનવામાં આવતું નથી.

મા દુર્ગાની ઉપાસના માટે

image source

જો મતે માતા દુર્ગાની આરાધના કરો છો તો અને તેમની સામે તમારી મનોકામના કે મુશ્કેલી રજૂ કરવા ઈચ્છો છો તો તમારે તેમની સામે દીવો કરવો. આ દીવો કરતી સમયે તમારે તેમાં તલના તેલનો ઉપયોગ કરવો અને રૂની મોલી કે કલાવાની દિવેટ બનાવીને તેનો ઉપયોગ કરવો. આ ઉપાય કરવાથી માતા દુર્ગા તમારી પર ઝડપથી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા તમારા પર વરસે છે. આ સાથે જ તમે અનેક મુશ્કેલીઓમાંથી મુક્ત થઈ જાઓ છો.

તમારા ઈષ્ટદેવની પૂજા માટે

જો તમે તમારા ઈષ્ટદેવની પૂજા સમયે સવાર અને સાંજના સમયે દીવો કરો છો તો તમે ગાયના દેશી ઘીનો પ્રયોગ કરીને દીવો કરી શકો છો.

શત્રુથી મુક્તિ માટે

image source

જો તમે શત્રુથી પરેશાન રહો છો અને હવે તમારી હદ આવી ચૂકી છે તો તમે તેમનાથી મુક્તિ મેળવવા માટે ચમેલી કે સરસિયાના તેલનો દીવો કરો. આ દીવો કરતા સમયે તમે તેમાં 2 લવિંગ પણ ઉમેરી લો આ પછી આ દીવા સાથે હનુમાનજીની આરતી કરો. તમે કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી પરેશાન થઈ ચૂક્યા છો તો शुभम करोति कल्याणं, आरोग्य धन संपदाम। शत्रु बुद्ध विनाशाय, दीपं ज्योति नमोस्तुते।। આ મંત્રનો પ્રભુ પાસે જાપ કરો. આ ઉપાયથી તમારા શત્રુની તાકાત નબળી પડશે અને તેઓ તમને પરેશાન કરી શકશે નહી. આ સાથએ જ તમે ચિંતામુક્ત થઈ જશો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ