કોરોના હજુ ગયો નથી..સાવચેત રહો…અમારી અપીલ છે માસ્ક પહેરો…ગુજરાતના આ શહેરોમાં કોરોનાના કેસ વધતા શનિ-રવિ મોલ રહેશે બંધ, અને..

ગુજરાત રાજ્યના સુરત શહેરમાં કોરોના વાયરસ સંક્રમણ પોતાનો કહેર વરસાવી રહ્યો છે જેના કારણે શનિવાર અને રવિવારના દિવસે મોલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • -સુરત શહેરમાં ફેલાતું જતું કોરોના વાયરસનું સંક્રમણ.
  • -શનિવાર અને રવિવારના દિવસે મોલ બંધ રાખવાનો હુકમ કરાયો.
  • -કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવાયો.
IMAGE SOUCRE

ડાયમંડ સિટી એવા સુરત શહેરમાં એકવાર ફરીથી કોરોના વાયરસના વધતા જતા સંક્રમણના કારણે મોલ બંધ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. શનિવાર અને રવિવારના દિવસે મોલ બંધ રાખવામાં આવશે. આ વિષે સુરત મહાનગર પાલિકા તરફથી ખાસ સૂચનાઓ આપવામાં આવ્યા છે.

IMAGE SOUCRE

સુરતના ડુમસ રોડ પર આવેલ રાહુલ રાજ મોલ પણ શનિવાર અને રવિવારના દિવસે બંધ રહેશે. અત્યારે સુરત શહેરમાં પ્રતિ દિવસ ૧૦૦ કરતા વધારે કોરોના વાયરસ સંક્રમણના કેસ નોંધવામાં આવી રહ્યા છે. જેના કારણે સુરત મહાનગર પાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાં જ સુરતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા મનપા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

IMAGE SOUCRE

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા સામાન્ય જનતાને અપીલ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના સુરત શહેરમાં કોરોના વાયરસ સંક્રમણના નવા સ્ટ્રેનના લક્ષણ જોવા મળતા સુરતની ચિંતામાં વધારો કરી દીધો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સામાન્ય જનતાને સાવચેતી રાખવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના નવા સ્ટ્રેન પછી સુરત મહાનગર પાલિકા એલર્ટ થઈ ગઈ છે. સુરત શહેરના મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા સામાન્ય જનતાને અપીલ કરવામાં આવી છે કે, યોગ્ય રીતે ફીટ થાય તેવા માસ્ક પહેરો. કોરોના વાયરસ હજી સુધી ગયો નથી.

સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાના લીધે SMC દોડતી થઈ ગઈ.

IMAGE SOURCE

સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. સુરતમાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણના લીધે આરોગ્ય વિભાગ દ્વારા પોતાની ટીમમાં પણ વધારો કરી દીધો છે આ સાથે જ સક્રિય સર્વેલન્સ હેઠળ ૫.૨૬ લાખ લોકોને આવરી લેવામાં આવ્યા છે. સુરતના આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સક્રિય સર્વેલન્સ માટે ૧૨૧૦ ટીમની મદદથી આખા સુરત શહેરમાં સર્વે કરવામાં આવી રહ્યા છે. આ સક્રિય સર્વેલન્સ હેઠળ ૫.૨૬ લાખ વ્યક્તિઓને આવરી લેવાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ